gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

7.50 કરોડનું મનરેગા કૌભાંડ : હાઈકોર્ટે કોંગી નેતા હીરા જોટવા, પુત્ર દિગ્વિજય સહિત 10ના જામીન ફગાવ્યા…

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in GUJARAT
0 0
0
7.50 કરોડનું મનરેગા કૌભાંડ : હાઈકોર્ટે કોંગી નેતા હીરા જોટવા, પુત્ર દિગ્વિજય સહિત 10ના જામીન ફગાવ્યા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

MNREGA Fraud Case: ભરૂચ જિલ્લાના મનરેગા (MNREGA) યોજનાના કામોમાં આચરવામાં આવેલા 7.50 કરોડ રૂપિયાના મસમોટા કૌભાંડમાં ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે સ્થાનિક કોંગ્રેસ નેતા હીરા જોટવા, તેમના પુત્ર દિગ્વિજય જોટવા અને સરકારી અધિકારીઓ સહિત કુલ 10 આરોપીઓની જામીન અરજીઓ ફગાવી દીધી છે. જસ્ટિસ પી.એમ. રાવલે તમામ આરોપીઓને આગામી 16મી ફેબ્રુઆરી 2026 સુધીમાં સરેન્ડર થવા ફરમાન કર્યું છે.

કૌભાંડની મોડસ ઓપરેન્ડી 

સરકારી વકીલ હાર્દિક દવેએ અદાલતમાં રજૂઆત કરી હતી કે આરોપીઓએ અત્યંત વ્યવસ્થિત રીતે કાવતરું રચીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું છે. હીરા જોટવા અને તેમના પુત્રએ બોગસ ડમી ફર્મ બનાવીને મનરેગાના કામોના ટેન્ડરો મેળવ્યા હતા. કાગળ પર વધુ માલ બતાવી વાસ્તવમાં ઓછો માલ સપ્લાય કરી કરોડોની ઉચાપત કરી હતી. સ્થાનિક મજૂરોને બદલે પોતાના માણસોના નામે ખાતા ખોલાવી, તેમની પાસબુક અને એટીએમ કાર્ડ પોતાની પાસે રાખી મજૂરોના પૈસા પણ ચાંઉ કરી ગયા હતા.

આ પણ વાંચો: અંબાજી ગબ્બર ખાતે ભક્તિનો મહાકુંભ: 30 જાન્યુઆરીથી ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નો પ્રારંભ, જાણો 3 દિવસના કાર્યક્રમો

તપાસમાં હજુ પણ મોટા ખુલાસાની શક્યતા

રાજ્ય સરકાર દ્વારા કોર્ટને જણાવાયું હતું કે, ભરૂચ જિલ્લાના 56 ગામોમાં કુલ 430 મનરેગા કામો પૈકી હજુ માત્ર 98 કામોની તપાસમાં કરોડોની ખાયકી બહાર આવી છે. હજુ 332 કામોની તપાસ બાકી છે, જેમાં કૌભાંડનો આંકડો મોટો થવાની પૂરી શક્યતા છે. આરોપીઓ વગદાર હોવાથી જો તેઓ બહાર રહે તો પુરાવા સાથે ચેડાં થવાની દહેશતને ધ્યાને રાખી હાઇકોર્ટે જામીન આપવાનો સાફ ઇનકાર કર્યો હતો.

સેશન્સ કોર્ટનો હુકમ બહાલ

અગાઉ નીચલી કોર્ટે આરોપીઓને જામીન આપ્યા હતા, પરંતુ રાજ્ય સરકારે ભરૂચ સેશન્સ કોર્ટમાં અપીલ કરતા સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા હતા. આ રદ કરવાના હુકમ સામે આરોપીઓ હાઇકોર્ટ પહોંચ્યા હતા, પરંતુ હાઇકોર્ટે સેશન્સ કોર્ટના હુકમને યોગ્ય ઠેરવી રિવીઝન અરજીઓ ફગાવી દીધી છે.

કયા કયા આરોપીઓની રિવિઝન અરજીઓ ફગાવાઈ?

•હીરા જોટવા 

•દિગ્વિજય હીરા જોટવા

•જોધા સબહાદ

•પિયુષ નુકાણી

•મહેશ પરમાર

•મોહમંદ પટેલ

•સરમણ સોલંકી

•હરેન્દ્રસિંહ પરમાર

•શોએબ મોહંમદ યુસુફ ડાલા

•રાજેશ ટેલર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત પાલિકાની સરળ કામગીરીને અઘરી બનાવતા પાલિકાના કેટલાક અધિકારીઓ | Some officials of the Surat Munic…
GUJARAT

સુરત પાલિકાની સરળ કામગીરીને અઘરી બનાવતા પાલિકાના કેટલાક અધિકારીઓ | Some officials of the Surat Munic…

May 22, 2026
અમદાવાદ: સાયબર ગઠિયાઓએ જેલના કેદીને પણ ન છોડ્યા! પેરોલ મંજૂર કરાવવાના નામે પરિવાર પાસેથી રૂપિયા પડાવ…
GUJARAT

અમદાવાદ: સાયબર ગઠિયાઓએ જેલના કેદીને પણ ન છોડ્યા! પેરોલ મંજૂર કરાવવાના નામે પરિવાર પાસેથી રૂપિયા પડાવ…

May 22, 2026
ગરમીમાં નિરાશ્રિતો માટે AMCએ 35 શેલ્ટર હોમ શરુ કર્યા, પણ કયા વિસ્તારમાં તેની માહિતી ન આપી, સેવા કે પ…
GUJARAT

ગરમીમાં નિરાશ્રિતો માટે AMCએ 35 શેલ્ટર હોમ શરુ કર્યા, પણ કયા વિસ્તારમાં તેની માહિતી ન આપી, સેવા કે પ…

May 22, 2026
Next Post
પાલિતાણા શત્રુંજય ગિરિરાજ પર દેરાસરમાં ફોટોગ્રાફીને લઈ જૈન સમાજમાં રોષની આગ | Jain community angered…

પાલિતાણા શત્રુંજય ગિરિરાજ પર દેરાસરમાં ફોટોગ્રાફીને લઈ જૈન સમાજમાં રોષની આગ | Jain community angered...

LPGથી લઈને પાન-મસાલા અને સિગારેટ સુધી… 1 ફેબ્રુઆરીથી થશે 5 મોટા ફેરફાર | From LPG to paan masala a…

LPGથી લઈને પાન-મસાલા અને સિગારેટ સુધી... 1 ફેબ્રુઆરીથી થશે 5 મોટા ફેરફાર | From LPG to paan masala a...

શેરબજાર કડડભૂસ : બજેટ પહેલા સેન્સેક્સ 600 પોઇન્ટ ગબડ્યો, નિફ્ટી 25200ની નીચે | stock market: Sensex …

શેરબજાર કડડભૂસ : બજેટ પહેલા સેન્સેક્સ 600 પોઇન્ટ ગબડ્યો, નિફ્ટી 25200ની નીચે | stock market: Sensex ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમ.એસ.યુનિ.માં 60 ટકા વિદ્યાર્થીઓ કયારેક જ, જ્યારે 10 ટકા વિદ્યાર્થીઓ નિયમિત લેકચર એટેન્ડ કરે છે | 6…

એમ.એસ.યુનિ.માં 60 ટકા વિદ્યાર્થીઓ કયારેક જ, જ્યારે 10 ટકા વિદ્યાર્થીઓ નિયમિત લેકચર એટેન્ડ કરે છે | 6…

7 months ago
ગ્રીન સીટીની પોકળ ગુલબાંગ વચ્ચે થલતેજમાં મ્યુનિ.ની મંજૂરી વગર લીલાછમ વૃક્ષનુ નિકંદન | Amidst the hol…

ગ્રીન સીટીની પોકળ ગુલબાંગ વચ્ચે થલતેજમાં મ્યુનિ.ની મંજૂરી વગર લીલાછમ વૃક્ષનુ નિકંદન | Amidst the hol…

6 months ago
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, વાહન સળગી જતાં 3 જીવતા સળગ્યાં | delhi mumbai expressw…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, વાહન સળગી જતાં 3 જીવતા સળગ્યાં | delhi mumbai expressw…

5 months ago
બજેટથી નારાજ દિવ્યાંગોનો ગાંધીનગરમાં દેખાવો, મહિને ₹5,000ના પેન્શનની માગ | Divyang Protest in Gandhi…

બજેટથી નારાજ દિવ્યાંગોનો ગાંધીનગરમાં દેખાવો, મહિને ₹5,000ના પેન્શનની માગ | Divyang Protest in Gandhi…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News