gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 411 પોઈન્ટ ઉછળી 84363 | Sensex rises 411 points to 84363

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in Business
0 0
0
સેન્સેક્સ 411 પોઈન્ટ ઉછળી 84363 | Sensex rises 411 points to 84363
2
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતીય શેર બજારોમાં આજે-સોમવારે  સંવત ૨૦૮૧એ શેરોમાં સાર્વત્રિક તેજી સાથે વિદાય લીધી હતી. એશીયાના બજારોમાં સાર્વત્રિક તેજી સાથે યુરોપના બજારોમાં મજબૂતીએ ફંડોએ તેજી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની ઔદ્યોગિક, આર્થિક વૃદ્વિનો નવો અધ્યાય શરૂ થયો હોવાનું અને મેઈક ઈન ઈન્ડિયાના મિશનમાં કોર્પોરેટ ઈન્ડિયા ઉત્સાહભેર જોડાઈ ગયા હોઈ સ્થાનિક સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોના વધતાં વિશ્વાસ અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ પણ તક ચૂકી જવાના વસવસા વચ્ચે શેરોમાં ખરીદદાર બનવા લાગતાં બજાર સેન્સેક્સ, નિફટી બેઝડ વિક્રમી તેજી તરફ રોકેટગતિએ આગળ વધ્યું હતું.  સેન્સેક્સ ૪૧૧.૧૮ પોઈન્ટ વધીને ૮૪૩૬૩.૩૭ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૩૩.૩૦ પોઈન્ટ વધીને ૨૫૮૪૩.૧૫ બંધ રહ્યા હતા.

હેલ્થકેર ઈન્ડેક્સ ૩૬૪ ઉછળ્યો 

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડોએ આજે ફરી મોટી ખરીદી કરી હતી. નવા સંવત ૨૦૮૨માં હેલ્થકેર ક્ષેત્રે શેરોમાં રોકાણ પર સારી તકોની અપેક્ષાએ ફંડોએ આજે વેલ્યુબાઈંગ કર્યું હતું. એસ્ટરડીએમ રૂ.૧૫.૮૦ વધીને રૂ.૭૧૮.૬૦, બાયોકોન રૂ.૭.૯૫ વધીને રૂ.૩૬૪, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૂ.૨૬.૪૦ વધીને રૂ.૧૨૮૨.૪૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૬૩.૫૧ પોઈન્ટ વધીને ૪૫૨૬૮.૮૭ બંધ રહ્યો હતો.

આઈટી-સોફ્ટવેર શેરોમાં ઘટાડે ફંડોની ખરીદી 

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ઘટાડે ફંડોએ મોટી ખરીદી કરી હતી. સિએન્ટ રૂ.૨૩.૭૫ વધીને રૂ.૧૧૯૫.૫૫, ટીસીએસ રૂ.૫૧.૬૫ વધીને રૂ.૩૦૧૪.૨૫, પર્સિસ્ટન્ટ રૂ.૮૪.૨૦ વધીને રૂ.૫૮૩૯.૯૫, ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૧  વધીને રૂ.૫૮૬.૧૦, ઓરિએન્ટ ટેકનોલોજી રૂ.૯.૦૫ વધીને રૂ.૪૬૪.૦૫ રહ્યા હતા.  બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૨૬.૮૪ પોઈન્ટ વધીને ૩૪૫૦૬.૨૯ બંધ રહ્યો હતો.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં નવેસરથી તેજી

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ નવેસરથી તેજીના મંડાણ કરીને આજે મિડ સાઈઝ બેંકો અને લાર્જ બેંકિંગ શેરોમાં તેજી કરી હતી. આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૫ વધીને રૂ.૭૬.૯૧, ફેડરલ બેંક રૂ.૧૪.૭૦ વધીને રૂ.૨૨૭.૧૦, બેંક ઓફ બરોડા રૂ.૭.૦૫ વધીને રૂ.૨૭૧.૪૦, એક્સિસ બેંક રૂ.૨૬ વધીને રૂ.૧૨૨૬.૧૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૭.૫૦ વધીને રૂ.૯૦૬.૮૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૮.૨૦ વધીને રૂ.૭૫૯.૬૫ રહ્યા હતા.

મિડ સાઈઝ બેંકોમાં તેજી 

સ્મોલ, મિડ સાઈઝ બેંકો, ફાઈનાન્સ શેરોમાં આજે વ્યાપક તેજી જોવાઈ હતી. સીએસએલ ફાઈનાન્સ રૂ.૧૬.૪૦ વધીને રૂ.૨૮૬.૮૫ રહ્યા હતા.  બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૨૧.૧૨ પોઈન્ટ વધીને ૬૫૩૭૯.૨૫ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણ વધ્યું 

રશીયા પાસેથી ભારતને ઓઈલ નહીં ખરીદવા ટ્રમ્પની ધમકી સામે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ સાધારણ ઘટાડા તરફી રહી બ્રેન્ટ ૪૦ સેન્ટ ઘટીને ૬૦.૮૯ ડોલર પ્રતિ બેરલ, નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ૪૫ સેન્ટ ઘટીને ૫૭.૦૯ ડોલર નજીક રહેતાં ઓઈલ-ગેસ શેરોમાં રિલાયન્સની આગેવાનીએ તેજી રહી હતી. રિલાયન્સ શેર રૂ.૪૯.૮૫ વધીને રૂ.૧૪૬૬.૮૦ રહ્યો હતો. પેટ્રોનેટ એલએનજી રૂ.૩.૭૦ વધીને રૂ.૨૭૯.૩૫, એચપીસીએલ રૂ.૫.૪૦ વધીને રૂ.૪૫૪, બીપીસીએલ રૂ.૨.૭૫ વધીને રૂ.૩૩૮.૪૦ રહ્યા હતા. 

FPIs/FIIની કેશમાં રૂ.૭૯૦ કરોડની ખરીદી 

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૭૯૦.૪૫ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૧,૭૮૬.૩૩  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૯૯૫.૮૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૨૪૮૫.૪૬ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૫,૬૯૦.૩૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૨૦૪.૯૧કરોડની વેચવાલી કરી હતી.

રોકાણકારોની સંપતિ રૂ.૨.૭૬ લાખ કરોડ વધી

સેન્સેક્સ, નિફટીમાં  તેજી સાથે ફંડો, ખેલંદાઓની શેરોમાં વ્યાપક તેજીના પરિણામે આજે  રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૭૬  લાખ કરોડ વધીને રૂ.૪૬૯.૬૮ લાખ કરોડ પહોંચ્યું હતું.

જાપાનનો નિક્કી ૧૬૦૩ પોઈન્ટ ઉછળ્યો 

વૈશ્વિક શેર બજારોમાં આજે એશીયા, યુરોપના દેશોના શેર બજારોમાં મોટી તેજી જોવાઈ હતી. એશીયા-પેસેફિક દેશોમાં જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૧૬૦૩.૩૫ પોઈન્ટ ઉછળીને ૪૯૧૮૫.૫૦, હોંગકોંગનો હેંગસેંગ ૬૧૧.૭૩ પોઈન્ટ વધીને ૨૫૮૫૮.૮૩રહ્યા હતા. જ્યારે યુરોપના દેશોના બજારોમાં સાંજે ચાલુ બજારે જર્મનીનો ડેક્ષ ૩૦૦ પોઈન્ટનો ઉછાળો, લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૪૫ પોઈન્ટનો સુધારો બતાવતા હતા

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો હાઉસફૂલ : વેઈટિંગના પાટિયા | Long distance trains departing from …

ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો હાઉસફૂલ : વેઈટિંગના પાટિયા | Long distance trains departing from ...

નવી ચલણી નોટોના બંડલ માટે બેંકોમાં અઠવાડિયા સુધી ભીડ રહી | Banks were crowded for weeks for bundles …

નવી ચલણી નોટોના બંડલ માટે બેંકોમાં અઠવાડિયા સુધી ભીડ રહી | Banks were crowded for weeks for bundles ...

રાજ્યના 5 જિલ્લામાં પાક નુકશાન થતા 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયુ | Agricultural relief pac…

રાજ્યના 5 જિલ્લામાં પાક નુકશાન થતા 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયુ | Agricultural relief pac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુર: હાઈવેની કામગીરી બની કાળમુખી, ઓવરલોડ લાકડા ભરેલા ટ્રેક્ટર પરથી પટકાતા મજૂરનું મોત, 2 બાળક…

છોટાઉદેપુર: હાઈવેની કામગીરી બની કાળમુખી, ઓવરલોડ લાકડા ભરેલા ટ્રેક્ટર પરથી પટકાતા મજૂરનું મોત, 2 બાળક…

7 months ago
‘મમતા દીદીનું ઓછપવાળું રાજકારણ..’, અજિત પવારના નિધન પર સવાલ ઉઠતાં CM ફડણવીસની તીખી પ્રતિક્રિયા | Bar…

‘મમતા દીદીનું ઓછપવાળું રાજકારણ..’, અજિત પવારના નિધન પર સવાલ ઉઠતાં CM ફડણવીસની તીખી પ્રતિક્રિયા | Bar…

7 months ago
ભારત-રશિયાના વિસ્ફોટક કરારથી ભડક્યાં અમેરિકા-NATO, તો ભારતે આપી દીધો જડબાતોડ જવાબ | Donald trump nat…

ભારત-રશિયાના વિસ્ફોટક કરારથી ભડક્યાં અમેરિકા-NATO, તો ભારતે આપી દીધો જડબાતોડ જવાબ | Donald trump nat…

1 year ago
મજૂરીના બાકી ૧૦ લાખ નહીં મળતા પેટા કોન્ટ્રાક્ટરનો ફાંસો ખાઈ આપઘાત | Subcontractor commits suicide by…

મજૂરીના બાકી ૧૦ લાખ નહીં મળતા પેટા કોન્ટ્રાક્ટરનો ફાંસો ખાઈ આપઘાત | Subcontractor commits suicide by…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News