![]()
વડોદરાઃ કેન્દ્ર સરકારે સેનામાં ભરતી માટે લાગુ કરેલી અગ્નિવીર યોજનાના ફાયદા અને ગેરફાયદા અંગે આજે પણ ચર્ચા થતી રહી છે.એમ.એસ.યુનિવર્સિટીની સોશ્યલ વર્ક ફેકલ્ટીના માસ્ટર ઓફ સોશ્યલ વર્ક કોર્સના વિદ્યાર્થી મનિષ જાંગીડે પોતાના અધ્યાપક ડો.શર્મિષ્ઠા સોલંકીના માર્ગદર્શન હેઠળ પહેલી વખત આ યોજના હેઠળ ભારતના વિવિધ હિસ્સાઓમાંથી પસંદ થયેલા ૫૦ અગ્નિવીરો પર રિસર્ચ હાથ ધર્યું હતું.
જેમાં સામે આવેલા તારણો પૈકી એક તારણ એ છે કે, ૭૨ ટકા અગ્નિવીરો નોકરીનો તણાવ અનુભવે છે અને ૫૨ ટકાને ચાર વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ નોકરીની કયા પ્રકારની તકો ઉપલબ્ધ થશે તે અંગે ચિંતા છે.
ઉલ્લેખનીય છે કે, અગ્નિવીર યોજના હેઠળ પસંદ થયેલા જવાનો ચાર વર્ષ માટે સેનામાં ફરજ બજાવે છે.એ પછી તેમાંના ૨૫ ટકા જવાનો નિયમિત સર્વિસ માટે પસંદ થાય છે.જોકે ચાર વર્ષ બાદ આ
મનિષનું કહેવું છે કે, આ સંશોધનનો ઉદ્દેશ અગ્નિવીરોને તેમની નોકરીના કાર્યકાળ દરમિયાન અને એ પછી કેવી રીતે વધારે સારી સહાય પૂરી પાડી શકાય તે અંગેની સમજ આપવાનો છે.
નોકરીના મર્યાદિત કાર્યકાળના કારણે નોકરીના સંતોષ પર નકારાત્મક અસર
૪૮ ટકાએ નોકરીને લઈને મધ્યમ અને ૨૬ ટકાએ વધારે તણાવ હોવાનું સ્વીકાર્યું હતું.૧૨ ટકાએ કોઈ જાતનો તણાવ નહીં હોવાનું કહ્યું હતું.
૫૨ ટકાએ તેમને પૂરી પાડવામાં આવી રહેલી માનસિક સ્વાસ્થ્ય સહાયથી સંતોષ અને ૨૨ ટકાએ અસંતોષ વ્યક્ત કર્યો હતો.માત્ર ચાર ટકાએ વ્યાપક અસંતોષ હોવાનું કહ્યું હતું.
નોકરીના મર્યાદીત કાર્યકાળના કારણે નોકરીના સંતોષ પર અસર પડતો હોવાનું ૭૨ ટકાએ કહ્યું હતું.
૪૬ ટકાએ ચાર વર્ષ બાદ નોકરીની ઉભી થનારી તકો અંગે ચિંતા અને ૮ ટકાએ પ્રબળ ચિંતા વ્યક્ત કરી હતી.૩૪ ટકાએ ચાર વર્ષ પછી નોકરીની તકો અંગે હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો.
૬૦ ટકાએ યોજના અંગે નકારાત્મક અભિપ્રાય આપ્યા
૫૪ ટકાએ ચાર વર્ષની નોકરી બાદ લાંબા ગાળાની સર્વિસ માટે પસંદ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તો ૨૬ ટકાએ કાયમી સેવા માટે પસંદ થવામાં રસ કે આત્મ વિશ્વાસ નહોતો બતાવ્યો હતો.
૩૮ ટકાએ તેમને અપાયેલી તાલીમથી સંતોષ અને ૪૦ ટકાએ અસંતોષ વ્યક્ત કર્યો હતો.૨૨ ટકા તટસ્થ રહ્યા હતા.
૬૦ ટકાએ વત્તા ઓછા અંશે આ યોજના અંગે નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો.૨૬ ટકાએ યોજના અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.૧૪ ટકા તટસ્થ રહ્યા હતા.
સૂચનો અને ભલામણો
અગ્નિવીરનો કાર્યકાળ ચાર વર્ષથી વધારીને ૧૫ વર્ષ કરવો જોઈએ
કાયમી નોકરી માટે ૨૫ ટકા કરતા વધારે જવાનોને પસંદ કરવા જોઈએ
ગ્રેચ્યુઈટી, બચત આધારિત પેકેજ અને આંશિક પેન્શન જરુરી
અગ્નિવીર તરીકેના કાર્યકાળ બાદ કયા પ્રકારની તકો ઉપલબ્ધ છે તે અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમોનું આયોજન કરવું
મનોબળ વધારવા માટે વધારે પુરસ્કારો અને પ્રમાણપત્રો આપવામાં આવે
અગ્નિવીરો સુરક્ષિત રીતે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી શકે તે માટે એક ગુપ્ત પ્રણાલી અમલમાં મુકવી
અગ્નિવીરોને દેશની સેવા કરવાનો ગર્વ પણ..
સ્ટડી હાથ ધરનાર મનિષ જાંગીડે કહ્યું હતું કે, અગ્નિવીરોને દેશની સેવા કરવાનો ગર્વ છે પણ ટુંકો કાર્યકાળ, નોકરીની અસુરક્ષા એ મર્યાદિત લાભોના કારણે તેઓ તણાવ, ચિંતા અને અસંતોષ પણ અનુભવે છે.ઘણા અગ્નિવીરોને કાયમી સૈનિકોની સરખામણીમાં પોતાનું ઓછું મૂલ્યાંકન થતું હોવાનું લાગે છે.તેમને મનોવૈજ્ઞાાનિક સહાય આપવાની, કારકિર્દીની સ્થિરતા આપવાની અને તેમનું ગૌરવ સુનિશ્ચિત કરવાની જરુર છે.










