![]()
મુંબઈ : વૈશ્વિક મોરચે ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્વના અંતની શરૂઆત અને અમેરિકાના ટેરિફ મામલે કૂણા પડેલા વલણ છતાં વૈશ્વિક બજારોમાં સોના-ચાંદીમાં તેજીનો સટ્ટો વિખેરાવા લાગી ફંડોએ મોટી ઉથલપાથલ શરૂ કર્યાના પરિબળે વૈશ્વિક ઈક્વિટી બજારોમાં પણ સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. પરંતુ વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય શેર બજારોમાં લોકલ ફંડોની સાથે ફોરેન ફંડોએ કોર્પોરેટ પરિણામોની શરૂઆત સાથે આજે તેજીને આગળ વધારી હતી. બેંકિંગ-ફાઈનાન્સ, હેલ્થકેર-ફાર્મા, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, ઓટોમોબાઈલ, રિયાલ્ટી શેરોમાં મોટી ખરીદી થતાં સેન્સેક્સે ૮૨૫૦૦ની સપાટી કુદાવી હતી. જ્યારે નિફટી ૫૦ સ્પોટ પણ ૨૫૨૭૫ની સપાટી કુદાવી ગયો હતો. અંતે સેન્સેક્સ ૩૨૮.૭૨ પોઈન્ટ વધીને ૮૨૫૦૦.૮૨ અને નિફટી સ્પોટ ૧૦૩.૫૫ પોઈન્ટ વધીને ૨૫૨૮૫.૩૫ બંધ રહ્યા હતા. અલબત આજે મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું.
બેંકેક્સ ૬૧૨ પોઈન્ટ ઉછળ્યો : યશ બેંક સાત ટકા ઉછળ્યો : સ્ટેટ બેંક રૂ.૧૯, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૫ વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ સતત પસંદગીની તેજી કરી હતી. યશ બેંકમાં ફંડોની મોટી ખરીદીએ ૭.૦૯ ટકા એટલે કે રૂ.૧.૫૯ ઉછળીને રૂ.૨૪.૦૧ રહ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૮.૬૫ વધીને રૂ.૮૮૦.૭૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૪.૬૫ વધીને રૂ.૭૬૩.૫૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૭૪.૪૧, બેંક ઓફ બરોડા રૂ.૨.૮૫ વધીને રૂ.૨૬૬.૯૦, એક્સિસ બેંક રૂ.૧૨.૬૫ વધીને રૂ.૧૧૮૦.૧૦ રહ્યા હતા. ફાઈનાન્સ, અન્ય બેંકિંગ શેરોમાં સાઉથ ઈન્ડિયન બેંક રૂ.૩.૧૫ વધીને રૂ.૩૪.૨૬, ક્રેસ્ટ રૂ.૧૯.૪૦ વધીને રૂ.૩૬૯.૭૦, જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૮૧૭.૨૦ વધીને રૂ.૧૭,૧૬૨.૧૫, રેલીગેર રૂ.૧૧.૬૦ વધીને રૂ.૨૬૫.૧૦, ટાટા ઈન્વેસ્ટમેન્ટ રૂ.૨૮૪.૪૦ વધીને રૂ.૯૩૦૦.૬૫, બંધન બેંક રૂ.૫.૯૫ વધીને રૂ.૧૬૯.૩૦, જે એન્ડ કે બેંક રૂ.૪.૫૦ વધીને રૂ.૧૦૭.૫૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૧૨.૨૪ પોઈન્ટ વધીને ૬૩૮૭૨.૫૮ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં તેજી : માર્કસન્સ, અગ્રવાર આય, દિવીઝ, આરપીજી લાઈફ, થાયરોકેર, મોરપેનમાં તેજી
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે તેજી કરી હતી. માર્કસન્સ રૂ.૧૨.૪૦ વધીને રૂ.૧૮૧.૭૫, અગ્રવાલ આય રૂ.૩૦.૨૫ વધીને રૂ.૫૩૩, દિવીઝ લેબ. રૂ.૩૪૬.૩૫ વધીને રૂ.૬૪૭૮.૨૦, આરપીજી લાઈફ રૂ.૧૦૫.૭૫ વધીને રૂ.૨૩૪૦, થાયરોકેર રૂ.૫૬.૮૦ વધીને રૂ.૧૨૬૨.૫૦, મોરપેન લેબ. રૂ.૧.૯૮ વધીને રૂ.૪૯.૮૯, નાટકો ફાર્મા રૂ.૩૧ વધીને રૂ.૮૪૪.૫૫, બ્લુ જેટ રૂ.૨૩.૭૦ વધીને રૂ.૬૭૮, સિપ્લા રૂ.૪૯ વધીને રૂ.૧૫૬૧.૫૫, ન્યુલેન્ડ લેબ. રૂ.૫૬૨.૬૫ વધીને રૂ.૧૬,૨૭૬.૫૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૩૬.૨૪ પોઈન્ટ વધીને ૪૪૬૮૮.૧૭ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં ફંડોનું આકર્ષણ : મારૂતી રૂ.૨૭૫, બજાજ ઓટો રૂ.૧૪૨, આઈશર મોટર્સ રૂ.૬૬ વધ્યા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે સતત ખરીદી કરી હતી. મારૂતી સુઝુકી રૂ.૨૭૫.૫૦ વધીને રૂ.૧૬,૨૫૨, બજાજ ઓટો રૂ.૧૪૨.૩૫ વધીને રૂ.૮૯૫૩.૪૫, આઈશર મોટર્સ રૂ.૬૬ વધીને રૂ.૬૯૬૩.૨૫, ભારત ફોર્જ રૂ.૧૧.૪૦ વધીને રૂ.૧૨૨૦.૫૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૯૧.૨૮ પોઈન્ટ વધીને ૫૯૬૨૬.૨૬ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર શેરોમાં વેલ્યુબાઈંગ વધ્યું : પીજી ઈલેક્ટ્રો. રૂ.૩૩, બ્લુ સ્ટાર રૂ.૫૩, વોલ્ટાસ રૂ.૩૬ વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોનું વેલ્યુબાઈંગ વધ્યું હતું. પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૩૩.૩૦ વધીને રૂ.૫૮૫.૯૦, બ્લુ સ્ટાર રૂ.૫૩.૨૦ વધીને રૂ.૧૯૪૫.૭૫, વોલ્ટાસ રૂ.૩૬.૦૫ વધીને રૂ.૧૪૧૭.૯૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૩૨૩.૭૫ વધીને રૂ.૧૭,૪૧૯.૪૫, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૧૫.૫૫ વધીને રૂ.૧૧૭૧.૪૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૩.૧૫ વધીને રૂ.૧૪૯૯.૪૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૧૯.૯૧ પોઈન્ટ વધીને ૫૯૫૭૮.૩૭ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં લોકલ ફંડો લેવાલ : આરવીએનએલ, કાર્બોરેન્ડમ, ગ્રાઈન્ડવેલ વધ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ સતત લોકલ ફંડો લેવાલ રહેતાં તેજી જોવાઈ હતી. આરવીએનએલ રૂ.૪.૮૦ વધીને રૂ.૩૩૫.૬૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૧૧.૨૫ વધીને રૂ.૯૯૮, ગ્રાઈન્ડવેલ નોર્ટન રૂ.૧૩.૭૫ વધીને રૂ.૧૫૮૪.૫૦, ભારત ડાયનામિક્સ રૂ.૮.૬૫ વધીને રૂ.૧૧૨૭, થર્મેક્સ રૂ.૨૫ વધીને રૂ.૩૩૦૦, ટીટાગ્રહ રૂ.૩.૭૫ વધીને રૂ.૭૦૩.૪૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૨૭.૮૪ પોઈન્ટ વધીને ૬૯૫૫૨.૫૯ બંધ રહ્યો હતો.
સોના-ચાંદીમાં કરેકશને મેટલ-માઈનીંગ શેરોમાં તેજીને બ્રેક : સેઈલ, હિન્દુસ્તાન ઝિંક, જિન્દાલ સ્ટીલ ઘટયા
વિશ્વ બજારમાં ચાંદી અને સોનાના ભાવોમાં રેકોર્ડ તેજી બાદ ગઈકાલે મોટું કરેકશન સાથે ઉથલપાથલ જોવાતાં નોન-ફેરસ મેટલના ભાવો પણ વધતાં અટકતાં મેટલ-માઈનીંગ શેરોમાં તેજીને બ્રેક લાગી હતી. સેઈલ રૂ.૪.૪૦ ઘટીને રૂ.૧૩૨.૨૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૩.૯૫ ઘટીને રૂ.૪૯૮.૩૦, જિન્દાલ સ્ટીલ રૂ.૨૪.૪૫ ઘટીને રૂ.૧૦૧૫.૦૫, નાલ્કો રૂ.૪.૯૫ ઘટીને રૂ.૨૨૪.૫૦, ટાટા સ્ટીલ રૂ.૨.૬૦ ઘટીને રૂ.૧૭૩.૮૦, વેદાન્તા રૂ.૨.૦૫ ઘટીને રૂ.૨૮૨.૧૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૯૪.૫૫ પોઈન્ટ ઘટીને ૩૩૯૯૦.૫૬ બંધ રહ્યો હતો.
FPIs/FIIની કેશમાં રૂ.૪૫૯ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૭૦૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં રૂ.૪૫૯.૨૦ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૦,૨૩૬.૦૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૭૭૬.૮૭ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૧૭૦૭.૮૩ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૨,૭૬૦.૦૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૦૫૨.૨૩ કરોડની વેચવાલી કરી હતી.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓનું ફરી વ્યાપક ખરીદીનું આકર્ષણ : ૨૪૭૪ શેરો પોઝિટીવ બંધ
સેન્સેક્સ, નિફટીમાં તેજી આજે આગળ વધ્યા સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ફરી વ્યાપક વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૫૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૪૭૪ અને ઘટનારની સંખ્યા ૧૭૦૬ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૭૨ લાખ કરોડ વધીને રૂ.૪૬૨.૦૮ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટીમાં મોટી તેજી સાથે આજે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપ અને અન્ય રોકડાના શેરોમાં વ્યાપક આકર્ષણે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૭૨ લાખ કરોડ વધીને રૂ.૪૬૨.૦૮ લાખ કરોડ પહોંચ્યું હતું.










