– આર્થિક ભીંસમાં આવેલા પરિવારે યોગીની મદદ માગી હતી
– આઇએએસ બનવાનું મારું સ્વપ્ન રોળાયું, યોગીજી પર મદદનો ભરોસો: વિદ્યાર્થિની
– ભાજપના સુત્ર બેટી બચાવો, બેટી પઢાઓની આ જ હકીકત છે, અમે મદદ કરીશું : અખિલેશ
ગોરખપુર: ઉત્તર પ્રદેશમાં ધોરણ ૭ની એક વિદ્યાર્થિની મુદ્દે ભાજપ અને વિપક્ષ સપા વચ્ચે વિવાદ સામે આવ્યો છે. આ વિદ્યાર્થિનીએ પિતાની નબળી આર્થિક સ્થિતિને કારણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે શિક્ષણમાં મદદની માગ કરી હતી. જોકે બીજી તરફ વિદ્યાર્થિની જે શાળામાં અભ્યાસ કરે છે તેણે ફી માફ કરવાની ના પાડી દીધી હતી.