gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હાઈવે પર દોડતા ટ્રેલર બન્યા ‘યમરાજ’ : બે રાજ્યમાં ભયાનક અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત | Road …

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in INDIA
0 0
0
હાઈવે પર દોડતા ટ્રેલર બન્યા ‘યમરાજ’ : બે રાજ્યમાં ભયાનક અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત | Road …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Road Accidents in Jharkhand & Rajasthan: ઝારખંડ અને રાજસ્થાનમાંથી રવિવારે વહેલી સવારે બે અલગ-અલગ ભયાનક માર્ગ અકસ્માતો સર્જાયા છે, જેમાં અનિયંત્રિત ટ્રેલરની ટક્કરથી બે માસૂમ બાળકીઓ સહિત કુલ 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. સ્પીડમાં આવી રહેલા અનિયંત્રિત ટ્રેલરોએ સર્જેલી આ તબાહીમાં બે માસૂમ બાળકીઓ સહિત કુલ 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા છે.

ઝારખંડના હઝારીબાગમાં હોટેલ બહાર ઊભેલા વાહનો પર ટ્રેલર ફરી વળ્યું, 2 ના મોત

ઝારખંડના હઝારીબાગ જિલ્લાના ચરહી નેશનલ હાઈવે (NH) પર આવેલા ઓવરબ્રિજ પાસે રવિવારે સવારે આશરે 6 વાગ્યે એક દર્દનાક અકસ્માત થયો હતો. બિહાર શરીફથી ઈંટો ભરીને રાંચી તરફ જઈ રહેલું એક તેજ રફતાર ટ્રેલર અચાનક કાબૂ બહાર ગયું હતું અને રસ્તા કિનારે આવેલી પ્રકાશ હોટેલ પાસે ઊભેલા ત્રણ વાહનો સાથે ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રેલરનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો અને તેમાં સવાર બે લોકોના દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક તપાસ મુજબ, અકસ્માતનો ભોગ બનેલો એક ટ્રક ચાલક ચા પીવા માટે હોટેલ પાસે ઊભો રહ્યો હતો, ત્યારે જ પાછળથી આવેલા કાળમુખા ટ્રેલરે તેને અડફેટે લીધો હતો. ચરહી પોલીસ અને સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

રાજસ્થાનના રાજસમંદમાં વેકેશન માણવા આવેલી બે માસૂમ દીકરીઓ અને યુવકનું મોત

બીજી તરફ, રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના સેલાગુડા ગામ નજીક ભેરુજી મોડ પર રવિવારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેકાબૂ ટ્રેલરે સામેથી આવી રહેલી બાઇકને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર બે માસૂમ બાળકીઓ અને એક યુવકનું દર્દનાક મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલા અને અન્ય એક બાળકી ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાયા છે. મળતી વિગતો અનુસાર, ગરમીની રજાઓ (વેકેશન) હોવાથી આ મહિલા પોતાના બાળકો સાથે પીહર (માયકે) આવી હતી અને આ ખુશીનો માહોલ પળભરમાં માતમમાં ફેરવાઈ ગયો હતો. આમેટ થાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લાશોને કબજે કરી તપાસ શરૂ કરી છે.

ગઇકાલે અલવરમાં પણ એક્સપ્રેસ-વે પર સ્લીપર બસ પલટી હતી

નોંધનીય છે કે રાજસ્થાનમાં અકસ્માતોનો સિલસિલો યથાવત છે. આ ઘટનાના એક દિવસ પહેલા એટલે કે 23 મેના રોજ અલ્વર જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ડ્રાઈવરને જોકું આવી જતાં એક સ્લીપર કોચ બસ કાબૂ બહાર જઈને ઊંડા ખાડામાં પલટી ગઈ હતી. મધ્ય પ્રદેશથી ઉત્તર પ્રદેશ જઈ રહેલી આ બસના અકસ્માતમાં આશરે 40 મુસાફરો ઘાયલ થયા હતા, જેમાંથી 6 ની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝી પર હુમલો, મંચ પર ભાષણ આપતી વખતે પથ્થરમારો, બેની અટકાયત | jitan ram ma…

કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝી પર હુમલો, મંચ પર ભાષણ આપતી વખતે પથ્થરમારો, બેની અટકાયત | jitan ram ma...

કોંગ્રેસ વિદેશી શક્તિઓની મદદથી હિંસા ભડકાવવા માંગે છે: રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો વળતો પ્રહાર | …

કોંગ્રેસ વિદેશી શક્તિઓની મદદથી હિંસા ભડકાવવા માંગે છે: રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો વળતો પ્રહાર | ...

ભારતીય યુવાનોને પાકિસ્તાની કેમ કહે છે મંત્રીઓ? કોકરોચ જનતા પાર્ટીના ભાજપ નેતા રિજિજુ પર પ્રહાર | Coc…

ભારતીય યુવાનોને પાકિસ્તાની કેમ કહે છે મંત્રીઓ? કોકરોચ જનતા પાર્ટીના ભાજપ નેતા રિજિજુ પર પ્રહાર | Coc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તમામ જગ્યાએ પહોંચીશું…’, અયોધ્યા બાદ કાશી-મથુરા વિવાદ પર CM યોગીનું મોટું નિવેદન | UP Babri Masji…

‘તમામ જગ્યાએ પહોંચીશું…’, અયોધ્યા બાદ કાશી-મથુરા વિવાદ પર CM યોગીનું મોટું નિવેદન | UP Babri Masji…

7 months ago
સાવરકુંડલામાં આંગડીયા, ફાયનાન્સ અને કાંટા ઉદ્યોગના ધંધાર્થીઓ GSTની ઝપટે

સાવરકુંડલામાં આંગડીયા, ફાયનાન્સ અને કાંટા ઉદ્યોગના ધંધાર્થીઓ GSTની ઝપટે

9 months ago
હળવદના સુસવાવ પાસે અકસ્માતમાં એક વ્યકિતનું મોત | One person died in an accident near Susvav Halvad

હળવદના સુસવાવ પાસે અકસ્માતમાં એક વ્યકિતનું મોત | One person died in an accident near Susvav Halvad

4 months ago
જૂનાગઢ આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- ‘પાર્ટીની મુખ્ય ચિંતા બંધારણ-લોકશાહીને બચાવ…

જૂનાગઢ આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- ‘પાર્ટીની મુખ્ય ચિંતા બંધારણ-લોકશાહીને બચાવ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News