gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 153 પોઈન્ટ ઘટીને 81774 : સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ | Sensex falls 153 points to 8…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in Business
0 0
0
સેન્સેક્સ 153 પોઈન્ટ ઘટીને 81774 : સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ | Sensex falls 153 points to 8…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વૈશ્વિક બજારોમાં ગઈકાલે અમેરિકી શેર બજારોમાં પીછેહઠ સાથે એશીયાના બજારોમાં પણ નરમાઈ રહેતાં ભારતીય શેર બજારોમાં પણ તેજીને વિરામ અપાયો હતો. વિશ્વમાં સોનાના ભાવ ઔંસ દીઠ ૪૦૦૦  ડોલરની સપાટી કુદાવી જતાં જવેલરી કંપનીઓ ટાઈટન સહિતના ભાવમાં તેજી અને આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં તેજી પાછળ આરંભિક મજબૂતી બાદ ફંડોએ ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ પાછળ મોટું સેલિંગ કરતાં અને કેપિટલ ગુડઝ, હેલ્થકેર, ઓઈલ-ગેસ, બેંકિંગ શેરોમાં ઓફલોડિંગ કરતાં બજાર નેગેટીવ ઝોનમાં આવી ગયું હતું. અલબત સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે ઘણા શેરોમાં વેલ્યુબાઈંગ થયું હતું. સેન્સેક્સ ૧૫૩.૦૯ પોઈન્ટ ઘટીને ૮૧૭૭૩.૬૬ અને નિફટી સ્પોટ ૬૨.૧૫ પોઈન્ટ ઘટીને ૨૫૦૪૬.૧૫ બંધ રહ્યા હતા.

ઓટો ઈન્ડેક્સ ૮૦૭ પોઈન્ટ તૂટયો : ટાટા મોટર્સ રૂ.૧૭, મહિન્દ્રા રૂ.૬૭, ઉનો મિન્ડા રૂ.૫૫ તૂટયા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ ફરી ટાટા મોટર્સ પાછળ મોટું હેમરિંગ કર્યું હતું. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૮૦૭.૮૯ પોઈન્ટ તૂટીને ૫૯૨૪૨.૪૦ બંધ રહ્યો હતો. ટાટા મોટર્સ રૂ.૧૬.૮૫ ઘટીને રૂ.૬૮૧.૩૦, ઉનો મિન્ડા રૂ.૫૫.૦૫ તૂટીને રૂ.૧૩૧૧.૩૦, મધરસન સુમી રૂ.૨.૫૦ ઘટીને રૂ.૧૦૧.૬૦, સોના કોમ રૂ.૯.૨૦ ઘટીને રૂ.૪૦૫.૨૦, ભારત ફોર્જ રૂ.૨૫.૯૫ ઘટીને રૂ.૧૧૯૦.૦૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૬૩.૨૫ ઘટીને રૂ.૩૧૪૪.૬૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૬.૮૦ ઘટીને રૂ.૩૪૨૬.૦૫, હીરો મોટોકોર્પ રૂ.૯૯.૮૫ ઘટીને રૂ.૫૫૧૪.૧૫, બજાજ ઓટો રૂ.૧૧૩.૫૫ ઘટીને રૂ.૮૭૯૦.૩૫, બોશ રૂ.૪૬૬.૧૫ ઘટીને રૂ.૩૮,૩૧૩.૨૦ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૩૧ પોઈન્ટ ખાબક્યો : ટીટાગ્રહ રૂ.૩૩, સિમેન્સ રૂ.૧૦૬ તૂટયા

કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે મોટી વેચવાલી કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૩૧.૩૦ પોઈન્ટ તૂટીને ૬૮૬૯૦.૨૦ બંધ રહ્યો હતો. ટીટાગ્રહ રૂ.૩૨.૭૦ તૂટીને રૂ.૭૨૬.૯૦, સીજી પાવર રૂ.૧૬.૯૫ ઘટીને રૂ.૬૧૩, એલએમડબલ્યુ રૂ.૩૬૮.૩૦ તૂટીને રૂ.૧૫,૫૫૧, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૦ ઘટીને રૂ.૪૪૫, કેઈન્સ રૂ.૯૭.૮૦ ઘટીને રૂ.૪૩૫૭.૯૦, સિમેન્સ રૂ.૧૦૬.૧૦ તૂટીને રૂ.૫૦૦૦, એબીબી ઈન્ડિયા રૂ.૯૬.૭૫ ઘટીને રૂ.૫૨૩૦.૧૦, આરવીએનએલ રૂ.૫.૯૦ ઘટીને રૂ.૩૩૫.૬૫, કલ્પતરૂ પ્રોજેક્ટ રૂ.૧૫.૫૦ ઘટીને રૂ.૯૧૫.૨૦ રહ્યા હતા.

ટાઈટન પાછળ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૧૮ પોઈન્ટ વધ્યો : ડિક્સન રૂ.૨૨૬ ઉછળી રૂ.૧૮,૩૨૭

સોનાના ભાવ વિશ્વ બજારમાં રેકોર્ડ ૪૦૦૦ ડોલરની સપાટી કુદાવી જઈ ૪૦૨૩ ડોલર નજીક પહોંચી જતાં જવેલરી જાયન્ટ ટાઈટન કંપનીના શેરમાં મજબૂત ખરીદી થઈ હતી. ટાઈટન કંપની રૂ.૧૪૯.૬૦ વધીને રૂ.૩૫૬૬.૧૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૨૬.૨૦ વધીને રૂ.૧૮,૩૨૭, બ્લુ સ્ટાર રૂ.૧૮.૬૦ વધીને રૂ.૧૯૬૧.૩૫ રહ્યા હતા. કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૧૮.૪૩ પોઈન્ટ વધીને ૫૯૦૨૧.૮૨ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં ઉછાળે સાવચેતી : કોટક બેંક, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી બેંક ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ઉછાળે સાવચેતીમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. કોટક મહિન્દ્રા બેંક રૂ.૮૫ ઘટીને રૂ.૨૦૪૭.૯૫, એક્સિસ બેંક રૂ.૪૩.૧૦ ઘટીને રૂ.૧૦૪૬.૪૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૪૪.૪૫ ઘટીને રૂ.૧૨૯૦.૫૦, એચડીએફસી બેંક રૂ.૫૧.૨૦ ઘટીને રૂ.૧૭૬૫.૮૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૯.૫૫ ઘટીને રૂ.૭૪૮.૨૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૮૦.૨૯ પોઈન્ટ ઘટીને ૬૩૦૫૧.૨૪ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં ફંડો વેચવાલ : ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા, ઈન્દ્રપ્રસ્થ ગેસ, પેટ્રોનેટ ઘટયા

ઓઈલ-ગેસ શેરોમાં ફંડો હળવા થયા હતા. ઓએનજીસી રૂ.૩.૪૫ ઘટીને રૂ.૨૪૧.૯૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૫.૭૫ઘટીને રૂ.૪૧૬.૫૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૨.૯૫ ઘટીને રૂ.૨૧૭.૧૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૩.૮૦ ઘટીને રૂ.૨૮૩.૮૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૭.૬૦ ઘટીને રૂ.૧૩૬૭.૩૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૦૫.૦૪ પોઈન્ટ ઘટીને ૨૭૨૮૪.૧૪ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં નવી તેજીમાં સાવચેતી : આરતી ડ્રગ્ઝ, વોખાર્ટ, કેપલિન પોઈન્ટ, સોલારા, પોલીમેડ ઘટયા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ આજે ફંડો નવી તેજીમાં સાવચેત બન્યા હતા. પસંદગીના શેરોમાં વેચવાલી થઈ હતી. આરતી ડ્રગ્ઝ રૂ.૨૯.૪૦ ઘટીને રૂ.૪૭૭, વોખાર્ટ રૂ.૮૩.૦૫ ઘટીને રૂ.૧૩૯૧, ગુજરાત થેમીસ રૂ.૨૦.૫૫ ઘટીને રૂ.૩૯૧, કેપલિન પોઈન્ટ રૂ.૧૦૫.૬૦ ઘટીને રૂ.૨૦૭૪.૭૫, સોલારા રૂ.૩૧.૨૦ ઘટીને રૂ.૬૪૧.૮૫, પોલીમેડ રૂ.૯૨.૮૫ ઘટીને રૂ.૧૯૪૦.૮૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૭૫.૪૯ પોઈન્ટ ઘટીને ૪૩૮૮૨.૫૦ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં ફરી તેજી : ઓનવર્ડ ટેકનોલોજી, રેટગેઈન, રામકો સિસ્ટમ, જેનેસીસ, ૬૩ મૂન્સ વધ્યા

અમેરિકાના આઈટી શેરોના નાસ્દાક શેર બજારમાં તેજી અને એનવિડીયા દ્વારા અમેરિકામાં એચ૧બી વીઝા ફી એક લાખ ડોલર કરવામાં આવ્યા છતાં કંપની સ્પોન્સરશીપ ચાલુ રાખશે એવા નિવેદન સહિતની પોઝિટીવ અસરે આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ખરીદી રહી હતી. આ સાથે કોર્પોરેટ પરિણામોની સારી અપેક્ષાએ પણ ફંડો લેવાલ રહ્યા હતા. ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૧૬.૩૦ વધીને રૂ.૩૪૩, રેટગેઈન રૂ.૨૦.૨૦ વધીને રૂ.૪૮૩.૦૫, રામકો સિસ્ટમ્સ રૂ.૮.૦૫ વધીને રૂ.૩૯૦.૭૫, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૧૧.૮૫ વધીને રૂ.૬૪૦.૨૫, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૧૬.૦૫ વધીને રૂ.૧૧૦૦.૯૫, બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૧૩.૦૩ પોઈન્ટ વધીને ૩૪૬૩૩.૬૦ બંધ રહ્યો હતો.

FPIs/FIIની કેશમાં રૂ.૮૧ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૩૩૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૮૧.૨૮ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૦,૨૮૬.૯૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૨૦૫.૭૦ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૩૨૯.૯૬ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૧,૭૩૩.૪૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૪૦૩.૫૨ કરોડની વેચવાલી કરી હતી.

ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ : ૨૫૦૭ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં નરમાઈથી વિપરીત આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો ઘટાડે લેવાલ બનતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૮૧સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૫૦૭  અને ઘટનારની સંખ્યા ૧૬૧૬ રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79666 થી 77707 વચ્ચે અથડાશે | Sensex will hit between 79666 and 77707 in the…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79666 થી 77707 વચ્ચે અથડાશે | Sensex will hit between 79666 and 77707 in the…

April 19, 2026
દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલી વૃધ્ધિ | Increase in effective imp…
Business

દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલી વૃધ્ધિ | Increase in effective imp…

April 19, 2026
ગત નાણાકીય વર્ષે બેંક લોનમાં વૃદ્ધિ કોર્પોરેટ, MSME ક્ષેત્રની માંગ વધી | Growth in bank loans last f…
Business

ગત નાણાકીય વર્ષે બેંક લોનમાં વૃદ્ધિ કોર્પોરેટ, MSME ક્ષેત્રની માંગ વધી | Growth in bank loans last f…

April 19, 2026
Next Post
20 બાળકોના મૃત્યુ માટે જવાબદાર સિરપ બનાવનાર કંપનીના માલિકની મધ્યપ્રદેશમાં ધરપકડ | Owner of syrup man…

20 બાળકોના મૃત્યુ માટે જવાબદાર સિરપ બનાવનાર કંપનીના માલિકની મધ્યપ્રદેશમાં ધરપકડ | Owner of syrup man...

જોડીયાના અંબાલા ગામમાં ઘેટા-બકરાના ચોરો ત્રાટક્યા : 21 ઘેટા-બકરાની ચોરી થયાની પોલીસ ફરિયાદથી ચકચાર |…

જોડીયાના અંબાલા ગામમાં ઘેટા-બકરાના ચોરો ત્રાટક્યા : 21 ઘેટા-બકરાની ચોરી થયાની પોલીસ ફરિયાદથી ચકચાર |...

જામનગર નજીક દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં જૂની અદાવતમાં મામા-ભાણેજ પર હુમલો : બે સામે ફરિયાદ | Uncle and…

જામનગર નજીક દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં જૂની અદાવતમાં મામા-ભાણેજ પર હુમલો : બે સામે ફરિયાદ | Uncle and...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૧.૨૦ લાખની મત્તા ચોરી ફરાર | Smugglers who raided a locked house st…

બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૧.૨૦ લાખની મત્તા ચોરી ફરાર | Smugglers who raided a locked house st…

4 months ago
VIDEO : નોઈડાની હોટલમાં ભયાનક વિસ્ફોટ, જીવ બચાવવા લોકો ધાબા પર ચઢી ગયા

VIDEO : નોઈડાની હોટલમાં ભયાનક વિસ્ફોટ, જીવ બચાવવા લોકો ધાબા પર ચઢી ગયા

12 months ago
સગીરા સાથે શરીર સંબંધ બાંધનાર યુવક ઝડપાયો | Young man arrested for having sex with minor

સગીરા સાથે શરીર સંબંધ બાંધનાર યુવક ઝડપાયો | Young man arrested for having sex with minor

2 weeks ago
મોડીરાત્રે જાહેર રોડ પર ઢોર છૂટ્ટા મૂકી દેવાતા અકસ્માતનો ભય | Fear of accidents due to cattle being …

મોડીરાત્રે જાહેર રોડ પર ઢોર છૂટ્ટા મૂકી દેવાતા અકસ્માતનો ભય | Fear of accidents due to cattle being …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News