gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 567 પોઈન્ટની છલાંગે 84779: નિફટી 26000 | Sensex jumps 567 points to 84779: Nifty 26000

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in Business
0 0
0
સેન્સેક્સ 567 પોઈન્ટની છલાંગે 84779: નિફટી 26000 | Sensex jumps 567 points to 84779: Nifty 26000
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિક્રમ સંવત ૨૦૭૨ના આજે ઘણા બજારો દિવાળીના તહેવારોની રજા અને લાભ પાંચમ બાદ આજે ખુલ્યા સાથે ભારતીય શેર બજારોમાં પણ એકથી વધુ પોઝિટીવ વૈશ્વિક અને સ્થાનિક પરિબળોએ રોકાણકારો માટે લાભકારક તેજી સાથે સપ્તાહની શરૂઆત થઈ હતી. વૈશ્વિક મોરચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ મામલે આક્રમકતા બાદ ચાઈનાને ચેકમેટ કરવા એશીયાના ચાર દેશો સાથે રેર અર્થ સપ્લાય સુરક્ષા માટે મહત્વના ટ્રેડ કરાર કરતાં અને અમેરિકા-ચાઈના વચ્ચે દક્ષિણ કોરિયામાં મળનારી મીટિંગમાં ટ્રેડ ડિલની અપેક્ષા તેમ જ ભારત સાથે પણ ટૂંક સમયમાં પોઝિટીવ ટ્રેડ ડિલની સંભાવનાને લઈ આજે ફંડો, મહારથીઓએ શેરોમાં ઓલ રાઉન્ડ તેજી કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં ઓઈલ-ગેસ શેરો સાથે ભારતી એરટેલ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ શેરોમાં ખરીદી તેમ જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બેંકો દ્વારા એક્વિઝિશન ફાઈનાન્સ પર ડ્રાફ્ટ ધોરણો ઈસ્યુ કરવા સહિતના સુધારાની પોઝિટીવ અસરે બેંકિંગ શેરોમાં તેજી અને ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ખરીદી રહી હતી. સેન્સેક્સ ૫૬૬.૯૬ પોઈન્ટ ઉછળીને ૮૪૭૭૮.૮૪ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ઈન્ટ્રા-ડે ૨૬૦૦૦ની સપાટી પાર કરી ૨૬૦૦૫.૯૫ સુધી જઈ અંતે ૧૭૦.૯૦ પોઈન્ટ ઉછળીને ૨૫૯૬૬.૦૫ બંધ રહ્યા હતા.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીએ તેજી : રૂ.૩૨ વધીને રૂ.૧૪૮૪ : બીપીસીએલ, એચપીસીએલ વધ્યા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીએ આજે ફંડોની ફ્રન્ટલાઈનઓઈલ-ગેસ  શેરોમાં તેજી રહી હતી. રિલાયન્સ રૂ.૩૨.૫૫ વધીને રૂ.૧૪૮૪,  બીપીસીએલ રૂ.૧૨.૮૫ વધીને રૂ.૩૪૨.૯૦, એચપીસીએલ રૂ.૧૫.૪૦ વધીને રૂ.૪૫૪, આઈઓસી સારા પરિણામે રૂ.૪.૮૦ વધીને રૂ.૧૫૫.૧૫ રહ્યા હતા.  બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૪૧૩.૧૬ પોઈન્ટ ઉછળીને ૨૭૯૮૮.૨૦ બંધ રહ્યો હતો.

બેંકેક્સ ઈન્ડેક્સ ૪૨૩ પોઈન્ટ ઉછળ્યો : ફેડરલ બેંક, બીઓબી, સ્ટેટ બેંક, ઈન્ડસઈન્ડ, એક્સિસ બેંકમાં તેજી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બેંકિંગ ક્ષેત્રે સુધારાથી બેંકોના કોર્પોરેટ ઈન્ડિયાને એક્વિઝિશન સહિત માટે ધિરાણ વધવાની અપેક્ષા અને બેંકોની કામગીરી સુધરવાના અંદાજોએ આજે ફંડોની બેંકિંગ શેરોમાં તેજી રહી હતી. ફેડરલ બેંક રૂ.૬.૫૫ વધીને રૂ.૨૩૩.૯૫, બેંક ઓફ બરોડા રૂ.૭.૬૫ વધીને રૂ.૨૭૪, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૮.૮૫ વધીને રૂ.૯૨૩.૨૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૫.૨૫ વધીને રૂ.૭૭૦.૬૫, એક્સિસ બેંક રૂ.૧૨.૧૦ વધીને રૂ.૧૨૫૪.૧૫, એચડીએફસી બેંક રૂ.૮.૨૦ વધીને રૂ.૧૦૦૨.૯૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૨૨.૫૬ પોઈન્ટ ઉછળીને ૬૫૫૧૨.૬૦ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં તેજી : અશોક લેલેન્ડ, હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ, ભારત ફોર્જ વધ્યા

તહેવારોની સીઝનમાં વાહનોના વેચાણને સારો પ્રતિસાદ મળતાં ઓટોમોબાઈલ કંપનીઓની કામગીરી મજબૂત રહેવાની અપેક્ષા અને ટાટા મોટર્સમાંથી ડિમર્જ થયેલી ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિસ્ટ થવાની સાથે મજબૂતીએ આજે ઓટો શેરોમાં આકર્ષણ રહ્યું હતું. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ રૂ.૬.૬૦ વધીને રૂ.૪૧૦.૧૦, અશોક લેલેન્ડ રૂ.૪.૫૦ વધીને રૂ.૧૪૦.૮૫, હીરો મોટોકોર્પ રૂ.૧૧૦.૪૫ વધીને રૂ.૫૬૪૮.૫૦, ભારત ફોર્જ રૂ.૧૮.૪૦ વધીને રૂ.૧૩૦૧.૯૦, ટીવીએસ મોટર રૂ.૩૯.૨૫ વધીને રૂ.૩૬૩૯.૦૫, અપોલો ટાયર રૂ.૫.૫૦ વધીને રૂ.૫૦૫.૫૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૩૨.૩૯ પોઈન્ટ વધીને ૬૦૭૪૧.૬૬ બંધ રહ્યો હતો.

મેટલ ઈન્ડેક્સ ૩૭૬ પોઈન્ટ ઉછળ્યો : જિન્દાલ સ્ટીલ, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, જિન્દાલ સ્ટેનલેસમાં તેજી

એશીયાના ચાર દેશો સાથે અમેરિકાની ટ્રેડ ડિલ અને ચાઈના સાથે ડિલની અપેક્ષાએ અને લંડન મેટલ એક્સચેન્જમાં નોન-ફેરસ મેટલ-ઈન્ડસ્ટ્રીયલ મેટલના ભાવોમાં તેજીના પગલે મેટલ-માઈનીંગ શેરોમાં ફંડો સતત લેવાલ રહ્યા હતા. જિન્દાલ સ્ટીલ રૂ.૨૬.૨૫ વધીને રૂ.૧૦૩૩.૮૫, હિન્દાલ્કો રૂ.૧૬.૬૫ વધીને રૂ.૮૪૦.૮૦, વેદાન્તા રૂ.૯.૩૫ વધીને રૂ.૫૦૫.૦૫, ટાટા સ્ટીલ રૂ.૨.૧૦ વધીને રૂ.૧૭૬.૬૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૯.૦૫ વધીને રૂ.૮૧૧.૫૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૦ વધીને રૂ.૧૧૫૦.૩૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૭૬.૪૫ પોઈન્ટ વધીને ૩૪૬૬૭.૪૪ બંધ રહ્યો હતો.

રિયાલ્ટી શેરોમાં તેજીનો ચમકારો : બ્રિગેડ એન્ટર, શોભા ડેવલપર્સ, અનંતરાજ, ઓબેરોય રિયાલ્ટી વધ્યા

રિયાલ્ટી કંપનીઓના શેરોમાં ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. બ્રિગેડ એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૬.૪૦ વધીને રૂ.૧૦૩૫.૦૫, શોભા ડેવલપર્સ રૂ.૩૩.૪૫ વધીને રૂ.૧૫૬૬.૫૫, અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૩.૨૦ વધીને રૂ.૬૩૦.૭૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૩૫.૧૦ વધીને રૂ.૧૭૩૫.૨૫, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૩૧ વધીને રૂ.૧૭૮૩.૯૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૩૩.૩૦ વધીને રૂ.૨૩૨૦.૬૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓનું ઉછાળે પ્રોફિટ બુકિંગ : ૨૧૯૮ શેરો નેગેટીવ બંધ

સપ્તાહની શરૂઆતે સેન્સેક્સ, નિફટી બેઝડ  આક્રમક તેજી છતાં ફંડો, ખેલંદાઓએ સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં પસંદગીની ખરીદી સામે ઘણા શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગે માર્કેટબ્રેડથ સાધારણ નેગેટીવ રહી હતી.  બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૫૧૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૯૯  અને ઘટનારની સંખ્યા ૨૧૯૮ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૫૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૪૯૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૫૫.૫૮ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૧,૮૨૩.૩૫  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૮૭૮.૯૩ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૨૪૯૨.૧૨ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.ત્રણ લાખ કરોડ વધીને રૂ.૪૭૧.૯૨ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં  તેજી સાથે ફંડોની એ ગુ્રપના શેરોમાં પસંદગીની મોટી તેજીના પરિણામે આજે  રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.ત્રણ  લાખ કરોડ વધીને રૂ.૪૭૧.૯૨ લાખ કરોડ પહોંચ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી એક ઝાટકે ₹2800 સસ્તી, સોનું ₹1300 તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold Sil…
Business

વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી એક ઝાટકે ₹2800 સસ્તી, સોનું ₹1300 તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold Sil…

April 6, 2026
મિડલ ઈસ્ટના યુદ્ધની ઈફેક્ટ : રબર પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું | Middle East Te…
Business

મિડલ ઈસ્ટના યુદ્ધની ઈફેક્ટ : રબર પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું | Middle East Te…

April 6, 2026
ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું | Global o…
Business

ક્રૂડ ઓઈલમાં ભડકો: ટ્રમ્પની ધમકી બાદ $110 ને પાર, અમેરિકામાં પેટ્રોલ 2022 પછી સૌથી મોંઘું | Global o…

April 6, 2026
Next Post
અમદાવાદ ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન | Unseasonal rains in Ahmedabad rural di…

અમદાવાદ ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન | Unseasonal rains in Ahmedabad rural di...

બોરસદના માર્ગો આસપાસ ફૂટપાથ ઉપર જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય | The kingdom of wild plants on the sidew…

બોરસદના માર્ગો આસપાસ ફૂટપાથ ઉપર જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય | The kingdom of wild plants on the sidew...

વડોદરામાં પ્રતાપ નગર રેલવે કોલોનીના બંધ મકાનમાંથી 1.87 લાખની ચોરી | 1 87 lakh stolen from locked hou…

વડોદરામાં પ્રતાપ નગર રેલવે કોલોનીના બંધ મકાનમાંથી 1.87 લાખની ચોરી | 1 87 lakh stolen from locked hou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ઈન્સ્ટાગ્રામ મિત્રતા બાદ યુવકે બે સંતાનોની માતાને લગ્ન માટે દબાણ કર્યું, વીડિયો વાઈરલ કરતા …

અમદાવાદ: ઈન્સ્ટાગ્રામ મિત્રતા બાદ યુવકે બે સંતાનોની માતાને લગ્ન માટે દબાણ કર્યું, વીડિયો વાઈરલ કરતા …

3 weeks ago
કલાતીર્થ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને કલાના સંવર્ધન માટે કાર્યરત મહાનુભાવોનું સન્માન કરાયું

કલાતીર્થ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને કલાના સંવર્ધન માટે કાર્યરત મહાનુભાવોનું સન્માન કરાયું

9 months ago
નવ મહિનાના સમયમાં બ્રિજ રીસ્ટોર કરી દેવાશે, સુભાષબ્રિજનું હયાત સુપર સ્ટ્રકચર તોડી સ્ટીલ સ્ટ્રકચરથી ર…

નવ મહિનાના સમયમાં બ્રિજ રીસ્ટોર કરી દેવાશે, સુભાષબ્રિજનું હયાત સુપર સ્ટ્રકચર તોડી સ્ટીલ સ્ટ્રકચરથી ર…

1 month ago
આણંદ જિલ્લાના 18,12,327 પૈકીના 2,31,799 મતદારોના નામ કમી થશે | The names of 2 31 799 voters out of 1…

આણંદ જિલ્લાના 18,12,327 પૈકીના 2,31,799 મતદારોના નામ કમી થશે | The names of 2 31 799 voters out of 1…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News