INDIA Alliance Meeting : આજે દિલ્હી સ્થિત કૉન્સ્ટિટ્યૂશન ક્લબમાં ઇન્ડિયા ગઠબંધન(I.N.D.I.A)ની બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના નેતા જયરામ રમેશ, શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉત, સમાજવાદી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવ, રાષ્ટ્રીય જનતા દળના સભ્ય મનોજ ઝા, અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસના સભ્ય ડેરેક ઓ બ્રાયન સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન વિપક્ષોએ ઓપરેશન સિંદૂર મુદ્દે કેન્દ્ર સરકાર પર પારદર્શિતાની અછતનો આક્ષેપ કર્યો છે અને વિશેષ સત્ર બોલાવાની માંગ કરી છે.