gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 261 પોઈન્ટ ઉછળીને 80998 | Sensex jumps 261 points to 80998

G METRO NEWS by G METRO NEWS
June 5, 2025
in Business
0 0
0
સેન્સેક્સ 261 પોઈન્ટ ઉછળીને 80998 | Sensex jumps 261 points to 80998
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ચાઈના સામે આક્રમક વલણ અપનાવીને સ્ટીલ સહિતની આયાત પર ૫૦ ટકા ટેરિફ લગાવતાં બન્ને દેશો વચ્ચે તણાવ છતાં યુરોપના બજારોમાં તેજી સાથે એશીયાના બજારોમાં જાપાન સહિત ભારતીય શેર બજારોમાં આજે લોકલ ફંડોની સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની પણ ખરીદીના આકર્ષણે મજબૂતી જોવાઈ હતી. અમેરિકા સાથે ભારતની ટ્રેડ ડિલ ૯, જુલાઈની મુદ્દત પૂર્વે થઈ જવાની અપેક્ષાએ અને ચાઈના સાથે અમેરિકાના વણસતા સંબંધોથી ભારતને ફાયદો થવાની અપેક્ષાએ ફંડોની શેરોમાં ફ્રન્ટલાઈન ખરીદી થતાં સેન્સેક્સ, નિફટી બેઝડ સુધારો જોવાયો હતો. ઓટો, મેટલ-માઈનીંગ, હેલ્થકેર, આઈટી, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ શેરોમાં સિલેક્ટિવ ખરીદીએ સેન્સેક્સ ૨૬૦.૭૪ પોઈન્ટ વધીને ૮૦૯૯૮.૨૫ અને નિફટી ૫૦ સ્પોટ ૭૭.૭૦ પોઈન્ટ વધીને ૨૪૬૨૦.૨૦ બંધ રહ્યા હતા.

ઓટો શેરોમાં ફંડોનું આકર્ષણ : ઉનો મિન્ડા, મધરસન, ટીઆઈ ઈન્ડિયા, ટાટા મોટર્સ, બાલક્રિષ્ન ઈન્ડ. વધ્યા

ઓટોમોબાઈલ શેરોમાં ફંડોએ આજે સતત પસંદગીની ખરીદી કરી હતી. ઉનો મિન્ડા રૂ.૩૦ વધીને રૂ.૧૦૫૪.૭૦, મધરસન રૂ.૨.૪૫ વધીને રૂ.૧૫૨.૮૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૪૮.૩૦ વધીને રૂ.૩૦૭૮.૮૫, ટાટા મોટર્સ રૂ.૬.૪૦ વધીને રૂ.૭૦૯.૯૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૮.૮૦ વધીને રૂ.૨૪૬૬.૯૦, એક્સાઈડ રૂ.૨.૮૦ વધીને રૂ.૩૮૮.૯૦, ટીવીએસ મોટર રૂ.૧૯.૧૦ વધીને રૂ.૨૭૬૦.૭૫, બોશ રૂ.૬૯.૧૫ વધીને રૂ.૩૧,૪૦૭.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૫૭.૬૭ પોઈન્ટ વધીને ૫૨૩૩૩.૪૭ બંધ રહ્યો હતો.

ચાઈના પર અમેરિકાની ૫૦ ટકા ટેરિફે એડવાન્ટેજ ઈન્ડિયા : મેટલ શેરોમાં એપીએલ, સેઈલ મજબૂત

ચાઈના પર અમેરિકાએ સ્ટીલ, એલ્યુમીનિયમ પરની ટેરિફ વધારીને બમણી ૫૦ ટકા કરતાં એડવાન્ટેજ ભારત બની રહેવાની અપેક્ષાએ ફંડોની આજે મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. એપીએલ અપોલો રૂ.૮૨.૭૦ વધીને રૂ.૧૮૯૭.૪૦, સેઈલ રૂ.૧.૫૫ વધીને રૂ.૧૩૧.૮૦, વેદાન્તા રૂ.૨.૯૦ વધીને રૂ.૪૩૬.૮૦, હિન્દાલ્કો રૂ.૪.૨૫ વધીને રૂ.૬૨૬ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૫૫.૨૪ પોઈન્ટ વધીને ૩૦૬૫૯.૦૨ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પસંદગીની ખરીદી : ડિક્સન રૂ.૫૧૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦૨ ઉછળ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોએ આજે પસંદગીની ખરીદી કરતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૦૯.૩૯ પોઈન્ટ વધીને ૫૭૫૯૬.૯૮ બંધ રહ્યો હતો. ડિક્સન ટેકનોલોજી રૂ.૫૧૦.૦૫ વધીને રૂ.૧૪,૯૬૧.૧૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦૧.૯૦ વધીને રૂ.૪૨૯૨.૬૦, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૧૯.૦૫ વધીને રૂ.૧૨૫૦.૯૫, બ્લુ સ્ટાર રૂ.૮.૨૫ વધીને રૂ.૧૫૫૧.૫૫ રહ્યા હતા.

આઈટી શેરોમાં ફંડો લેવાલ : ક્વિક હિલ રૂ.૫૨ ઉછળી રૂ.૩૫૩ : રામકો સિસ્ટમ, આઈકેએસ, ઓરેકલ વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે સતત ખરીદી કરી હતી. ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૫૨.૪૫ ઉછળી રૂ.૩૫૨.૬૦, રામકો સિસ્ટમ રૂ.૩૨.૬૫ વધીને રૂ.૪૬૭.૫૫, આઈકેએસ રૂ.૮૯.૭૦ વધીને રૂ.૧૬૧૨.૩૦, ઓરિએન્ટ ટેકનો રૂ.૧૨.૭૫ વધીને રૂ.૩૫૩.૧૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૯૯.૪૦ વધીને રૂ.૮૬૬૧.૩૫, રેટ ગેઈન રૂ.૧૪.૨૫ વધીને રૂ.૪૫૫.૯૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૨૪.૨૭ પોઈન્ટ વધીને ૩૬૫૫૮.૭૫ બંધ રહ્યો હતો.

એનએચપીસી, જેએસડબલ્યુ એનજીૅ, સીજી પાવર, અદાણી ગ્રીન એનજીૅ, ટોરન્ટ પાવર, એબીબીમાં તેજી

પાવર શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. એનએચપીસી રૂ.૧.૯૬ વધીને રૂ.૮૭.૦૮, જેએસડબલ્યુ એનજીૅ રૂ.૯.૯૦ વધીને રૂ.૫૦૯.૧૫, સીજી પાવર રૂ.૧૨ વધીને રૂ.૬૮૯.૮૦, અદાણી ગ્રીન એનજીૅ રૂ.૧૨.૬૦ વધીને રૂ.૧૦૦૫.૩૫, ટોરન્ટ પાવર રૂ.૧૬.૫૦ વધીને રૂ.૧૪૨૦.૩૫, ટાટા પાવર રૂ.૨ વધીને રૂ.૩૯૩.૫૦, એનટીપીસી રૂ.૧.૦૫ વધીને રૂ.૩૨૯.૩૦ રહ્યા હતા.

ઈરકોન, રેલટેઈલ, ટેક્સરેઈલ વધ્યા : રિલાયન્સ ઈન્ફ્રા. એનસીએલટીની ઈન્સોલવન્સી કાર્યવાહી રદ થતાં વધ્યો

રેલવે, ઈન્ફ્રાસ્ટ્રકચર શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં એનસીએલટીએ ઈન્સોલવન્સી કાર્યવાહી પર રોક લગાવતાં શેર રૂ.૩૮.૫૫ વધીને રૂ.૩૮૦.૫૦ રહ્યો હતો. ઈરકોન રૂ.૨૬.૨૫ વધીને રૂ.૨૨૦.૩૦, રેલટેઈલ રૂ.૪૩.૬૫ વધીને રૂ.૪૪૨.૩૦, સ્વાન એનજીૅ રૂ.૩૬.૮૦ વધીને રૂ.૪૪૯.૩૦, ઓલકાર્ગો રૂ.૨.૩૪ વધીને રૂ.૩૩.૨૮, ગાર્ડન રિચ શિપ રૂ.૨૦૮.૬૦ વધીને રૂ.૩૩૫૮.૫૦, આરવીએનએલ રૂ.૨૬.૨૦ વધીને રૂ.૪૨૯.૯૦, ગ્લેક્સો ફાર્મા રૂ.૨૦૩.૭૦ વધીને રૂ.૩૪૨૭.૩૫, હેરીટેજ ફૂડ રૂ.૨૫.૧૫ વધીને રૂ.૪૪૬.૧૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે ખરીદી વધતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૦૨૭ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે ફંડો, ખેલંદાઓની પસંદગીની ખરીદી વધતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી સાધારણ પોઝિટીવ બની હતી.  બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૫  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૨૭  અને ઘટનારની સંખ્યા ૧૯૯૩  રહી હતી.

ક્રુડની મજબૂતી વચ્ચે ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણ : ઈન્દ્રપ્રસ્થ ગેસ, ઓઈલ ઈન્ડિયા, રિલાયન્સ વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સતત મજબૂત રહ્યા સાથે ઓઈલ-ગેસ શેરોમાં ફંડોનું આકર્ષણ જળવાયું હતું. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૩.૭૦ વધીને રૂ.૨૦૮.૮૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૭.૦૫ વધીને રૂ.૪૨૫.૦૫, એચપીસીએલ રૂ.૫ વધીને રૂ.૪૦૬.૬૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૭.૨૫ વધીને રૂ.૧૪૨૩.૨૦, પેટ્રોનેટ રૂ.૨.૩૦ વધીને રૂ.૩૦૭.૩૦, બીપીસીએલ રૂ.૧.૯૦ વધીને રૂ.૩૧૧.૫૫ રહ્યા હતા.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૨.૦૪ લાખ કરોડ વધીને રૂ.૪૪૫.૨૦ લાખ કરોડ રહ્યું

શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ મજબૂતી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૨.૦૪  લાખ કરોડ વધીને રૂ.૪૪૫.૨૦ લાખ કરોડ રહ્યું હતું.

FPIs/FIIની રૂ.૧૦૭૬ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની કેશમાં રૂ.૨૫૬૭ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે   આજે બુધવારે શેરોમાં કેશમાં રૂ.૧૦૭૬.૧૮ કરોડના શેરોની ચોખ્ખી  ખરીદી કરી હતી. કુલ રૂ.૧૬,૫૭૫.૫૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૪૯૯.૩૮  કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૨૫૬૬.૮૨  કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૦૪૫.૧૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૪૭૮.૩૫ કરોડની વેચવાલી કરી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rule Change : 1 ઓક્ટોબરથી દેશભરમાં લાગુ થશે 5 ફેરફાર, દરેકના ખિસ્સા પર થશે અસર | rule change from 1s…
Business

Rule Change : 1 ઓક્ટોબરથી દેશભરમાં લાગુ થશે 5 ફેરફાર, દરેકના ખિસ્સા પર થશે અસર | rule change from 1s…

September 27, 2025
સપ્ટેમ્બરમાં IPO બજારમાં તેજી, 1997 પછી ઇશ્યૂની સૌથી વધુ સંખ્યા | IPO market booms in September high…
Business

સપ્ટેમ્બરમાં IPO બજારમાં તેજી, 1997 પછી ઇશ્યૂની સૌથી વધુ સંખ્યા | IPO market booms in September high…

September 27, 2025
સેન્સેક્સ 733 પોઈન્ટ તૂટી 80426 | Sensex falls 733 points to 80 426
Business

સેન્સેક્સ 733 પોઈન્ટ તૂટી 80426 | Sensex falls 733 points to 80 426

September 27, 2025
Next Post
બેંગલુરુના વિજયી ઉત્સવમાં ધક્કામુક્કી થતાં 11નાં મોત | 11 dead in stampede at RCB IPL victory celebr…

બેંગલુરુના વિજયી ઉત્સવમાં ધક્કામુક્કી થતાં 11નાં મોત | 11 dead in stampede at RCB IPL victory celebr...

દિલ્હીના ગુરૂદ્વારાની જમીન પર વક્ફ બોર્ડનો દાવો સુપ્રીમે ફગાવ્યો | Supreme Court dismisses Waqf Boar…

દિલ્હીના ગુરૂદ્વારાની જમીન પર વક્ફ બોર્ડનો દાવો સુપ્રીમે ફગાવ્યો | Supreme Court dismisses Waqf Boar...

‘મહાકુંભમાં પણ નાસભાગ મચી હતી…’ બેંગ્લુરુની ઘટના પર સવાલ ઊઠતા કર્ણાટકના CMનો જવાબ | Karnataka CM H…

'મહાકુંભમાં પણ નાસભાગ મચી હતી...' બેંગ્લુરુની ઘટના પર સવાલ ઊઠતા કર્ણાટકના CMનો જવાબ | Karnataka CM H...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડમ્પરના તોતિંગ પૈંડા નીચે કચડાઇ જતા સિનિયર સિટિઝનનું મોત | Senior citizen died after being crushed u…

ડમ્પરના તોતિંગ પૈંડા નીચે કચડાઇ જતા સિનિયર સિટિઝનનું મોત | Senior citizen died after being crushed u…

6 months ago
અમદાવાદના દસક્રોઇની મેઘરાજાએ દશા બગાડી: 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં જળ ‘કરફ્યુ’ | gujarat heavy mo…

અમદાવાદના દસક્રોઇની મેઘરાજાએ દશા બગાડી: 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં જળ ‘કરફ્યુ’ | gujarat heavy mo…

2 months ago
ભારતે Prithvi-II અને Agni-I બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું, જાણો વિશેષતા | India successfull…

ભારતે Prithvi-II અને Agni-I બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું, જાણો વિશેષતા | India successfull…

2 months ago
સુરતમાં કચરામાંથી કપાયેલું માથું મળવાના કેસમાં મિત્ર જ હત્યારો નીકળ્યો, GIDC વિસ્તારમાંથી ધરપકડ | He…

સુરતમાં કચરામાંથી કપાયેલું માથું મળવાના કેસમાં મિત્ર જ હત્યારો નીકળ્યો, GIDC વિસ્તારમાંથી ધરપકડ | He…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News