કાશ્મીરીઓ પર બાબા બર્ફાનીના આશીર્વાદ !
ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યમંત્રીની શ્રધ્ધાળુઓને અપીલની અસર જોવા મળી
જમ્મુ: શક્તિ ભક્તિ ઉત્સવ અને ઉત્સાહનું પ્રતિક અમરનાથ યાત્રાથી જમ્મુ કાશ્મીરની અર્થવ્યવસ્થાને લગભગ ૪૦૦ કરોડનો બુસ્ટર ડોઝ મળવા જઇ રહ્યો છે.પહેલગામમાં આતંકી હુમલા બાદ પાટા પરથી ઉતરી ગયેલ કાશ્મીરના પ્રવાસનને આ યાત્રા વરદાનરુપ સાબિત થઇ રહી છે.