gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 715 પોઈન્ટનું ગાબડું પૂરી અંતે 302 પોઈન્ટ વધીને 83878 | Sensex closes 302 points higher at…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in Business
0 0
0
સેન્સેક્સ 715 પોઈન્ટનું ગાબડું પૂરી અંતે 302 પોઈન્ટ વધીને 83878 | Sensex closes 302 points higher at…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આકરાં તેવરને કારણે  વિશ્વ અસાધારણ અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યું હોઈ ઈરાન પર ગમે  તે ઘડીએ અમેરિકી સૈન્યની એટેકની તૈયારી અને બીજી તરફ ગ્રીનલેન્ડ સહિતને કબજે કરવાના મક્કમ નિર્ધારને લઈ જીઓપોલિટીકલ ટેન્શન વધી રહ્યું છે. જ્યારે બીજી તરફ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ રશીયા પાસેથી ઓઈલ ખરીદી મામલે ઘોંચમાં પડી હોઈ હવે ભારતે વેનેઝુએલા પાસેથી અમેરિકાએ કબજે કરેલા ઓઈલની ખરીદી કરવાની તૈયારીની સંકેત આપતાં ટ્રેડ વાટાઘાટ ફરી શરૂ થવાના અહેવાલો વહેતાં થતાં ભારતીય શેર બજારોમાં આજે આરંભિક રકાસ બાદ ઝડપી રિકવરી જોવાઈ હતી. કેપિટલ ગુડઝ-પાવર, હેલ્થકેર-ફાર્મા શેરોમાં મોટા ધોવાણ સામે ઘટાડે મેટલ-માઈનીંગ શેરોની આગેવાનીએ શોર્ટ કવરિંગ સાથે પસંદગીની ખરીદી થતાં અને ઓઈલ-ગેસ, બેંકિંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણે બજારે ઝડપી રિકવરી બતાવી હતી. કોર્પોરેટ પરિણામોની અસર ખાસ બજાર પર જોવાઈ નહોતી.  સેન્સેક્સ આરંભમાં ૭૧૫.૧૭ પોઈન્ટના કડાકે નીચામાં ૮૨૮૬૧.૦૭ સુધી પટકાયા બાદ ઝડપી રિકવરીમાં ઘટાડો પૂર્ણ પચાવી ઉપરમાં ૮૩૯૬૨.૩૩ સુધી જઈ અંતે ૩૦૧.૯૩ પોઈન્ટ વધીને ૮૩૮૭૮.૧૭ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ નીચામાં ૨૫૪૭૩.૪૦ સુધી પટકાઈ ઝડપી રિકવર થઈ ઉપરમાં ૨૫૮૧૩.૧૫ સુધી જઈ અંતે ૧૦૬.૯૫ પોઈન્ટ વધીને ૨૫૭૯૦.૨૫ બંધ રહ્યો હતો. અલબત સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ફંડો, ઓપરેટરો વેચવાલ રહ્યા હતા.

ચાંદીમાં ફરી તેજી પાછળ મેટલ ઈન્ડેક્સ ૭૦૪ પોઈન્ટ ઉછળ્યો : હિન્દુસ્તાન ઝિંક, વેદાન્તા, ટાટા સ્ટીલ વધ્યા

સોના-ચાંદીના ભાવોમાં ફરી તોફાની ઉછાળો આવતાં મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. હિન્દુસ્તાન ઝિંક રૂ.૨૦.૬૫ વધીને રૂ.૬૨૭.૬૦, વેદાન્તા રૂ.૧૭.૫૦ વધીને રૂ.૬૨૭.૪૦, ટાટા સ્ટીલ રૂ.૪.૯૦ વધીને રૂ.૧૮૩.૨૦, સેઈલ રૂ.૩.૬૫ વધીને રૂ.૧૪૯.૨૫, હિન્દાલ્કો રૂ.૧૮.૪૦ વધીને રૂ.૯૧૯.૯૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૨.૫૫ વધીને રૂ.૧૧૮૧.૯૦, એનએમડીસી રૂ.૧.૧૯ વધીને રૂ.૮૧.૭૪ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૭૦૪.૦૫ પોઈન્ટ ઉછળીને ૩૭૩૧૨.૬૯ બંધ રહ્યો હતો. 

ઓઈલ-ગેસ શેરોમાં સિલેક્ટિવ વેલ્યુબાઈંગ : ઓઈલ ઈન્ડિયા, બીપીસીએલ, ગેઈલ, ઓએનજીસી મજબૂત

ઈરાન પર અમેરિકાના હુમલાની તૈયારી વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભઆવ વધી આવ્યા છતાં ભારત દ્વારા રશીયાથી ઓઈલની ખરીદી ઘટાડીને ટ્રમ્પને ખુશ કરવા હવે અમેરિકાના કબજાના વેનેઝુએલાથી ઓઈલની ખરીદી કરવાની તૈયારીના અહેવાલોએ આજે ઓઈલ-ગેસ શેરોમાં સતત પસંદગીની ખરીદી થઈ હતી. ઓઈલ ઈન્ડિયા રૂ.૫.૫૫ વધીને રૂ.૪૨૫.૭૫, બીપીસીએલ રૂ.૪.૩૫ વધીને રૂ.૩૫૮.૬૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૧.૯૫ વધીને રૂ.૧૬૬.૩૫, ઓએનજીસી રૂ.૧.૬૦ વધીને રૂ.૨૩૫.૭૦,  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮ વધીને રૂ.૧૪૮૩.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૭૨.૧૦ પોઈન્ટ વધીને ૨૭૪૩૫.૮૭ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં ફંડો લેવાલ : ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૪ વધીને રૂ.૯૦૬ : સ્ટેટ બેંક, આઈસીઆઈસીઆઈ વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૩.૬૫ વધીને રૂ.૯૦૫.૭૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૫.૦૫ વધીને રૂ.૧૦૧૫.૦૫, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧.૯૦ વધીને રૂ.૧૬૪.૧૦, એયુ બેંક રૂ.૭.૮૦ વધીને રૂ.૧૦૦૬.૮૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૯.૬૦ વધીને રૂ.૧૪૧૩.૧૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૪૩.૩૦ પોઈન્ટ વધીને ૬૬૮૬૦.૨૨ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેલ્યુબાઈંગ : એશીયન પેઈન્ટ રૂ.૭૨ વધીને રૂ.૨૮૯૭ : ટાઈટન વધ્યો

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં  પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. એશીયન પેઈન્ટ રૂ.૭૧.૮૫ વધીને રૂ.૨૮૯૬.૩૫, ટાઈટન કંપની રૂ.૨૮.૪૫ વધીને રૂ.૪૨૩૧.૪૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૩૪.૮૧ પોઈન્ટ વધીને ૬૧૮૩૨.૮૮ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પ્રીમિયમ એનજીૅ, વારી એનજીૅ, જયોતી સીએનસીમાં મજબૂતી

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોએ સતત એક્ઝિટ કરવાનું ચાલુ રાખતાં આજે ઘણા શેરોમાં નરમાઈ રહી હતી. અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૧૩.૩૫ ઘટીને રૂ.૭૮૬૭.૯૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૩૬.૨૦ ઘટીને રૂ.૩૯૭૫.૩૦, જીવીટીડી રૂ.૧૮૦ ઘટીને રૂ.૨૭૨૦.૩૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૩૪.૬૦ ઘટીને રૂ.૧૧૨૫.૭૫, ભેલ રૂ.૬.૭૫ ઘટીને રૂ.૨૬૭.૯૫, થર્મેક્સ રૂ.૭૩.૭૫ ઘટીને રૂ.૨૯૪૯.૦૫, પાવર ઈન્ડિયા રૂ.૪૨૯ ઘટીને રૂ.૧૭,૪૩૨.૬૦, સિમેન્સ રૂ.૬૭.૪૫ ઘટીને રૂ.૨૯૮૧.૭૦ રહ્યા હતા. અલબત સિલેક્ટિવ ખરીદીએ આજે પ્રીમિર એનજીૅ રૂ.૨૭.૮૫ વધીને રૂ.૭૪૫.૭૫, પીટીસીઆઈએલ રૂ.૩૬૪.૦૫ વધીને રૂ.૧૭,૯૫૫.૮૫, વારી એનજીૅ રૂ.૩૨.૧૫ વધીને રૂ.૨૫૭૭.૪૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૫૪.૨૦ વધીને રૂ.૪૫૧૭.૫૦, જયોતી સીએનસી રૂ.૧૦.૭૦ વધીને રૂ.૯૩૭.૩૫, ભારત ડાયનામિક્સ રૂ.૧૪.૯૫ વધીને રૂ.૧૫૩૪.૭૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૩૪.૭૭ પોઈન્ટ ઘટીને ૬૫૦૪૭.૯૨ બંધ રહ્યો હતો.

હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોનું ઓફલોડિંગ : એડવાન્સ એન્ઝાઈમ, કેપીએલ, સિગાચી, કોહેન્સ, નાટકો ઘટયા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં સાવચેતીમાં ફંડોએ સતત વેચવાલી કરી હતી. એડવાન્સ એન્ઝાઈમ રૂ.૧૭.૪૦ ઘટીને રૂ.૨૮૫.૧૦, કેપીએલ રૂ.૫૮.૧૦ ઘટીને રૂ.૧૦૯૫.૨૫, સિગાચી રૂ.૧.૪૧ ઘટીને રૂ.૨૮.૪૨, કોહેન્સ રૂ.૧૮.૧૫ ઘટીને રૂ.૪૫૬.૭૫, લૌરસ લેબ રૂ.૪૦ ઘટીને રૂ.૧૦૪૨.૩૦, નાટકો ફાર્મા રૂ.૩૦.૭૦ ઘટીને રૂ.૮૫૯.૬૫, વિમતા લેબ રૂ.૧૭.૧૦ ઘટીને રૂ.૫૬૨.૧૦, ઈપ્કા લેબ રૂ.૪૧.૨૦ ઘટીને રૂ.૧૫૨૮.૩૫  રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૨૨.૩૧ પોઈન્ટ ઘટીને ૪૩૪૫૫.૩૪ બંધ રહ્યો હતો.

એચસીએલ, ટીસીએસના નબળા પરિણામ છતાં ડિવિડન્ડ આકર્ષણે વધ્યા : જેનેસીસ, ક્વિક હિલ તૂટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં એચસીએલ ટેકનોલોજીના નફામાં ઘટાડો દર્શાવતા પરિણામ અને ટીસીએસના પરિણામ નફામાં ઘટાડો દર્શાવતા પરંતુ ડિવિડન્ડ આકર્ષણે શેરો મજબૂત રહ્યા હતા.  જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૨૨.૧૦ તૂટીને રૂ.૩૯૬.૧૦, એડીએસએલ રૂ.૬.૭૦ ઘટીને રૂ.૧૨૯,મેપમાય ઈન્ડિયા રૂ.૫૧.૨૦ ઘટીને રૂ.૧૫૪૭.૭૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૦૯.૦૬ પોઈન્ટ ઘટીને ૩૬૬૮૬.૧૮ બંધ રહ્યો હતો. ટીસીએસ રૂ.૨૭.૭૦ વધીને રૂ.૩૨૩૫.૭૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૫.૮૦ વધીને રૂ.૧૬૬૮.૧૦, વિપ્રો રૂ.૧.૨૦ વધીને રૂ.૨૬૩.૧૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ખેલંદાઓ, ફંડોનું ઓફલોડિંગ : માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૮૩૭ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટયામથાળેથી ઝડપી રિકવરી છતાં સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં ફંડો, ખેલંદાઓએ સતત  વેચવાલી કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૯૦  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૪૬૮ અને ઘટનારની ૨૮૩૭  રહી હતી.

DIIની રૂ.૫૮૩૯ કરોડની ચોખ્ખી ખરીદી : FPIs/FIIની રૂ.૩૬૩૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૫૩૬૩૮.૪૦  કરોડની ચોખ્ખી વેચવાલી રહી  હતી. કુલ રૂ.૯૦૭૧.૬૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૭૧૦.૦૧ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૫૮૩૯.૩૨ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૯૯ હજાર કરોડ વધીને રૂ.૪૬૮.૭૩ લાખ કરોડ રહી

શેરોમાં ફંડોએ આજે સતત મોટી વેચવાલી છતાં ઈન્ડેક્સ બેઝડ ઝડપી રિકવરીના પરિણામે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૯૯ હજાર કરોડ વધીને રૂ.૪૬૮.૭૩ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

APSEZએ રચ્યો ઇતિહાસ: ગૌતમ અદાણીએ કહ્યું- ‘500 મિલિયન ટન તો માત્ર શરૂઆત, 2030 સુધીમાં 1 બિલિયનનો ટાર્…
Business

APSEZએ રચ્યો ઇતિહાસ: ગૌતમ અદાણીએ કહ્યું- ‘500 મિલિયન ટન તો માત્ર શરૂઆત, 2030 સુધીમાં 1 બિલિયનનો ટાર્…

April 3, 2026
સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…
Business

સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…

April 3, 2026
સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level
Business

સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level

April 3, 2026
Next Post
મ્યુનિ.એકાઉન્ટ વિભાગમાં પોલંપોલ, NOC વગર કર્મચારીઓના પગારમાંથી થતી કપાતનો રેકર્ડ નથી | Polumpol in t…

મ્યુનિ.એકાઉન્ટ વિભાગમાં પોલંપોલ, NOC વગર કર્મચારીઓના પગારમાંથી થતી કપાતનો રેકર્ડ નથી | Polumpol in t...

ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને 1.33 ટકા : ત્રણ મહિનાની ટોચે | Retail inflation rises to 1 33% in Dec…

ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને 1.33 ટકા : ત્રણ મહિનાની ટોચે | Retail inflation rises to 1 33% in Dec...

માતરનું 4.50 કરોડના ખર્ચે બનેલું નવીન આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન | Matar new health center b…

માતરનું 4.50 કરોડના ખર્ચે બનેલું નવીન આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન | Matar new health center b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી જિલ્લાના ૧૦૦ ગામોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ‘ક્લસ્ટર લીગલ એઇડ ક્લીનીક’નો ઐતિહાસ…

અમરેલી જિલ્લાના ૧૦૦ ગામોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ‘ક્લસ્ટર લીગલ એઇડ ક્લીનીક’નો ઐતિહાસ…

2 months ago
વડોદરામાં નશેબાજ ટ્રક ચાલકે સોસાયટીના કોમન દિવાલમાં ટ્રક ઘુસાડી દીધી | Vadodara : a drunk truck driv…

વડોદરામાં નશેબાજ ટ્રક ચાલકે સોસાયટીના કોમન દિવાલમાં ટ્રક ઘુસાડી દીધી | Vadodara : a drunk truck driv…

5 months ago
એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન થયું મેડિકલ ક્ષેત્રમાં સંશોધનમાં મદદ મળશે | First embryo donation at AI…

એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન થયું મેડિકલ ક્ષેત્રમાં સંશોધનમાં મદદ મળશે | First embryo donation at AI…

7 months ago
હિંમત હોય તો આવતીકાલે જ ચૂંટણી મેદાને આવો: મમતા બેનરજીની PM મોદીને ચેલેન્જ

હિંમત હોય તો આવતીકાલે જ ચૂંટણી મેદાને આવો: મમતા બેનરજીની PM મોદીને ચેલેન્જ

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News