![]()
વડોદરા,૧૭ વર્ષની કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધતા તે ગર્ભવતી થઇ હતી. જે અંગે પરિવારને જાણ થતા આરોપી સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વડોદરા નજીકના એક ગામમાં રહેતી ૧૭ વર્ષની કિશોરીનો ઇન્સ્ટાગ્રામ પર ભાયલી ગામમાં રહેતા જીગર રાજેશભાઇ ખાંટ સાથે થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થતા તે અવાર – નવાર કિશોરીને મળવા માટે ભાયલી ગામની અવાવરૃ જગ્યામાં મળવા માટે બોલાવતો હતો. જ્યાં તેણે કિશોરીની મરજી વિરૃદ્ધ તેની સાથે એકથી વધુ વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેના પરિણામે કિશોરી ગર્ભવતી થઇ ગઇ હતી. કિશોરીની તબિયત સારી રહેતી નહી હોવાથી માતાએ પ્રેમ પૂર્વક પૂછતા તેણે સઘળી હકીકત જણાવી હતી. જેથી, તાલુકા પોલીસે જીગર સામે ગુનો દાખલ કર્યો છે. તપાસ કરતા પી.આઇ.જે.જી. દેસાઇએ જણાવ્યું છે કે, આરોપીની ઉંમર ૧૯ વર્ષની છે અને હાલમાં તે સંતરામપુર જેલમાં પોક્સોના એક કેસમાં મદદગારીના ગુનામાં છે. જ્યાંથી ટ્રાન્સફર વોરંટથી તેનો કબજો લેવામાં આવશે.










