gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં તેજીનો આંખલો દોડ્યો, બંનેની કિંમત રેકોર્ડ ઊંચાઈએ, અમેરિકાના શટડાઉનની ઈફેક્ટ | Gold and…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in Business
0 0
0
સોના-ચાંદીમાં તેજીનો આંખલો દોડ્યો, બંનેની કિંમત રેકોર્ડ ઊંચાઈએ, અમેરિકાના શટડાઉનની ઈફેક્ટ | Gold and…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gold And Silver News  : વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં ઉદ્ભવેલ આગ ઝરતી તેજીને પગલે સ્થાનિક સોના ચાંદી બજારમાં પણ સોના- ચાંદીમાં તેજીનું નવેસરથી તોફાન જોવા મળ્યું છે. અમેરિકામાં શટડાઉનના પગલે કિંમતી ધાતુઓમાં તેજીને નવું કારણ મળતાં વૈશ્વિક સોનું 3900 ડોલરની સપાટી કૂદાવી ગયું હતું જેને પગલે અમદાવાદ સોના-ચાંદી બજારમાં ચાંદી ઉછળીને રૂ. 150000 તથા સોનું 122500ની નવી રેકોર્ડ સપાટીએ પહોંચી જવા પામ્યું હતું. 

વિશ્વબજારના સમાચાર તેજીની આગેકૂચ બતાવી રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના 3860 થી 3861 ડોલરવાળા વધી ઉંચામાં ભાવ ૩૯૧૦થી ૩૯૧૫ ડોલર સુધી ઉછળી છેલ્લે ભાવ સપ્તાહના અંતે 3886 થી 3887 ડોલર રહ્યા હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં ઝવેરીબજારોમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી. વિશ્વબજારમાં આ વર્ષે અત્યાર સુધીના ગાળામાં સોનાના ભાવ આશરે 45 ટકા વધી ગયા છે તથા આવી તેજી આ પૂર્વે છેલ્લે 1979માં જોવા મળી હતી. એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું. 

દરમિયાન, અમેરિકામાં સરકારી ખર્ચાઓનું ભંડોળ મંજૂર ન થતાં શટડાઉન લાગુ પડતાં સોનાની તેજીને હવે નવું કારણ મળ્યું હોવાનું વૈશ્વિક જાણકારો જણાવી રહ્યા હતા.  વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના 47.39 થી 47.40 વાળા વધી 48.00 થી 48.01 ડોલર છેલ્લે રહ્યા હતા

અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવ 10  ગ્રામના વધુ રૂ.1000 ઉછળી 995 ના રૂ.122000 તથા 999 ના રૂ.122500 બોલાતાં નવો વિક્રમ સર્જાયો હતો જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.1000 વધી રૂ.1 લાખ 50 હજારને આંબી જતાં બજારના ખેલાડીઓ અચંબામાં પડી ગયા હતા. 

વિશ્વબજારમાં સોનાના ભાવમાં રેકોર્ડ તેજીના પગલે વૈશ્વિક સ્તરે વિવિધ ગોલ્ડ માઈનિંગ કંપનીઓના શેરોના ભાવ પણ ઉછળ્યા હતા તથા આવી કંપનીઓનો શેર ઈન્ડેક્સ ગોલ્ડ માઈનર્સ ઈન્ડેક્સ આ વર્ષે 135  ટકાની વૃધ્ધિ બતાવી રહ્યો હતો. આવી ઘણી કંપનીઓના શેરોના ભાવ આ વર્ષે બમણા થઈ ગયાના વાવડ પણ મળ્યા હતા.

દશેરાએ  ઊંચા ભાવના  લીધે સોનાનું વેચાણ 25 ટકા ઘટયું

– ગયા વર્ષે 24 ટનની તુલનાએ ચાલુ વર્ષે 18 ટન સોનાના ઝવેરાતનું જ વેચાણ થયું

આ વખતે દશેરાએ સોનાના આકાશને આંબતા ભાવના કારણે સોનાનું વેચાણ 25 ટકા ઘટયું છે. આમ સોનાએ આ વખતના દશેરાએ તેની ચમક ગુમાવી દીધી હતી. ઊંચા ભાવના કારણે ગ્રાહકો સોનાની ખરીદીથી દૂર થતાં જોવા મળ્યા હતા. 

ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના જણાવ્યા મુજબ ગયા વર્ષની તુલનાએ સોનાનું વેચાણ 25 ટકા ઘટીને 18 ટન રહ્યુ હતુ. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન 24 ટન ઝવેરાતનું વેચાણ થયું હતું.

ભારતમાં સોનું બધાને પસંદ છે, પરંતુ સોનાની કિંમત અંકુશ બહાર થઈ જાય તો લોકો તેની ખરીદી કઈ રીતે કરશે. આ વર્ષે દશેરા બીજી ઓક્ટોબરના રોજ મનાવવામાં આવી હતી.તે સમયે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે રૂ. 1.16 લાખ હતો. આ ભાવ દશેરાના ગયા વર્ષના ભાવ પ્રતિ દસ ગ્રામે રૂ. 78000 થી ઘણો એટલે કે 48  ટકા વધારે છે. ગ્રાહકોએ સોનાની કિંમત ઉપરાંત ત્રણ ટકા જીએસટી પણ આપવાનો હોય છે. 

આઇબીજેએના સચિવ સુરેન્દ્ર મહેતાનું કહેવું છે કે ચાલુ વર્ષની તુલનાએ ગયા વર્ષની દશેરા વધારે સારી હતી. આ વખતે ઊંચા ભાવના કારણે માંગ પર અસર પડી છે. લોકો નવુ સોનું ખરીદવાના બદલે જૂના સોનાની અદલાબદલી કરી રહ્યા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
કાનપુરમાં હોટેલનું જમીને માંદા પડ્યા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, પેટમાં તકલીફ થતાં હોસ્પિટલ ખસેડાયા | Austr…

કાનપુરમાં હોટેલનું જમીને માંદા પડ્યા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, પેટમાં તકલીફ થતાં હોસ્પિટલ ખસેડાયા | Austr...

મોટા વિરવા ગામેથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | A bogus doctor running a clinic wit…

મોટા વિરવા ગામેથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | A bogus doctor running a clinic wit...

વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં નોંધપાત્ર વધારો | Significant increase in gold pur…

વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં નોંધપાત્ર વધારો | Significant increase in gold pur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાઝિયાબાદમાં અકસ્માત : એમ્બ્યુલન્સ કાવડિયોના ગ્રૂપ પર ફરી વળી, બે વાહનોને પણ ફંગોળ્યા, બેના મોત, ત્ર…

ગાઝિયાબાદમાં અકસ્માત : એમ્બ્યુલન્સ કાવડિયોના ગ્રૂપ પર ફરી વળી, બે વાહનોને પણ ફંગોળ્યા, બેના મોત, ત્ર…

11 months ago
તમિલનાડુમાં રાજકીય ખેંચતાણનો ક્યારે આવશે અંત? EPSના સૂચક નિવેદનથી રાજકીય ગરમાવો | tamil nadu govt fo…

તમિલનાડુમાં રાજકીય ખેંચતાણનો ક્યારે આવશે અંત? EPSના સૂચક નિવેદનથી રાજકીય ગરમાવો | tamil nadu govt fo…

2 months ago
વોટચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ૪૦થી વધુ કાર્યકરોની અટકાયત | Congress protests ove…

વોટચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ૪૦થી વધુ કાર્યકરોની અટકાયત | Congress protests ove…

5 months ago
તેજસ ફાઇટર જેટ ક્રેશ થતાં પહેલા પાઇલટે કર્યો હતો બહાર નીકળવાનો પ્રયાસ, નવો વીડિયો આવ્યો સામે | india…

તેજસ ફાઇટર જેટ ક્રેશ થતાં પહેલા પાઇલટે કર્યો હતો બહાર નીકળવાનો પ્રયાસ, નવો વીડિયો આવ્યો સામે | india…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News