gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 319 પોઈન્ટ વધીને 83535 | Sensex rises 319 points to 83535

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in Business
0 0
0
સેન્સેક્સ 319 પોઈન્ટ વધીને 83535 | Sensex rises 319 points to 83535
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમેરિકામાં શટડાઉનનો અંત આવવાના સંકેત :  આઈટી શેરોની આગેવાનીએ શેરોમાં મજબૂત ઉછાળો 

મુંબઈ : અમેરિકામાં રિપબ્લિકન અને ડમોક્રેટ વચ્ચે લાંબા સમયથી ચાલતાં ઘર્ષણને પરિણામે અમેરિકામાં ઈતિહાસના સૌથી લાંબા શટડાઉનનો હવે સેનેટરોની મીટિંગ બાદ ઉકેલ આવવાના સંકેત મળતાં અમેરિકી શેર બજારોમાં ફયુચર્સમાં નાસ્દાકમાં ૩૭૫ પોઈન્ટના ઉછાળા સાથે વૈશ્વિક બજારોમાં પણ તોફાની તેજી જોવાતાં ભારતીય શેર બજારોમાં આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોની આગેવાનીએ મજબૂત ઉછાળો નોંધાયો હતો. શટડાઉનના પરિણામે અમેરિકાના અર્થતંત્ર, ઉદ્યોગો પર માઠી અસર પડી રહી હોઈ ઉકેલના સંજોગોમાં ફરી આઈટી સહિતના ઉદ્યોગોને રાહતની અપેક્ષાએ ફંડો શેરોમાં ખરીદદાર બન્યા હતા. આઈટી સાથે લાર્સન એન્ડ ટુબ્રોની આગેવાનીએ કેપિટલ ગુડઝ શેરો, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ શેરોમાં આકર્ષણે તેજી બળવતર બની હતી. અલબત ઉછાળે ઈન્ડેક્સ બેઝડ તેમ જ સાઈડ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ થતાં ઉછાળો આંશિક ઘટયો હતો. કોર્પોટે પરિણામો પાછળ સિલેક્ટિવ શેરોમાં ફંડોની ખરીદી રહી હતી. સ્મોલ, મિડ કેપ શેરોમા ંફંડોની સાથે ખેલંદાઓની આજે વ્યાપક વેચવાલી રહી હતી. સેન્સેક્સ ઉપરમાં ૮૩૭૫૪.૪૯ સુધી જઈ અંતે ૩૧૯.૦૭ પોઈન્ટ વધીને ૮૩૫૩૫.૩૫ અને  નિફટી સ્પોટ  ૨૫૬૫૩.૪૫ સુધી જઈ અંતે ૮૨.૦૫ પોઈન્ટ વધીને ૨૫૫૭૪.૩૫ બંધ રહ્યા હતા.

આઈટી ઈન્ડેક્સ ૫૪૧ પોઈન્ટ ઉછળ્યો : એનપીએસટી રૂ.૮૬ ઉછળી રૂ.૧૮૧૧ : લેટેન્ટ વ્યુ, ઝેનસાર વધ્યા

અમેરિકામાં શટડાઉનનો  ઉકેલ આવવાના સંકેત પાછળ આજે સાંજે નાસ્દાક ઈન્ડેક્સ ૩૭૦ પોઈન્ટ જેટલો ઉછળી આવતાં આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની વેચવાલી રહી હતી. નેટવર્ક પીપલ સર્વિસિઝ ટેકનોલોજીસ-એનપીએસટી રૂ.૮૬.૩૫ વધીને રૂ.૧૮૧૧.૨૦, લેટેન્ટ વ્યુ રૂ.૧૮.૭૫ વધીને રૂ.૪૫૫.૨૦,  સિએન્ટ રૂ.૩૨.૮૦ વધીને રૂ.૧૧૪૪.૦૫, માસ્ટેક રૂ.૫૫.૪૦ વધીને રૂ.૨૧૫૭.૭૫, ઈન્ફોસીસ રૂ.૩૭.૨૫ વધીને રૂ.૧૫૧૪.૬૦, સોનાટા સોફ્ટવેર રૂ.૮.૨૫ વધીને રૂ.૩૭૬.૪૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૮.૫૦ વધીને રૂ.૧૫૪૦.૮૦, હેપ્પિએસ્ટ માઈન્ડ રૂ.૯.૧૫ વધીને રૂ.૫૦૩.૭૫, નેલ્કો રૂ.૧૧.૭૫ વધીને રૂ.૮૬૬.૪૫, વિપ્રો રૂ.૩.૪૦ વધીને રૂ.૨૩૯.૯૦, એમ્ફેસીસ રૂ.૩૬.૨૦ વધીને રૂ.૨૭૭૫.૫૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૯૮.૧૫ વધીને રૂ.૮૧૭૭.૨૫, ટીસીએસ રૂ.૩૩.૪૫ વધીને રૂ.૩૦૨૫.૮૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૪૧.૦૩ પોઈન્ટ ઉછળીને ૩૪૯૬૭.૯૨ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૬૦ ઉછળ્યો : એઆઈએ, ભારત ડાયનામિક્સ, કેઈન્સ, હિન્દ એરોનોટિક્સ વધ્યા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફંડોએ પસંદગીની આક્રમક ખરીદી કરી હતી. એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૯૮.૪૫ વધીને રૂ.૩૪૫૨.૫૫, ભારત ડાયનામિક્સ રૂ.૬૭.૬૫ વધીને રૂ.૧૫૧૪.૪૫, કેઈન્સ રૂ.૨૫૨.૦૫ વધીને રૂ.૬૪૮૦.૨૫, ભેલ રૂ.૯.૫૦ વધીને રૂ.૨૭૩.૨૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૬૨.૫૫ વધીને રૂ.૪૭૮૯.૫૦, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૨૬.૬૫ વધીને રૂ.૭૯૪.૫૫, જયોતી સીએનસી રૂ.૧૭.૮૫ વધીને રૂ.૯૦૫.૦૫, મઝગાંવ ડોક રૂ.૩૪.૮૦ વધીને રૂ.૨૭૦૫.૩૫, કોચીન શીપ રૂ.૨૯.૫૦ વધીને રૂ.૧૭૫૫.૯૫  રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૫૯.૬૦ પોઈન્ટ ઉછળીને ૭૦૨૨૫.૬૪ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં સિલેક્ટિવ આકર્ષણ :ઉનો મિન્ડા, અપોલો ટાયર, હ્યુન્ડાઈ ઈન્ડિયા, હીરોમાં તેજી

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોની આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. ઉનો મિન્ડા રૂ.૯૦.૧૦ વધીને રૂ.૧૩૧૯.૩૦, અપોલો ટાયર રૂ.૭.૦૫ વધીને રૂ.૫૨૨.૩૫, હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૩૦.૫૫ વધીને રૂ.૨૩૫૯.૬૦, હીરો મોટોકોર્પ રૂ.૬૪.૫૦ વધીને રૂ.૫૩૬૦.૩૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૪.૯૫ વધીને રૂ.૪૧૦.૬૦, બોશ રૂ.૪૩૫.૫૫ વધીને રૂ.૩૭,૨૫૮.૮૦, ટીવીએસ મોટર રૂ.૩૨.૩૦ વધીને રૂ.૩૪૯૦.૯૦, ભારત ફોર્જ રૂ.૧૦.૫૦ વધીને રૂ.૧૩૨૭.૧૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૬૫.૭૨ પોઈન્ટ વધીને ૫૯૯૪૧.૦૩ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડો લેવાલ : નાલ્કો રૂ.૨૩ ઉછળીને રૂ.૨૫૭ : સેઈલ, એનએમડીસી વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. નાલ્કો રૂ.૨૩ વધીને રૂ.૨૫૭.૪૫, સેઈલ રૂ.૩.૮૫ વધીને રૂ.૧૪૪.૪૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૦.૧૦ વધીને રૂ.૪૮૪.૬૫, એનએમડીસી રૂ.૭૪.૯૯, વેદાન્તા રૂ.૪.૫૫ વધીને રૂ.૫૧૯.૫૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૪.૫૫ વધીને રૂ.૫૧૯.૫૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૭.૬૦ વધીને રૂ.૧૧૭૯.૩૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૭૪.૯૮ પોઈન્ટ વધીને ૩૪૭૧૪.૨૩ બંધ રહ્યો હતો.

સુગરમાં ૧૫ લાખ ટન નિકાસ મંજૂરીએ બલરામપુર ચીની રૂ.૨૮ ઉછળ્યો : બન્નારી, રેણુકા સુગર વધ્યા

કેન્દ્ર સરકારે સુગરની ૧૫ લાખ ટનની નિકાસની મંજૂરી આપતાં અને મોલાસીસ પરની ૫૦ ટકા ડયુટી પાછી ખેંચી લેતાં આજે સુગર મિલ કંપનીઓના શેરોમાં ફંડોએ આક્રમક ખરીદી કરી હતી. બલરામપુર ચીની રૂ.૨૮.૪૫ વધીને રૂ.૪૬૧.૩૫, ડીસીએમ શ્રીરામ રૂ.૫ વધીને રૂ.૧૬૧.૮૦, બન્નારી અમાન સુગર રૂ.૧૦૬.૯૫ વધીને રૂ.૩૬૫૯, રેણુકા સુગર ૭૭ પૈસા વધીને રૂ.૨૮.૬૧, ઉત્તમ સુગર રૂ.૫.૮૫ વધીને રૂ.૨૪૧.૮૦, બજાજ હિન્દુસ્તાન ૪૦ પૈસા વધીને રૂ.૨૧.૫૩ રહ્યા હતા.

ઈન્ડિગો પેઈન્ટસ રૂ.૧૫૧ ઉછળી રૂ.૧૧૫૬ : એચબીએલ, વોલ્ટેમ્પ, ટોરન્ટ ફાર્મા, જેબી કેમિકલ વધ્યા

એ ગુ્રપના આજે પ્રમુખ વધનાર શેરોમાં ઈન્ડિગો પેઈન્ટ રૂ.૧૫૧.૩૦ વધીને રૂ.૧૧૫૬, એચબીએલ એન્જિન રૂ.૧૨૦.૧૫ વધીને રૂ.૧૦૯૯.૫૦, વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર રૂ.૭૮૪.૨૫ વધીને રૂ.૭૯૫૧.૭૦, ટોરન્ટ ફાર્મા રૂ.૨૩૮ વધીને રૂ.૩૮૧૭.૫૦, જેબી કેમિકલ્સ એન્ડ ફાર્મા રૂ.૧૧૧.૭૫ વધીને રૂ.૧૮૧૩.૪૦, નાયકા રૂ.૧૪.૭૦ વધીને રૂ.૨૬૦.૬૫, એમ્ક્યોર રૂ.૬૬.૫૦ વધીને રૂ.૧૪૨૭.૬૫ રહ્યા હતા.

FPIs/FIIની રૂ.૪૧૧૫ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૮૦૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૪૧૧૪.૮૫ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૯૮૦૩.૫૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૯૧૮.૩૭ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૫૮૦૫.૨૬ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૮,૯૩૩.૯૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૧૨૮.૭૧ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૮૯ લાખ કરોડ વધીને રૂ.૪૬૮.૨૦ લાખ કરોડ

શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં મોટું પ્રોફિટ બુકિંગ થવા છતાં ફ્રન્ટલાઈન શેરોમાં આક્રમક તેજીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૮૯ લાખ કરોડ વધીને રૂ.૪૬૮.૨૦ લાખ કરોડ પહોંચ્યું હતું.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ખેલંદાઓનું પ્રોફિટ બુકિંગ વધતાં માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૪૨૩ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સામે આજે અનેક સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે ફંડો, ખેલંદાઓનું પ્રોફિટ બુકિંગ વધતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી.  બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૫૨૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૧૮  અને ઘટનારની સંખ્યા ૨૪૨૩ રહી હતી.

નિક્કી રૂ.૬૩૫ પોઈન્ટ, હેંગસેંગ ૪૦૭ પોઈન્ટ ઉછળ્યા : યુરોપના બજારોમાં સાર્વત્રિક તેજી : અમેરિકામાં તેજી

વૈશ્વિક બજારોમાં અમેરિકામાં શટડાઉનનો અંત આવવાના સંકેતે અમેરિકી શેર બજારો પાછળ મોટો ઉછાળો આવ્યો હતો. એશીયા-પેસેફિક દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૬૩૫ પોઈન્ટનો ઉછાળો, હોંગકોંગનો હેંગસેંગ ૪૦૭ પોઈન્ટનો ઉછાળો, ચાઈનાનો સીએસઆઈ ૧૬ પોઈન્ટનો સુધારો બતાવતા હતા. જ્યારે યુરોપના દેશોના બજારોમાં સાંજે જર્મનીનો ડેક્ષ ૪૨૦ પોઈન્ટનો ઉછાળો, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૧૧૨ પોઈન્ટનો ઉછાળો અને લંડન શેર બજારનો ફુત્સી ૮૨ પોઈન્ટનો ઉછાળો બતાવતા હતા. અમેરિકી શેર બજારોમાં સાંજે ફયુચર્સમાં નાસ્દાકમાં ૩૯૦ પોઈન્ટનો ઉછાળો અને ડાઉ જોન્સમાં ૧૮૦ પોઈન્ટનો ઉછાળો બતાવાતો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ભારતમાં મહિલાઓ સૌથી મોટી લઘુમતી : મહિલા અનામત મુદ્દે સુપ્રીમ | Women are the largest minority in Ind…

ભારતમાં મહિલાઓ સૌથી મોટી લઘુમતી : મહિલા અનામત મુદ્દે સુપ્રીમ | Women are the largest minority in Ind...

રુપિયા ૧૨૦૦ કરોડની આવક થવાની સંભાવના, શીલજ,સાયન્સ સીટી રોડ સહિતના ૧૩ રહેણાંક-કોમર્શિયલ પ્લોટ વેચાશે …

રુપિયા ૧૨૦૦ કરોડની આવક થવાની સંભાવના, શીલજ,સાયન્સ સીટી રોડ સહિતના ૧૩ રહેણાંક-કોમર્શિયલ પ્લોટ વેચાશે ...

ચેટજીપીટીએ ફાંસીનો ફંદો બનાવવાની રીત શીખવતા ઓપનએઆઈ સામે કેસ | ChatGPTA files case against OpenAI for…

ચેટજીપીટીએ ફાંસીનો ફંદો બનાવવાની રીત શીખવતા ઓપનએઆઈ સામે કેસ | ChatGPTA files case against OpenAI for...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા લેબર કોડથી ટેક હોમ સેલેરીમાં નહીં થાય ઘટાડો: સરકારે દૂર કરી ગેરસમજ, સમજો ગણિત | Take Home Salary…

નવા લેબર કોડથી ટેક હોમ સેલેરીમાં નહીં થાય ઘટાડો: સરકારે દૂર કરી ગેરસમજ, સમજો ગણિત | Take Home Salary…

7 months ago
ભારતની બેંકિંગ સિસ્ટમ ટૂંકા ગાળાના દબાણનો સામનો કરે તેવી શક્યતા : RBI | India’s banking system likel…

ભારતની બેંકિંગ સિસ્ટમ ટૂંકા ગાળાના દબાણનો સામનો કરે તેવી શક્યતા : RBI | India’s banking system likel…

12 months ago
માતા-પિતા, બે દીકરી અને 1 દિકરા સહિત સંપૂર્ણ પરિવાર જેસલમેર બસ અકસ્માતમાં હોમાઈ ગયો | jaisalmer bus …

માતા-પિતા, બે દીકરી અને 1 દિકરા સહિત સંપૂર્ણ પરિવાર જેસલમેર બસ અકસ્માતમાં હોમાઈ ગયો | jaisalmer bus …

8 months ago
સંસ્કૃત સપ્તાહ મહોત્સવ: સમી ખાતે જય ભારત શાળામાં ભાષા પ્રત્યેનો ગૌરવ ઉજવાયો

સંસ્કૃત સપ્તાહ મહોત્સવ: સમી ખાતે જય ભારત શાળામાં ભાષા પ્રત્યેનો ગૌરવ ઉજવાયો

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News