gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘હાઇડ્રોજન બોમ્બ આવશે અને ભાજપનું…’ પટણામાં રાહુલ ગાંધીના પ્રહાર, ખડગે-તેજસ્વીએ પણ સાધ્યું નિશાન |…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in INDIA
0 0
0
‘હાઇડ્રોજન બોમ્બ આવશે અને ભાજપનું…’ પટણામાં રાહુલ ગાંધીના પ્રહાર, ખડગે-તેજસ્વીએ પણ સાધ્યું નિશાન |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Election-2025 : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે બુધવારે પટણામાં ‘અતિ પછાત ન્યાય સંકલ્પ યોજના’ શરુ કરી છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, વિપક્ષ નેતા તેજસ્વી યાદવ સહિતના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ બંધારણને ખતમ કરી રહી છે. તેમણે પોતાના અગાઉના નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “મેં હાઇડ્રોજન બોમ્બની વાત કરી હતી, તે આવશે અને પછી તમને ભાજપનું સત્ય સામે આવી જશે.’

હાઇડ્રોજન બોમ્બ આવશે અને ભાજપનું સત્ય ખબર પડી જશે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી(Rahul Gandhi)એ કહ્યું કે, ‘થોડા દિવસો પહેલા આપણે બધાએ સાથે મળીને વોટર અધિકાર યાત્રા કરી. 15 દિવસ સુધી જુદા જુદા જિલ્લામાં યુવાનોને જણાવ્યું કે, બંધારણ પર આક્રમણ થઈ રહ્યું છે, જે ફક્ત બિહારમાં જ નહીં, પરંતુ આખા દેશમાં થઈ રહ્યું છે.’ તેમણે ભાજપની નીતિઓ પર પ્રહારો કરતાં કહ્યું કે, ‘ભાજપ બંધારણને ખતમ કરી રહી છે. મેં હાઇડ્રોજન બોમ્બની વાત કરી હતી તે આવશે, પછી ભાજપે જે આખા દેશનું કર્યું, બિહારમાં કરવાનો પ્રયાસ કર્યો, જેને યુવાઓએ અટકાવ્યું, તેનું સત્ય ખબર પડી જશે.’

બિહારમાં સત્તા મેળવ્યા બાદ 10 સંકલ્પનો કાર્યક્રમ લાગુ કરીશું : ખડગે

આ પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge)એ જાહેરાત કરી છે કે, ‘જો અમારી પાર્ટી બિહારમાં સત્તામાં આવશે તો 10 સૂત્રીય કાર્યક્રમ લાગુ કરીશું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પછાત વર્ગો, દલિતો અને તેમના અધિકારોથી વંચિત અન્ય લોકોને ઉપર લાવવાનો છે. આ સંકલ્પ પત્ર રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે સાથે મળીને તૈયાર કર્યો છે. જ્યારે અમારી સરકાર બનશે, ત્યારે આ તમામ મુદ્દાઓનું પાલન કરવામાં આવશે. આ યોજના હેઠળ અતિ પછાત નિવારણ નિયમ પસાર કરવામાં આવશે. પંચાયત અને નગરપાલિકાઓમાં અનામતને 20 ટકાથી વધારીને 30 ટકા કરાશે અને તેને બંધારણની 9મી સૂચિમાં સમાવવા માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. અતિ પછાત જાતિ અને જનજાતિના લોકોને પાંચ ડિસમિલ જમીન આપવામાં આવશે. ખાનગી શાળાઓમાં અનામત બેઠકોનો અડધો ભાગ અતિ પછાત વર્ગ માટે આરક્ષિત કરવામાં આવશે. ’

આ પણ વાંચો : ‘X’ની અરજી કર્ણાટક હાઇકોર્ટે ફગાવી, કહ્યું- ‘અમેરિકાની જેમ ભારતમાં પણ નિયમો માનવા પડશે’

હવે બિહારમાં ‘આયા નીતિશ ગયા નીતિશ’ થઈ રહ્યું છે : ખડગે

ખડગેએ રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર (CM Nitish Kumar) પર કટાક્ષ કરતાં કહ્યું કે, ‘પહેલા ‘આયા રામ, ગયા રામ’ કહેવાતું હતું, અને હવે બિહારમાં ‘આયા નીતિશ, ગયા નીતિશ’ થઈ રહ્યું છે.’ આ દરમિયાન તેમણે રાહુલ અને તેજસ્વીને કહ્યું કે, જેઓ એક વખત ભાજપમાં જતા રહ્યા છે, તેઓને પરત ન લેતા. 

તેજસ્વી યાદવે નીતિશ સરકાર પર સાધ્યું નિશાન

આરજેડીના નેતા તેજસ્વી યાદવે(Tejashwi Yadav) બિહાર સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, ‘રાજ્ય સરકારના મંત્રી જીવેશ મિશ્રાએ એક અતિ પછાત યુવકને ગાળો આપી અને માર માર્યો હતો. મારે પોલીસ સ્ટેશનમાં જઈને FIR કરાવવી પડી હતી અને તે જ પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ભાજપ માત્ર તડીપાર છે, તેઓ માત્ર તોડવાની રાજકારણ રમે છે અને અમે જોડવાનું રાજકારણ કરીએ છીએ. લાલુજીએ તેમના આકા અડવાણીની બિહારમાં ધરપકડ કરી હતી, તો તેમનો દીકરો કોઈથી ડરવાનો નથી. 2025માં નીતિશ બહુ થઈ ગયું, હવે એવા નેતાની જરૂર છે, જે બિહારને આગળ લઈ જઈ શકે. નીતિશ કુમાર હાઇજેક થઈ ચૂક્યા છે’

આ પણ વાંચો અને જોવો વીડિયો : આટલો મોટો ભૂવો નહીં જોયો હોય, અચાનક જ આખો રસ્તો ગાયબ જ થઈ ગયો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિલ્લી પગે આવતી મોંઘવારી : પેટ્રોલમાં 87, ડીઝલમાં 91 પૈસાનો વધારો
INDIA

બિલ્લી પગે આવતી મોંઘવારી : પેટ્રોલમાં 87, ડીઝલમાં 91 પૈસાનો વધારો

May 24, 2026
‘હું પણ ઓનરરી કોકરોચ છું!’ CJPના સમર્થનમાં ઊતરી આવ્યા સોનમ વાંગચુક, સરકારને આપી મોટી સલાહ | Sonam Wa…
INDIA

‘હું પણ ઓનરરી કોકરોચ છું!’ CJPના સમર્થનમાં ઊતરી આવ્યા સોનમ વાંગચુક, સરકારને આપી મોટી સલાહ | Sonam Wa…

May 23, 2026
ગુજરાતનાં રાજકીય ઈતિહાસમાં પહેલીવાર થશે આવું! રાજ્યસભામાંથી ‘સાફ’ થઈ જશે કોંગ્રેસ; જાણો શું છે ગણિત …
INDIA

ગુજરાતનાં રાજકીય ઈતિહાસમાં પહેલીવાર થશે આવું! રાજ્યસભામાંથી ‘સાફ’ થઈ જશે કોંગ્રેસ; જાણો શું છે ગણિત …

May 23, 2026
Next Post
H1-B વિઝા વિવાદ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, મેડિકલ કૉલેજોમાં UG-PGની સીટો વધારવાની મંજૂરી | cabinet…

H1-B વિઝા વિવાદ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, મેડિકલ કૉલેજોમાં UG-PGની સીટો વધારવાની મંજૂરી | cabinet...

‘X’ની અરજી કર્ણાટક હાઇકોર્ટે ફગાવી, કહ્યું- ‘અમેરિકાની જેમ ભારતમાં પણ નિયમો માનવા પડશે’ | Karnataka …

‘X’ની અરજી કર્ણાટક હાઇકોર્ટે ફગાવી, કહ્યું- 'અમેરિકાની જેમ ભારતમાં પણ નિયમો માનવા પડશે' | Karnataka ...

બિહાર ચૂંટણી ટાણે લાલુ, રાબડી અને તેજસ્વીની મુશ્કેલી વધી, IRCTC કૌભાંડમાં આરોપ નક્કી કરશે કોર્ટ | la…

બિહાર ચૂંટણી ટાણે લાલુ, રાબડી અને તેજસ્વીની મુશ્કેલી વધી, IRCTC કૌભાંડમાં આરોપ નક્કી કરશે કોર્ટ | la...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઈકોર્ટમાં દાદ માંગનારા ૩૬ પીટીશનરોને હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝામાં જગ્યા ફળવાશે | Those seeking compe…

હાઈકોર્ટમાં દાદ માંગનારા ૩૬ પીટીશનરોને હેપી સ્ટ્રીટ ફુડ પ્લાઝામાં જગ્યા ફળવાશે | Those seeking compe…

1 year ago
ધ્રાંગધ્રા-કુડા નજીક પસાર થતી બ્રાંચ કેનાલ ઝાડી-ઝાંખરાંથી જર્જરિત | The branch canal passing near Dh…

ધ્રાંગધ્રા-કુડા નજીક પસાર થતી બ્રાંચ કેનાલ ઝાડી-ઝાંખરાંથી જર્જરિત | The branch canal passing near Dh…

6 months ago
PNBના તત્કાલિન અધિકારી સહિત ત્રણ સામે લાંચનો ડિમાન્ડ કેસ | Bribe demand case against three including…

PNBના તત્કાલિન અધિકારી સહિત ત્રણ સામે લાંચનો ડિમાન્ડ કેસ | Bribe demand case against three including…

5 months ago
રતનપર ખાણ વિસ્તારમાં ગટરોના ગંદા પાણીથી રોગચાળો ફેલાવવાની દહેશત | Fear of spreading disease through …

રતનપર ખાણ વિસ્તારમાં ગટરોના ગંદા પાણીથી રોગચાળો ફેલાવવાની દહેશત | Fear of spreading disease through …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News