gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોમનાથમાં ડિમોલિશન દરમિયાન દબાણકારો દ્વારા વિરોધ પ્રદર્શન | Protest by pressure groups during demoli…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
સોમનાથમાં ડિમોલિશન દરમિયાન દબાણકારો દ્વારા વિરોધ પ્રદર્શન | Protest by pressure groups during demoli…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પથ્થરમારો કરાતા 2 પોલીસ કર્મચારીને ઇજા : મહિલાઓએ રોડ પર સુઇ જઇ દબાણ હટાવ કામગીરીમાં અવરોધ કર્યો : ટોળાં વિખેર્યા બાદ 70 કાચાં- પાકાં રહેણાંકો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું

વેરાવળ, : પ્રભાસપાટણ-સોમનાથમાં ગુડલક સર્કલ સામે નવા બસ સ્ટેન્ડ માટે ફાળવવામાં આવેલી સરકારી જમીન પરથી દબાણો હટાવવા તંત્ર દ્વારા ડિમોલીશન હાથ ધરાયું હતું. આ જમીન પર 70થી વધુ કાચા-પાકા રહેણાંક મકાનોના દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાતા તેમાં રહેતા પરિવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. મહિલાઓએ રસ્તા પર સુઇ જઇ ડિમોલીશન કામગીરીમાં અવરોધ ઉભો કરવા પ્રયત્ન કર્યો હતો.દરમિયાન દબાણકારો દ્વારા પથ્થરમારો કરાતા 2 પોલીસ કર્મચારીને ઇજા થઇ હતી. દબાણકારોના સમર્થનમાં ધારાસભ્ય પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તંત્ર દ્વારા સમજાવટ કરવા છતાં ન સમજતાં ધારાસભ્ય સહિત 15ની અટકાયત કરાઇ હતી.જ્યારે દબાણ હટાવવાની કામગીરીમાં રૂકાવટ કરનાર ધારાસભ્ય સહિત 40 સામે ગુનો નોંધાયો હતો.

પ્રભાસપાટણમાં ગુડલક સર્કલસામે આવેલી સરકારી જમીન નવા બસ સ્ટેન્ડ માટે ફાળવાઇ છે. પરંતુ આ જમીનમાં રહેણાંક મકાનોના વર્ષોથી ગેરકાયદે દબાણો ખડકાયેલા છે. તંત્ર દ્વારા અગાઉ દબાણો હટાવી જગ્યા કરવા અહીં ગેરકાયદે મકાનો બાંધીને રહેતાં પરિવારોને નોટિસ અપાઇ હતી. છતાં સ્વેચ્છાએ ખાલી કર્યા ન હતાં.

આ જમીન પર ખડકાયેલા 70 જેટલાં કાચા-પાકા રહેણાંક મકાનોનાં વીજ જોડાણ 3 દિવસ પહેલાં જ કાપી નાખવામાં આવ્યા હતા અને આજે સવારથી તંત્ર દ્વારા ડિમોલીશન હાથ ધરાયું હતું. આજે વહેલી સવારે પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકાનાં ચીફ ઓફિસરની હાજરીમાં એસપી, ડીવાયએસપી, પીઆઈ ઉપરાંત 200  જેટલાં પોલીસ કર્મચારીઓનાં જડબેસલાક બંદોબસ્ત સાથે ડિમોલીશન શરૂ કરાયું હતું.

બાંધકામો તોડવાનું શરૂ થતાં અહીં રહેતા દબાણકાર પરિવારો દ્વારા રોડ પર ચક્કાજામ કર્યો હતો. મહિલાઓએ રોડ પર સુઇ જઇ દબાણ હટાવ કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો. દબાણકારોએ હાય હાયનાં નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે સમયે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય સ્થળ પર પહોંચી દબાણકારો સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં.દબાણકારોએ બોલાચાલી કરી ફરજ ઉપર રહેલા કર્મચારીઓ સામે પથ્થરમારો કરતા બે પોલીસ કર્મચારી એ.એસ.આઈ હીરન ઝાલા તથા કરણભાઈ ચૌહાણ નેઈજાઓને ઇજા થઇ હતી.

 તંત્ર દ્વારા સમજાવટ કરવા છતાં વિરોધ પ્રદર્શન ચાલુ રહેતા અંતે પોલીસ દ્વારા ધારાસભ્ય સહિત 15ની અટકાયત કરાઇ હતી. બાદમાં તંત્ર તથા પોલીસ દ્વારા ટોળાને વિખેરી અને ગેરકાયદે મકાનો તોડવાનું શરૂ કર્યું હતું. 70 જેટલાં ગેરકાયદે કાચા-પાકા રહેણાંક મકાનો તથા કોમર્શિયલ બાંધકામો-દુકાનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. તથા 6,000 ચોરસમીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઇ હતી. 

ધારાસભ્ય સહિત 15ની અટકાયત : 40 સામે ગુનો દર્જ

પ્રભાસપાટણ શંખ સર્કલ પાસે સરકારી જમીનોમાં 70થી વધારે કાચા પાકા મકાનો તોડવાનો પ્રારંભ કરતા તેમાં રહેતા પરીવારોએ ભારે વિરોધ કર્યો હતો. કોગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ સ્થળ ઉપર જઇ દબાણકારો સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.  ફરજમાં રહેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સાથે બોલાચાલી થઇ હતી. મોટું ટોળુ બનાવના સ્થળે ભેગું થતા અને તેમણે પથ્થરમારો કરતા બે પોલીસ કર્મચારી ને ઈજાઓ થઇ હતી. જથી પોલીસે ધારાસભ્ય સહિતસહીત 15ની અટકાયત કરેલ હતી. તેમજ સ્થળ ઉપરથી 11 નાસી ગયેલ હતા.આમ કુલ 40 સામે સરકારી કામમાં રૂકાવટ બદલ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જે.સી.બી.પર શ્રમજીવીઓને બેસાડીને જતો ડ્રાઇવર ઝડપાયો | Driver caught carrying workers on JCB
GUJARAT

જે.સી.બી.પર શ્રમજીવીઓને બેસાડીને જતો ડ્રાઇવર ઝડપાયો | Driver caught carrying workers on JCB

February 6, 2026
ખેડા જિલ્લામાં 55 આઉટસોર્સિંગ કર્મચારીઓની રોજગારી છીનવાઈ | 55 outsourcing employees lost their jobs …
GUJARAT

ખેડા જિલ્લામાં 55 આઉટસોર્સિંગ કર્મચારીઓની રોજગારી છીનવાઈ | 55 outsourcing employees lost their jobs …

February 6, 2026
પાલિકાના કર્મચારીઓનો પગાર અટકાવાતા હોબાળો, રૂ. 15 લાખની રિકવરીના આદેશ | Uproar over withholding of s…
GUJARAT

પાલિકાના કર્મચારીઓનો પગાર અટકાવાતા હોબાળો, રૂ. 15 લાખની રિકવરીના આદેશ | Uproar over withholding of s…

February 6, 2026
Next Post
ગીર સોમનાથ જિ.પં.ના સદસ્ય અને સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખને અઢી વર્ષની કેદની સજા | Gir Somnath BJP…

ગીર સોમનાથ જિ.પં.ના સદસ્ય અને સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખને અઢી વર્ષની કેદની સજા | Gir Somnath BJP...

સોમનાથ બંદરેથી એક સમયે ચીન, ઝાંઝીબાર સુધી વેપાર થતો હતો | Trade was once carried out from Somnath Po…

સોમનાથ બંદરેથી એક સમયે ચીન, ઝાંઝીબાર સુધી વેપાર થતો હતો | Trade was once carried out from Somnath Po...

ડબગરવાડમાં લાયસન્સ વિના ફટાકડાનો સંગ્રહ કરનાર દુકાનદાર ઝડપાયો | Shopkeeper arrested for storing fire…

ડબગરવાડમાં લાયસન્સ વિના ફટાકડાનો સંગ્રહ કરનાર દુકાનદાર ઝડપાયો | Shopkeeper arrested for storing fire...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નીતિશ કુમાર કાલે CM પદેથી આપશે રાજીનામું, રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સોંપશે સમર્થન પત્ર | nitish ku…

નીતિશ કુમાર કાલે CM પદેથી આપશે રાજીનામું, રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સોંપશે સમર્થન પત્ર | nitish ku…

3 months ago
ધર્માંતરણના મામલામાં FIR રદ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી | Gujarat High Court rejects ple…

ધર્માંતરણના મામલામાં FIR રદ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી | Gujarat High Court rejects ple…

4 months ago
રામદેવપીરનો મંડપ ધરાશાયી થતાં નાસભાગ : સદનસીબે જાનહાની ટળી | Stampede as Ramdevpir’s pavilion collap…

રામદેવપીરનો મંડપ ધરાશાયી થતાં નાસભાગ : સદનસીબે જાનહાની ટળી | Stampede as Ramdevpir’s pavilion collap…

10 months ago
ધુરંધર ફિલ્મ ડાયલોગ વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો, બલોચ સમુદાયની લાગણી દુભાવવાનો આરોપ | film Dhuran…

ધુરંધર ફિલ્મ ડાયલોગ વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો, બલોચ સમુદાયની લાગણી દુભાવવાનો આરોપ | film Dhuran…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News