gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 797 પોઈન્ટના કડાકા બાદ ઝડપી રિકવર થઈ અંતે 77 પોઈન્ટ ઘટીને 81374 | Sensex recovers quickly …

G METRO NEWS by G METRO NEWS
June 3, 2025
in Business
0 0
0
સેન્સેક્સ 797 પોઈન્ટના કડાકા બાદ ઝડપી રિકવર થઈ અંતે 77 પોઈન્ટ ઘટીને 81374 | Sensex recovers quickly …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : યુક્રેનના રશિયા પર ઘાતક હુમલાને લઈ જીઓપોલિટીકલ ટેન્શન ફરી વધતાં અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચાઈનાથી સ્ટીલની આયાત પર ૫૦ ટકા ટેરિફ સહિતના નિર્ણયોને લઈ વૈશ્વિક વેપાર યુદ્વ વકરવાના એંધાણ અને હોંગકોંગની હાલત કફોડી બની રહ્યાના અહેવાલો વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતીમાં નરમાઈ સાથે ભારતીય શેર બજારોમાં આરંભમાં મોટો કડાકો બોલાયો હતો. ફંડોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટી શેરો ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીઅલ ટેકનોલોજી સહિતમાં વેચવાલી તેમ જ મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, ઓટો શેરોમાં ટાટા સ્ટીલ અને બેંકિંગ શેરો એચડીએફસી બેંક, ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઈનાન્સ સહિતના શેરોમાં મોટું ઓફલોડિંગ કર્યું હતું. જેથી સેન્સેક્સ એક તબક્કે ૭૯૬.૭૫ પોઈન્ટના કડાકે નીચામાં ૮૦૬૫૪.૨૬ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળે ફંડોની એફએમસીજી શેરો હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા સહિતમાં તેજી થતાં અને અદાણી પોર્ટસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન, આઈસીઆઈસીઆઈ બેંક સહિતમાં આકર્ષણે ઘટાડો પચાવી ૮૧૪૭૪.૨૬ સુધી આવીને અંતે ૭૭.૨૬ પોઈન્ટ ઘટીને ૮૧૩૭૩.૭૫ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ એક તબક્કે નીચામાં ૨૪૫૨૬.૧૫ સુધી આવ્યા બાદ ઉપરમાં ૨૪૭૫૪.૪૦ સુધી જઈ અંતે ૩૪.૧૦ પોઈન્ટ ઘટીને ૨૪૭૧૬.૬૦  બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં ફંડો હળવા થયા : ન્યુક્લિયસ, એમ્ફેસીસ, જેનેસિસ, નેટવેબ, પર્સિસ્ટન્ટ ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડો હળવા થતાં નરમાઈ જોવાઈ હતી.  ન્યુક્લિયસ સોફ્ટવેર રૂ.૪૨.૮૫ ઘટીને રૂ.૧૨૪૦.૨૦, એમ્ફેસીસ રૂ.૬૬.૯૫ ઘટીને રૂ.૨૪૯૨.૬૦, જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૧૬.૨૫ ઘટીને રૂ.૭૨૬.૮૦, નેટવેબ રૂ.૪૩ ઘટીને રૂ.૧૯૫૪.૭૦, પર્સિસ્ટન્ટ રૂ.૧૧૮.૧૫ ઘટીને રૂ.૫૫૧૮.૧૫, ટેક મહિન્દ્રા રૂ.૨૬.૨૫ ઘટીને રૂ.૧૫૪૭.૭૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૯.૫૫ ઘટીને રૂ.૮૨૫.૨૦, ઈન્ફોસીસ રૂ.૮.૬૦ ઘટીને રૂ.૧૫૫૪.૨૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૬૨.૯૫ ઘટીને રૂ.૮૩૯૪.૪૫, માસ્ટેક રૂ.૩૮ ઘટીને રૂ.૨૨૮૮.૩૫, વિપ્રો રૂ.૨ ઘટીને રૂ.૨૪૭.૭૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૧૧.૬૨ પોઈન્ટ ઘટીને ૩૬૬૮૧.૯૧ બંધ રહ્યો હતો.

એફએમસીજી શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : એડીએફ ફૂડ્સ, વાડીલાલ, હેરીટેજ ફૂડ્સ, નેસ્લે ઈન્ડિયા વધ્યા

એફએમસીજી શેરોમાં આજે ફંડોએ આરંભથી જ ફ્રન્ટલાઈન શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું.  બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૩૧.૦૩ પોઈન્ટ વધીને ૨૦૪૩૯.૧૯ બંધ રહ્યો હતો. એડીએફ ફૂડ્સ રૂ.૨૩.૮૫ વધીને રૂ.૨૫૯.૮૫, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૦૫.૯૫ વધીને રૂ.૫૫૩૭.૧૦, હેરીટેજ ફૂડ્સ રૂ.૧૫.૪૦ વધીને રૂ.૪૧૯.૭૦, ગોદરેજ કન્ઝયુમર રૂ.૩૪.૧૦ વધીને રૂ.૧૨૬૫.૬૦, અવધ સુગર રૂ.૧૨.૧૦ વધીને રૂ.૫૪૪.૨૫, કેઆરબીએલ રૂ.૭.૭૫ વધીને રૂ.૩૬૦.૫૫, બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯૯.૪૫ વધીને રૂ.૫૬૦૯.૫૫, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૨૩.૬૦ વધીને રૂ.૨૩૭૨.૯૫, આઈટીસી રૂ.૧.૪૫ વધીને રૂ.૪૧૯.૩૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૧૧.૪૫ વધીને રૂ.૨૪૦૮.૨૦ રહ્યા હતા.

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડો વેચવાલ : જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન ઝિંક, વેદાન્તા ઘટયા

ચાઈના-હોંગકોંગના નબળા સમાચાર અને અમેરિકા-ચાઈના વચ્ચે ટેરિફ યુદ્વ વકરવા લાગતાં નેગેટીવ અસરે મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ લેણ હળવું કર્યું હતું. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૪.૮૦ ઘટીને રૂ.૯૭૯, ટાટા સ્ટીલ રૂ.૧.૯૫ ઘટીને રૂ.૧૫૯.૦૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૫.૩૫ ઘટીને રૂ.૪૫૨.૯૦, વેદાન્તા રૂ.૩.૩૦ ઘટીને રૂ.૪૩૨.૫૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૭૮.૩૩ પોઈન્ટ ઘટીને ૩૦૫૮૨.૦૩ બંધ રહ્યો હતો.

રિયાલ્ટી શેરોમાં સિલેક્ટિવ તેજી : બ્રિગેડ રૂ.૮૧ વધી રૂ.૧૧૭૮ : પ્રેસ્ટિજ રૂ.૭૩, ફિનિક્સ રૂ.૪૭ વધ્યા

રિયાલ્ટી કંપનીઓના શેરોમાં આજે ફંડોએ પસંદગીની મોટી ખરીદી કરતાં બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૭૫.૨૭ પોઈન્ટ વધીને ૭૫૩૪.૭૦ બંધ રહ્યો હતો. બ્રિગેડ એન્ટરપ્રાઈસીઝ રૂ.૮૧.૩૦ વધીને રૂ.૧૧૭૭.૭૦, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૭૩.૪૫ વધીને રૂ.૧૫૪૧.૦૫, અનંતરાજ રૂ.૧૮.૨૫ વધીને રૂ.૫૭૯.૮૦, ફિનિક્સ રૂ.૪૭.૫૫ વધીને રૂ.૧૫૮૭.૨૫, ડીએલએફ રૂ.૧૩.૨૫ વધીને રૂ.૮૧૦.૫૦,  ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૩૪.૯૫ વધીને રૂ.૨૨૮૦.૯૦, શોભા ડેવલપર્સ રૂ.૨૧.૪૦ વધીને રૂ.૧૪૫૧.૨૦ રહ્યા હતા.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી : વોલ્ટાસ, ટાઈટન કંપની, હવેલ્સ, કલ્યાણ જવેલર્સ ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોએ આજે વેચવાલી કરતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૩૪.૪૨ પોઈન્ટ ઘટીને ૫૭૭૧૨.૨૪ બંધ રહ્યો હતો. વોલ્ટાસ રૂ.૧૮.૧૫ ઘટીને રૂ.૧૨૪૫.૭૦, ટાઈટન કંપની રૂ.૨૮.૫૫ ઘટીને રૂ.૩૫૨૫.૬૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૧.૭૦ ઘટીને રૂ.૧૫૧૫.૫૫, કલ્યાણ જવેલર્સ રૂ.૪.૧૦ ઘટીને રૂ.૫૫૬.૭૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૭૯.૩૦ ઘટીને રૂ.૧૪,૬૧૨.૧૫ રહ્યા હતા.

હેલ્થકેર શેરોમાં તેજી : એસ્ટ્રાઝેનેકા રૂ.૧૩૫૦ ઉછળી રૂ.૯૩૧૫ : સન ફાર્મા એડવાન્સ, આરતી ડ્રગ્ઝમાં તેજી

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. એસ્ટ્રાઝેનેકા રૂ.૧૩૫૦.૪૫ વધીને રૂ.૯૩૧૫.૬૫, સન ફાર્મા એડવાન્સ રૂ.૧૩.૩૦ વધીને રૂ.૧૯૮.૪૫, આરતી ડ્રગ્ઝ રૂ.૨૩.૪૦ વધીને રૂ.૪૬૮.૩૫, ઓર્ચિડ ફાર્મા રૂ.૩૧.૫૦ વધીને રૂ.૬૬૨.૩૦, કોન્કોર્ડ બાયો રૂ.૭૫.૯૦ વધીને રૂ.૧૮૨૨.૪૫, સનોફી રૂ.૧૮૩.૩૦ વધીને રૂ.૫૪૫૧.૧૫, ઈન્ડોકો રૂ.૮.૬૦ વધીને રૂ.૨૫૮.૯૦, કોપરાન રૂ.૫.૧૦ વધીને રૂ.૧૮૭.૮૫ રહ્યા હતા.

ઓટો શેરોમાં હીરો, ટાટા મોટર્સ ઘટયા : મહિન્દ્રા મહિન્દ્રા, ભારત ફોર્જ, એમઆરએફ, ઉનો મિન્ડા વધ્યા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે કેટલાક શેરોમાં વેચવાલી સામે પસંદગીના શેરોમાં ખરીદી રહી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૭ વધીને રૂ.૩૦૨૫.૪૫, ભારત ફોર્જ રૂ.૧૬.૪૫ વધીને રૂ.૧૨૫૭.૮૦, એમઆરએફ રૂ.૧૮૩૮.૮૦ વધીને રૂ.૧,૪૦,૬૬૮, ઉનો મિન્ડા રૂ.૧૧.૨૦ વધીને રૂ.૧૦૧૭.૪૫, આઈશર મોટર્સ રૂ.૧૭.૩૫ વધીને રૂ.૫૩૫૬.૬૦ રહ્યા હતા. હીરો મોટોકોર્પ રૂ.૭૩.૪૫ ઘટીને રૂ.૪૨૩૧.૩૫, ટાટા મોટર્સ રૂ.૮.૦૫ ઘટીને રૂ.૭૧૧.૪૦, બજાજ ઓટો રૂ.૯૬.૮૦ ઘટીને રૂ.૮૫૧૧.૯૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે લોકલ ફંડોનું વેલ્યુબાઈંગ : ૨૦૬૪ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે ફંડો, ખેલંદાઓએ ઘણા શેરોમાં વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી સાધારણ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૮૭  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૬૪  અને ઘટનારની સંખ્યા ૨૦૫૨  રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૧.૨૮ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૪.૧૯ લાખ કરોડ

શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાડા સામે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં પસંદગીની ખરીદી થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૧.૩૧ લાખ કરોડ વધીને રૂ.૪૪૫.૫૦ લાખ કરોડ રહ્યું હતું.

FPIs/FIIની રૂ.૨૫૮૯ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની કેશમાં રૂ.૫૩૧૪ કરોડની ચોખ્ખી ખરીદી

ખરાબ બજારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની  આજે સોમવારે શેરોમાં કેશમાં વધુ રૂ.૨૫૮૯.૪૭ કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૨,૮૩૮.૫૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૪૨૮.૦૪  કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૫૩૧૩.૭૬  કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૪,૪૭૦.૦૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૧૫૬.૩૦કરોડની વેચવાલી કરી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…
Business

India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…

July 7, 2025
ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …
Business

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

July 6, 2025
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…
Business

ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

July 6, 2025
Next Post
જળપ્રલય: પૂર્વોત્તરમાં પૂર અને ભૂસ્ખલનથી 5 લાખ લોકો બેઘર, 36થી વધુના મોત | floods and landslides in …

જળપ્રલય: પૂર્વોત્તરમાં પૂર અને ભૂસ્ખલનથી 5 લાખ લોકો બેઘર, 36થી વધુના મોત | floods and landslides in ...

ઓછા પગારમાં પણ EMI અને બચત બંને કરો, જાણો શું છે 30:30:30:10 ફોર્મ્યુલા | Personal Finance Tips How …

ઓછા પગારમાં પણ EMI અને બચત બંને કરો, જાણો શું છે 30:30:30:10 ફોર્મ્યુલા | Personal Finance Tips How ...

ભારત જેટલું બતાવ્યું તેનાથી મોટો હતો હુમલો, 20 નહીં 28 સ્થળો પર નુકસાન: પાકિસ્તાનનું કબૂલનામું | ind…

ભારત જેટલું બતાવ્યું તેનાથી મોટો હતો હુમલો, 20 નહીં 28 સ્થળો પર નુકસાન: પાકિસ્તાનનું કબૂલનામું | ind...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જે.એન.એન.યુ.આર.એમ. અંતર્ગત વટવા,બહેરામપુરામાં બનાવાયેલા ૮૬૪૦ આવાસનો સ્ટ્રકચરલ સર્વે થશે | Under JNNU…

જે.એન.એન.યુ.આર.એમ. અંતર્ગત વટવા,બહેરામપુરામાં બનાવાયેલા ૮૬૪૦ આવાસનો સ્ટ્રકચરલ સર્વે થશે | Under JNNU…

3 months ago
ગરૂડેશ્વર પોલીસ લાઇનની બહાર જ 60 હજારની લાંચ સ્વીકારતા પોલીસ કર્મી ACBના હાથે ઝડપાયો | Policeman cau…

ગરૂડેશ્વર પોલીસ લાઇનની બહાર જ 60 હજારની લાંચ સ્વીકારતા પોલીસ કર્મી ACBના હાથે ઝડપાયો | Policeman cau…

3 months ago
કેશ કાંડ મામલો : CJIએ ન્યાયાધીશ વર્માનો રિપોર્ટ રાષ્ટ્રપતિ અને PMનો મોકલ્યો, કેસમાં નવા વળાંકની સંભા…

કેશ કાંડ મામલો : CJIએ ન્યાયાધીશ વર્માનો રિપોર્ટ રાષ્ટ્રપતિ અને PMનો મોકલ્યો, કેસમાં નવા વળાંકની સંભા…

2 months ago
મંચ પર વિજયન અને થરૂર બંને બેઠા છે, આજે ઘણાંને ઊંઘ નહીં આવે: કેરળમાં PM મોદીનું નિવેદન | pm narendra…

મંચ પર વિજયન અને થરૂર બંને બેઠા છે, આજે ઘણાંને ઊંઘ નહીં આવે: કેરળમાં PM મોદીનું નિવેદન | pm narendra…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News