gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શુદ્ધ ચાંદી રૂ.2.80 લાખને પાર, સોનું રેકોર્ડ સ્તરે | gold silver…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in Business
0 0
0
સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શુદ્ધ ચાંદી રૂ.2.80 લાખને પાર, સોનું રેકોર્ડ સ્તરે | gold silver…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Silver Price Today: સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજીનો સિલસિલો યથાવત છે અને બંને કિંમતી ધાતુઓ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે (All-Time High) પહોંચી ગઈ છે. સતત વધતી જતી માંગ અને રોકાણકારોના આકર્ષણને કારણે દિલ્હીથી લઈને ગુજરાતના બજારોમાં ચાંદીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે.

ચાંદીમાં બે દિવસમાં રૂ.30,000નો વધારો!

ચાંદીના ભાવમાં આવેલી આ તેજી આશ્ચર્યજનક છે. સોમવારે ચાંદીમાં રૂ.15,000નો વધારો થયો હતો અને આજે ફરી રૂ.15,000 વધતા માત્ર બે જ દિવસમાં કિંમતમાં સરેરાશ રૂ.30,000નો ઉછાળો આવ્યો છે. વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં ચાંદીમાં પ્રતિ કિલો રૂ.41,000નો વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદીનો ભાવ રૂ. 2.39 લાખ હતો.

સોનાના ભાવમાં પણ રેકોર્ડ બ્રેક તેજી ચાંદીની સાથે સોનામાં પણ ભાવવધારો ચાલુ છે. મંગળવારે સોનાના ભાવમાં રૂ.400નો વધારો નોંધાયો હતો, જેનાથી 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.1.45 લાખના નવા રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. સુરક્ષિત રોકાણ તરીકે સોનાની સતત વધી રહેલી માંગને કારણે આ ઉછાળો જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ માર્કેટ રેટ

સોનું (GOLD 999): અમદાવાદ અને રાજકોટમાં સોનાનો ભાવ આશરે ₹1,45,657 થી ₹1,45,678 (પ્રતિ 10 ગ્રામ) ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

ચાંદી (SILVER 999): અમદાવાદમાં ચાંદીનો ભાવ (GGC-1KG) ₹2,80,917 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. જ્યારે 30 કિલોની પેટીનો ભાવ ₹2,79,321 ની સપાટીએ છે.

વૈશ્વિક બજારની અસર

  • International Gold: $4,614.10
  • International Silver: $89.02
  • USD/INR: ₹90.209

આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોને કારણે સોનાના ભાવમાં ઉછાળો

વર્ષ 2026 ની શરૂઆતથી જ કિંમતી ધાતુઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સોના અને ચાંદીની કિંમતોમાં જોવા મળી રહેલી આ અસાધારણ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક પરિબળો જવાબદાર છે. ડૉલરના મૂલ્યમાં ઘટાડો, રશિયા-યુક્રેન યુદ્ધ જેવી ભૌગોલિક તંગદિલી અને ચીન જેવી મધ્યસ્થ બૅન્કો દ્વારા કરવામાં આવી રહેલી સોનાની જંગી ખરીદીને કારણે સોનું સતત મોંઘું થઈ રહ્યું છે.

ઈલેક્ટ્રોનિક્સ અને EVના કારણે ચાંદીની માંગમાં રૅકોર્ડ વધારો

બીજી તરફ ચાંદીના કિસ્સામાં, સોલાર પેનલ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ્સ(EV)માં વધતી જતી ઔદ્યોગિક માંગને કારણે તે હવે માત્ર ઘરેણું મટીને એક અનિવાર્ય ‘રો મટિરિયલ'(કાચો માલ) બની ગઈ છે. આ ઉપરાંત, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીના ડરથી અનેક કંપનીઓ મોટા પાયે ચાંદીનો સંગ્રહ કરી રહી છે, જેના કારણે વૈશ્વિક પુરવઠામાં અછત સર્જાઈ છે અને ભાવ આસમાને પહોંચ્યા છે.

શહેર મુજબ ભાવમાં તફાવત

સામાન્ય ગ્રાહકો માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે IBJA દ્વારા જાહેર કરવામાં આવતા સોના-ચાંદીના ભાવમાં 3% GST, ઘડામણ કે જ્વેલર્સનો નફો સામેલ હોતો નથી. આ કારણોસર જ દરેક શહેરમાં સ્થાનિક કક્ષાએ સોના-ચાંદીના ભાવમાં તફાવત જોવા મળી શકે છે. બજારમાં સતત વધી રહેલી કિંમતો વચ્ચે છેતરપિંડીથી બચવા માટે ગ્રાહકોએ ખરીદી કરતી વખતે ચાંદીની શુદ્ધતાની યોગ્ય તપાસ કરવી પણ અત્યંત અનિવાર્ય છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વિદેશમંત્રી એસ જયશંકર અને અમેરિકન સમકક્ષ માર્કો રૂબિયો વચ્ચે ટેલિફોનિક વાતચીત, જાણો શું થઈ ચર્ચા? | …

વિદેશમંત્રી એસ જયશંકર અને અમેરિકન સમકક્ષ માર્કો રૂબિયો વચ્ચે ટેલિફોનિક વાતચીત, જાણો શું થઈ ચર્ચા? | ...

કલોલમાં પૈસાની ઉઘરાણી બાબતે ડ્રાઇવર યુવકને ઓફિસમાં કેદ કરી ઢોર માર માર્યો | Driver in Kalol imprison…

કલોલમાં પૈસાની ઉઘરાણી બાબતે ડ્રાઇવર યુવકને ઓફિસમાં કેદ કરી ઢોર માર માર્યો | Driver in Kalol imprison...

મહાત્મા મંદિર ખાતે કચરાનો અયોગ્ય નિકાલ કરનાર એજન્સીને દંડ ફટકારાયો | Agency fined for improper dispo…

મહાત્મા મંદિર ખાતે કચરાનો અયોગ્ય નિકાલ કરનાર એજન્સીને દંડ ફટકારાયો | Agency fined for improper dispo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાર ભાડે મૂકવાની લાલચમાં ન આવતા! અમદાવાદના યુવકે 12 ગાડીઓ બારોબાર વેચી મારી, 18 લાખની છેતરપિંડી | ca…

કાર ભાડે મૂકવાની લાલચમાં ન આવતા! અમદાવાદના યુવકે 12 ગાડીઓ બારોબાર વેચી મારી, 18 લાખની છેતરપિંડી | ca…

4 months ago
હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર | lee pl…

હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર | lee pl…

2 months ago
સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાયું ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’

સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાયું ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’

6 months ago
ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અરજી કરવાની લાસ્ટ ડેટ | Gujarat STD 10 1…

ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અરજી કરવાની લાસ્ટ ડેટ | Gujarat STD 10 1…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News