gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

6 વર્ષ સુધી પતિ કોમામાં રહ્યો અને 25 વર્ષે મળ્યો ન્યાય; ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીને લગાવી ફટકાર, પ…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in GUJARAT
0 0
0
6 વર્ષ સુધી પતિ કોમામાં રહ્યો અને 25 વર્ષે મળ્યો ન્યાય; ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીને લગાવી ફટકાર, પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Court accident compensation 2026: ન્યાય મળવામાં મોડું ભલે થયું, પણ આખરે સત્ય અને ન્યાયની જીત થઈ છે. ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2001 ના એક ભયાનક હાઈવે અકસ્માત મામલે મહત્વનો ચુકાદો આપતા પીડિત પરિવારને મોટું વળતર આપવાનો આદેશ કર્યો છે. ગોંડલની ટ્રિબ્યુનલ કોર્ટે અગાઉ આપેલા વળતરની રકમને હાઈકોર્ટે સીધી બમણી કરતાં પણ વધુ કરી દીધી છે. અકસ્માત બાદ ભોગ બનનાર વ્યક્તિ સતત 6 વર્ષ સુધી કોમામાં રહી હતી અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. હાઈકોર્ટે આ કેસમાં પીડિતે ભોગવેલી પીડા, આઘાત અને વેદનાને ધ્યાને રાખીને વીમા કંપનીની ઝાટકણી કાઢીને ચુકવણી કરવા માટે આદેશ કર્યો છે. 

શું હતો સમગ્ર મામલો?

આ કરુણાંતિકા વર્ષ 2001થી શરૂ થઈ હતી. 19 માર્ચ 2001ના રોજ ગોંડલના માર્કેટ યાર્ડમાંથી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ચલાવતા 45 વર્ષીય ભગવાનજીભાઈ ભૂતાણી પોતાના મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન નેશનલ હાઈવે પર એક પૂરપાટ ઝડપે આવી રહેલા મેટાડોર વાહને તેમને જોરદાર ટક્કર મારી દીધી. અકસ્માત એટલો ભયાનક હતો કે પંચનામા મુજબ બાઇક મેટાડોરના વ્હીલ વચ્ચે આશરે 15 ફૂટ સુધી ઢસડાયું હતું.

અત્યંત ગંભીર ઇજાઓ થઇ

ભગવાનજીભાઈને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ થઈ હતી. પહેલા ગોંડલ અને બાદમાં રાજકોટ હોસ્પિટલમાં તેમની સારવાર કરાઈ, પરંતુ તેઓ ક્યારેય સાજા ન થઈ શક્યા. તેઓ આખી જિંદગી પથારીવશ અને કોમામાં જ રહ્યા અને આખરે 2 મે 2006ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા. પૉસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મોતનું કારણ કોમા અને બ્રેઈન ઈન્જરીના કારણે હાર્ટ ફેલ થવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો : પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડનો પાકિસ્તાનમાં ખાતમો! અજ્ઞાત હુમલાખોરોએ ઓફિસમાં ઘૂસીને ગોળી મારી

કોર્ટની લાંબી કાનૂની લડાઈ

2001માં ભગવાનજીભાઈના પત્ની ચંપાબેન અને પુત્રએ વળતર માટે ક્લેમ પિટિશન દાખલ કરી. 2014 માં 13 વર્ષ પછી ગોંડલ ક્લેમ ટ્રિબ્યુનલે 5.13 લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું, પરંતુ મૃતકની પણ 10% બેદરકારી ગણીને રકમ કાપી લીધી. પરિવાર આ અપૂરતા વળતર સામે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો. 2026 માં (11 વર્ષ પછી) હાઈકોર્ટમાં અંતિમ સુનાવણી થઈ અને જસ્ટિસ નિશા ઠાકોરે પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. 

હાઈકોર્ટે વીમા કંપનીની દલીલો ફગાવી

વીમા કંપનીના વકીલે એવી દલીલ કરી હતી કે, અકસ્માત નેશનલ હાઈવે પર થયો હતો અને મૃતક માર્કેટ યાર્ડમાંથી હાઈવે પર આવી રહ્યા હતા, તેથી તેમણે ધ્યાન રાખવું જોઈતું હતું. વળી ટ્રિબ્યુનલે જે વળતર આપ્યું છે તે યોગ્ય છે. જો કે, હાઈકોર્ટે વીમા કંપનીની આ દલીલોને સખત શબ્દોમાં ફગાવી દીધી હતી. જસ્ટિસ નિશા ઠાકોરે નોંધ્યું કે, વીમા કંપની પાસે એવો કોઈ કાનૂની પુરાવો નથી જે સાબિત કરે કે મૃતક બેદરકારીપૂર્વક બાઇક ચલાવી રહ્યા હતા. બાઇક 15 ફૂટ ઢસડાઈ તે જ દર્શાવે છે કે મેટાડોરની સ્પીડ ખુબ વધારે હતી. કોર્ટે મૃતકની 10% ભૂલ ગણવાના ટ્રિબ્યુનલના નિર્ણયને ભૂલભરેલો ગણાવી મેટાડોર ચાલકને જ સંપૂર્ણ દોષિત માન્યો છે.

હવે પરિવારને કુલ કેટલું વળતર મળશે?

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કેસને માત્ર ઈજાનો કેસ ન ગણી શકાય, પરંતુ જીવલેણ અકસ્માતનો કેસ ગણવો જોઈએ, કારણ કે ઈજાના કારણે જ વ્યક્તિનું મોત થયું છે. કોર્ટે ફક્ત પીડા, આઘાત અને વેદનાના હેડ હેઠળ જ 3 લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું, કારણ કે વ્યક્તિ 6 વર્ષ સુધી કોઇ હલનચલન કર્યા વગર વેજિટેટિવ હાલતમાં રહ્યો હતો. હાઈકોર્ટે ટ્રિબ્યુનલના વળતરમાં 6.99 લાખ રૂપિયાનો વધારો કરવાનો આદેશ આપ્યો છે. 

વ્યાજ સાથે રકમ ચુકવવા માટે આદેશ 

વધારાની રકમ અરજી કર્યાની તારીખથી 7.5% વ્યાજ સાથે ચૂકવવાની રહેશે. આ સાથે હવે પરિવારને મળવાપાત્ર કુલ વળતરની રકમ 12.12 લાખ રૂપિયા પર પહોંચી છે. કોર્ટે વીમા કંપનીને આગામી 6 અઠવાડિયામાં આ રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે અને ગોંડલ ટ્રિબ્યુનલને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ આ રકમ વારસદારોને વહેંચવા જણાવ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
Next Post
“સાહેબ, મારો ગેસ પૂરો થઈ ગયો છે…” રાત્રે 11:30 વાગ્યે મદદ માંગનાર શખસે 9 બાટલા ચોરી લીધા | nikol n…

"સાહેબ, મારો ગેસ પૂરો થઈ ગયો છે..." રાત્રે 11:30 વાગ્યે મદદ માંગનાર શખસે 9 બાટલા ચોરી લીધા | nikol n...

PM મોદીએ UAEના શાસકને આપી કેસર કેરી અને કચ્છની દુર્લભ પેઇન્ટિંગ! શાહી પરિવાર માટે ખાસ અણમોલ ભેટ | PM…

PM મોદીએ UAEના શાસકને આપી કેસર કેરી અને કચ્છની દુર્લભ પેઇન્ટિંગ! શાહી પરિવાર માટે ખાસ અણમોલ ભેટ | PM...

મારુતિ કારના તમામ મોડેલમાં જૂનથી રૂ. 30 હજાર સુધીનો ભાવ વધારો | maruti suzuki to hike car prices fro…

મારુતિ કારના તમામ મોડેલમાં જૂનથી રૂ. 30 હજાર સુધીનો ભાવ વધારો | maruti suzuki to hike car prices fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : પાકિસ્તાનની શરમજનક હરકત… 227 મુસાફરના જીવ જોખમમાં મૂક્યા, ખરાબ હવામાનમાં ફસાયેલી ફ્લાઈટને …

VIDEO : પાકિસ્તાનની શરમજનક હરકત… 227 મુસાફરના જીવ જોખમમાં મૂક્યા, ખરાબ હવામાનમાં ફસાયેલી ફ્લાઈટને …

1 year ago
જામનગરમાં દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની જેલ સજાનો હુકમ | Accused sentenced to 20 years in prison…

જામનગરમાં દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની જેલ સજાનો હુકમ | Accused sentenced to 20 years in prison…

9 months ago
પાણીપુરી ખાવા જવાનું કહી ઘરેથી નીકળેલી પરિણીતાની ઘાતકી હત્યા | Brutal murder of a married woman who …

પાણીપુરી ખાવા જવાનું કહી ઘરેથી નીકળેલી પરિણીતાની ઘાતકી હત્યા | Brutal murder of a married woman who …

9 months ago
લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ: UPમાં વરરાજાની કાર પર દીવાલ સાથે ટકરાઈ, વર સહિત પાંચ લોકોના મોત

લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ: UPમાં વરરાજાની કાર પર દીવાલ સાથે ટકરાઈ, વર સહિત પાંચ લોકોના મોત

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News