gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જજ વર્માના ઘરે સુપ્રીમ કોર્ટની કમિટી પહોંચી, રૂપિયા મળ્યા ત્યાં તપાસ કરી | Supreme Court committee r…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in INDIA
0 0
0
જજ વર્માના ઘરે સુપ્રીમ કોર્ટની કમિટી પહોંચી, રૂપિયા મળ્યા ત્યાં તપાસ કરી | Supreme Court committee r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દિલ્હી હાઇકોર્ટના જજને ત્યાં કરોડો રૂપિયા મળતા વકીલોમાં રોષ વધ્યો

– પંજાબ-હરિયાણા તેમજ હિમાચલ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, કર્ણાટકના ન્યાયાધીશ જજ વર્માના ઘરે 35 મિનિટ રોકાયા

– જજ વર્મા વિવાદ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા સાંસદોની માગ, અધ્યક્ષ ધનખડની બેઠકમાં કોઇ નિવેડો ના આવ્યો 

નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરેથી કરોડો રૂપિયા મળ્યા બાદ સુપ્રીમ કોર્ટની આંતરિક તપાસ કમિટીએ તપાસ શરૂ કરી દીધી છે. કમિટીમાં સામેલ બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને એક હાઇકોર્ટના ન્યાયાધીશે વર્માના ઘરની મુલાકાત લીધી હતી. આશરે ૩૦થી ૩૫ મિનિટ સુધી તેઓ વર્માના ઘરમાં રહ્યા હતા. કમિટીની તપાસનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવશે જેના આધારે બાદમાં ન્યાયાધીશ વર્માનું ભાવી નક્કી થશે. કમિટીએ એ સ્થળની પણ મુલાકાત લીધી હતી કે જ્યાંથી રૂપિયા મળી આવ્યા હતા.    

૧૪મી માર્ચના રોજ ન્યાયાધીશ વર્માના ઘરે આગ લાગી હતી જેને ઠારવા ગયેલી ફાયર બ્રિગેડની ટીમને વર્માના સ્ટોરરૂમમાં સળગી રહેલી નોટો જોવા મળી હતી, જેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો, આ વીડિયો બાદમાં દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ થકી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલે તપાસ કમિટીની રચના કરી છે. આ કમિટીમાં સામેલ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શીલ નેગુ, હિમાચલ પ્રદેશના મુખ્ય ન્યાયાધીશ જી એસ સાંધાવાલિયા, કર્ણાટક હાઇકોર્ટના ન્યાયાધીશ અનુ સિવરમણ ન્યાયાધીશ વર્માના દિલ્હી સ્થિત સરકારી આવાસે પહોંચ્યા હતા કે જ્યાં આ રૂપિયા મળી આવ્યા છે. આ સમયે જજ વર્મા ઘરે હતા કે કેમ તેને લઇને કોઇ અહેવાલો સામે નથી આવ્યા. સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશ વર્માની દિલ્હી હાઇકોર્ટથી અલ્લાહાબાદ હાઇકોર્ટમાં બદલી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, વર્માની આ બદલીનો વિરોધ કરવા માટે અલ્લાહાબાદ હાઇકોર્ટ બાર અસોસિએશન દ્વારા મંગળવારથી વિરોધ શરૂ કરી દીધો છે અને અનિશ્ચિત સમયની હડતાળ પર ઉતરી ગયા છે. હડતાળની આગેવાની લઇ રહેતા બાર અસોસિએશનના પ્રમુખ અનિલ તિવારીએ કહ્યું હતું કે આ પ્રદર્શન કોઇ જજ કે કોર્ટ સામે નથી પરંતુ ન્યાય વ્યવસ્થા સાથે વિશ્વાસઘાત કરનારા સામે છે. અમારી લડાઇ ભ્રષ્ટાચારીઓ અને સિસ્ટમ સામે છે જેમાં પારદર્શિતાનો અભાવ છે. હાલમાં અમારી માગણી ટ્રાન્સફર ઓર્ડર પરત લેવાની છે. શરૂઆતથી જ સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે, સમગ્ર દેશના વકીલો આ લડાઇ લડી રહ્યા છે. જ્યાંસુધી ઠરાવ ના પહોંચે ત્યાંસુધી અમે કામ શરૂ નહીં કરીએ.

બીજી તરફ ન્યાયાધીશ વર્માના ઘરેથી રોકડ રકમ મળી આવવા મામલે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે બેઠક બોલાવી હતી, જેમાં ભાજપ અને વિપક્ષના સાંસદો જોડાયા હતા. આ બેઠકમાં ન્યાયપાલિકાની જવાબદેહી અંગે નિર્ણય લેવા ચર્ચા થઇ હતી, જોકે કોઇ નિરાકરણ નહોતુ આવ્યું. ટીએમસીના સાંસદોએ માગ કરી છે કે આ મામલે સંસદના ગૃહમાં ચર્ચા થવી જોઇએ, અમે આ માટે નોટિસ પણ આપી છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ પ્રિયંકા ચતૂર્વેદીએ કહ્યું હતું કે આજની બેઠકમાં કોઇ નિવેડો નથી આવ્યો, આગામી સપ્તાહે કદાચ આ મુદ્દે ચર્ચા થઇ શકે છે. 

અગાઉ અધ્યક્ષ ધનખડે કહ્યું હતું કે હાલ સુપ્રીમ કોર્ટની કમિટી દ્વારા તપાસ ચાલી રહી છે, તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. ભાજપના સાંસદ કિરણ ચૌધરીએ કહ્યું હતું કે તમામ લોકોને ન્યાયપાલિકા પર વિશ્વાસ છે, જે દાવા થઇ રહ્યા છે તે સાચા છે કે જુઠા તે કોઇ નથી જાણતું, પરંતુ જે પ્રશ્નો ઉઠી રહ્યા છે તે ચિંતાજનક છે, જો ન્યાયપાલિકા પરથી વિશ્વાસ ઉઠી જશે તો કઇ નહીં બચે. હાલ જજ વર્માએ તમામ આરોપ અને દાવાને નકાર્યા છે અને કહ્યું છે કે મે કે મારા પરિવારે ઘરે કોઇ રૂપિયા નથી મુક્યા. સુપ્રીમ કોર્ટની કમિટી તપાસ કરીને જે રિપોર્ટ સોંપશે તેના આધારે સુપ્રીમની કોલેજિયમ આગળનો નિર્ણય લેશે.         

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…
INDIA

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…

March 22, 2026
મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …
INDIA

મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …

March 22, 2026
LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…
INDIA

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

March 22, 2026
Next Post
આજે મવડીનું ઈન્ડોર સ્ટેડિયમ ખુલશે,૩ માસ મોડુ થતા 2.36 કરોડનો દંડ | Mawdi’s indoor stadium to open to…

આજે મવડીનું ઈન્ડોર સ્ટેડિયમ ખુલશે,૩ માસ મોડુ થતા 2.36 કરોડનો દંડ | Mawdi's indoor stadium to open to...

અમેરિકાએ વેનેન્ઝુએલાના ક્રૂડતેલ પર અંકુશો મૂકતા ક્રૂડતેલ વધી 73 ડોલરને પાર | Crude oil rises above 7…

અમેરિકાએ વેનેન્ઝુએલાના ક્રૂડતેલ પર અંકુશો મૂકતા ક્રૂડતેલ વધી 73 ડોલરને પાર | Crude oil rises above 7...

જૂનથી એટીએમ અને યુપીઆઇ મારફતે પીએફના નાણાં ઉપાડી શકાશે | PF money can be withdrawn through ATM and U…

જૂનથી એટીએમ અને યુપીઆઇ મારફતે પીએફના નાણાં ઉપાડી શકાશે | PF money can be withdrawn through ATM and U...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ટેકરા પર મકાન હોય તો થોડી એમ્બ્યુલન્સ જાય?’, સગર્ભાને ઝોળીમાં લઈ જવા મુદ્દે ભાજપ ધારાસભ્યની અસંવેદન…

‘ટેકરા પર મકાન હોય તો થોડી એમ્બ્યુલન્સ જાય?’, સગર્ભાને ઝોળીમાં લઈ જવા મુદ્દે ભાજપ ધારાસભ્યની અસંવેદન…

12 hours ago
કપડવંજ પાલિકામાં મિલક્તોના ગેરકાયદે ઠરાવ મુદ્દે પ્રાદેશિક કમિશનરને રજૂઆત | the Commissioner regardin…

કપડવંજ પાલિકામાં મિલક્તોના ગેરકાયદે ઠરાવ મુદ્દે પ્રાદેશિક કમિશનરને રજૂઆત | the Commissioner regardin…

6 months ago
વડોદરા કોર્પોરેશનને 30 સપ્ટેમ્બરે મુદત પૂરી થતાં વ્યવસાય વેરાની 38.57 કરોડ આવક થઈ | VMC received 38 …

વડોદરા કોર્પોરેશનને 30 સપ્ટેમ્બરે મુદત પૂરી થતાં વ્યવસાય વેરાની 38.57 કરોડ આવક થઈ | VMC received 38 …

6 months ago
આજથી કાઉન્સિલની મહત્ત્વપૂર્ણ બેઠક  જીએસટી દરોમાં સુધારાની શક્યતા

આજથી કાઉન્સિલની મહત્ત્વપૂર્ણ બેઠક જીએસટી દરોમાં સુધારાની શક્યતા

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News