gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83444 થી 81044 વચ્ચે અથડાશે | Sensex will hit between 83444 and 81044 in the…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2025
in Business
0 0
0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 83444 થી 81044 વચ્ચે અથડાશે | Sensex will hit between 83444 and 81044 in the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ટ્રમ્પ ટેરિફ વોરના પરિણામે એક તરફ વૈશ્વિક વેપાર અનિશ્ચિતતા સર્જાઈ છે, તો તેના કારણે દરેક દેશો પોતાના વેપાર હિતને લઈ રક્ષણાત્મક નીતિ અપનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. દરેક દેશોને ટેરિફના નામે દબડાવનાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હવે ઘર આંગણે તેના જ ચૂંટણી મિત્ર ઈઓન મસ્ક દબડાવીને વિરોધમાં બેસી જતાં આગામી દિવસોમાં ટેરિફ યુદ્વ શાંત થવાની પૂરી શકયતા જોવાઈ રહી છે. પરંતુ ટ્રમ્પનું પલડું કઈ બાજુ નમશે એ કહેવું કોઈપણ ભવિષ્યવેતા માટે મુશ્કેલ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને દેશના આર્થિક વિકાસને સપોર્ટ કરવાની  આવશ્યકતા દેખાઈ એકાએક અનપેક્ષિત રેેપો રેટમાં અડધા ટકાનો ઘટાડો અને સીઆરઆરમાં ચાર તબક્કામાં એક ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે. સિસ્ટમમાં લિક્વિડિટી વધારવાની અને એના થકી ધિરાણ વૃદ્વિને મહત્વ આપીને લેવાયેલા નિર્ણયોથી બજારમાં પણ તેજીને વેગ મળતો જોવાયો છે. અન્ય આંતરરાષ્ટ્રીય નેગેટીવ પરિબળોની નહીં સર્જાવાના સંજોગોમાં વિદેશી ફંડો અને સ્થાનિક ફંડોની શેરોમાં ખરીદી વધવાની શકયતાએ તેજીનો દોર આગળ વધવાની શકયતા રહેશે. આ પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૫૪૪૪થી ૨૪૬૬૬ વચ્ચે અને સેન્સેક્સ ૮૩૪૪૪થી ૮૧૦૪૪ વચ્ચે અથડાવાની શકયતા રહેશે.

અર્જુનની આંખે : TRANSRAIL LIGHTING  LTD.

માત્ર બીએસઈ(૫૪૪૩૧૭) લિસ્ટેડ, રૂ.૨ પેઈડ-અપ, ૭૧.૧૨ ટકા પ્રમોટર્સ અજન્મા હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડના હોલ્ડિંગની, ISO 9001:2015 Quality Management system, ISO 14001:2015 Environmental Management System, ISO 27001:13 Communications Security, ISO 45001:2018 for Occupational Health and Safety Management System Certified, ટ્રાન્સરેલ લાઈટીંગ લિમિટેડ(TRANSRAIL LIGHTING LTD.) લેટીસ સ્ટ્રકચર્સ, કન્ડકટર્સ અને મોનોપોલ્સ માટે ઈન્ટીગ્રેટેડ મેન્યુફેકચરીંગ સવલતો ધરાવતી ભારતની અગ્રણી એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રકશન કંપનીઓ પૈકી એક છે. કંપની વૈૈશ્વિક સ્તરે ટર્નકી ધોરણે કોમ્પ્રિહેન્સિવ સોલ્યુશન્સ પૂરા પાડવાનો ચાર દાયકાનો અનુભવ ધરાવે છે.

કંપનીની બિઝનેસો પ્રમુખ ચાર વર્ટિકલ્સમાં વહેંચાયેલા છે. જેમાં (૧) પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન (સબસ્ટેશનો સહિત) (૨) સિવિલ કન્સ્ટ્રકશન (૩) પોલ્સ અને લાઈટીંગ અને (૪) રેલવેઝ છે. કંપની અમેરિકા, યુરોપ, આફ્રિકા અને એશીયા ચાર ખંડોમાં મળીને ૫૦થી વધુ દેશોમાં અસ્તિત્વ સાથે વૈશ્વિક સાહસિક છે.

પ્રોડક્ટસ-વર્ટિકલ્સ :

પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન : પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન પોર્ટફોલિયોમાં ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ સ્ટ્રકચર્સની ડિઝાઈન, મેન્યુફેકચરીંગ,ટેસ્ટિંગ, ઈન્સ્ટોલેશન અને સપ્લાય કરે છે. આ ઉપરાંત આ વર્ટિકલ હેઠળ સબસ્ટેશન પ્રોજેક્ટો પણ હાથ ધરવામાં આવે છે.

રેલવેઝ : ઈલેક્ટ્રિફિકેશન, અર્થવર્ક, સિગ્નલિંગ અને ટેલીકોમ્યુનિકેશન્સની કામગીરી ધરાવતા રેલવે પ્રોજેક્ટોનું અમલીકરણ કરે છે. આ સાથે કંપનીના ઓફરિંગમાં રેલવે ઉદ્યોગની સિવિલ અને ઈલેક્ટ્રિકલ જરૂરીયાતને પણ આવરી લે છે. કંપનીના તાજેતરના ઓર્ડરો રેલવે મંત્રાલય હેઠળના કેન્દ્રિય જાહેર ક્ષેત્રના સાહસો પાસેથી ઓર્ડરોનો સમાવેશ છે.

સિવિલ કન્સ્ટ્રકશન્સ : આ વર્ટિકલ હેઠળ કંપની બ્રિજ, ટનલ, એલીવેટેડ રોડના નિર્માણ-કન્સ્ટ્રકશન પર ફોક્સ કરી અન્ય સિવિલ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટો હાથ ધરે છે.  આ પ્રોજેક્ટોમાં કેટલાક પ્રતિષ્ઠિત પ્રોજેક્ટોમાં ભારત માલા પ્રોજેક્ટ, એનએચએઆઈએ બિહારમાં કોસી નદી પર ભારતના સૌથી લાંબા બ્રિજના કન્સ્ટ્રકશનનો ઓર્ડર મેળવ્યો હતો. આ નદી પર ૧૦ કિલોમીટરનો બ્રિજના કન્સ્ટ્રકશનથી ૯૦ મીનિટમાં બિહારના મહત્વના શહેરો સુધી ઝડપી પહોંચી શકાશે અને ટ્રાફિક સમયમાં ઘટાડો થશે.

પોલ્સ અને લાઈટીંગ : હાઈ માસ્ટ્સ, સ્ટ્રીટ પોલ્સ, લુમીનરીઝ, પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન મોનોપોલ્સ, સ્ટેડિયમ લાઈટીંગ, ડેરિક સ્ટ્રકચર્સ, રોડ ગેનટ્રીઝ અને સિગ્નેજીસ, ફ્લેગ માસ્ટ્સ, સોલાર સ્ટ્રીટલાઈટ્સ, ડેકોરેટીવ પોલ્સ વગેરેનું વૈવિધ્યીકૃત પ્રોડક્ટ મેન્યુફેકચરીંગ સેટ-અપ ધરાવે છે. કંપનીના પ્રોડક્ટસ લેન્ડમાર્ક પ્રોજેક્ટોમાં ઉપયોગમાં લેવાતા હોવા ઉપરાંત ઘણા દેશોમાં નિકાસ પણ થાય છે. જે પૈકી કેટલાકમાં મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક, એમ.ચિન્ના સ્વામી ક્રિકેટ સ્ટેડિયમ-બેંગ્લુરૂ, સમૃધ્ધિ હાઈવે, એલઈડી ટ્રાફિક લાઈટ્સ મુંબઈ, કત્તારના સ્પોર્ટ્સ અને ડેકોરેટીવ લાઈટિંગ્સ, ઝામ્બિયાના લુસાકા સિટી ડી-કન્જેશન પ્રોજેક્ટ વગેરેનો સમાવેશ છે.

ઉત્પાદન પ્લાન્ટો : કંપની વર્ધા-મહારાષ્ટ્ર, વડોદરા-ગુજરાત, સિલ્વાસા પ્લાન્ટ (કન્ડકટર), સિલ્વાસા પ્લાન્ટ (પોલ્સ) ધરાવે છે.

વર્ષ ૨૦૨૪ સુધીના અનુભવનો રેકોર્ડ : ૩૪,૪૦૦ સીકેએમ ટ્રાન્સમિશન લાઈન્સ કન્સ્ટ્રકશન, ૩૦,૦૦૦ સીકેએમ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નિર્માણ, ૩૮૫ સીકેએમ રેલવે ઈલેક્ટ્રિફિકેશન પૂર્ણ, ૪૭૬ ટાવર્સ પ્રોટો ટેસ્ટેડ વિવિધ ટાઈપના, ૧૩,૦૦,૦૦૦ એમટી લેટીસ ટાવર્સ સપ્લાય, ૧,૯૦,૦૦૦ એમટી કન્ડકટર સપ્લાય, ૪,૬૦,૦૦૦ સ્ટ્રીટ લાઈટ્સ અને હાઈ માસ્ટ્સ સપ્લાય કર્યા છે.

૩,જૂન ૨૦૨૫ના કંપનીનો અખબારી રિપોર્ટ : (પીટીઆઈ) :ઈપીસી સાહસિક ટ્રાન્સરેલ લાઈટીંગે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં રૂ.૫૩૪ કરોડના નવા ઓર્ડરો મેળવ્યા છે. જે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સેગ્મેન્ટ દ્વારા મેળવાયા હોવાનું કંપનીએ નિવેદનમાં જણાવ્યું છે. કંપનીની એમડી અને સીઈઓ રણદિપ નારંગે જણાવ્યું હતું કે,  નાણા વર્ષ ૨૦૨૬ના ઓર્ડર પ્રવાહ રૂ.૧૬૦૦ કરોડને પાર થયા છે,કંપની એફિશિયન્ટ એક્ઝિક્યુશન અને સમયસર ડિલિવરી પર ફોક્સ જાળવી રાખશે. નવા ઓર્ડરોમાં કંપનીની સૌથી મોટા સબસ્ટેશનની કામગીરીનો સમાવેશ છે. જે આફ્રિકામાં હાથ ધરાશે. ૩૧, માર્ચ મુજબ કંપની પાસે બાકી ઓર્ડર બુક ૪૪ ટકા વધીને રૂ.૧૪,૫૫૧ કરોડ થઈ છે.

મેનેજમેન્ટ ગાઈડન્સ : કંપનીના એમડી અને સીઈઓ રણદિપ નારંગ અને સીએફઓ દિપક ખંડેલવાલે ૨૬, મે ૨૦૨૫ના રજૂ કરેલા ગાઈડન્સ મુજબ ”નાણા વર્ષ ૨૦૨૫માં કંપનીએ ભૌગોલિક રીતે મહત્વના બજારોમાં પ્રોજેકટ કામગીરીમાં નોંધનીય વિકાસ કર્યો છે. આવકમાં ૩૦.૨ ટકા વૃદ્વિ સાથે રૂ.૫૩૦૭ કરોડ મેળવી છે. ઈબીટા ૧૦૨ બેઝિઝ પોઈન્ટ વધીને ૧૨.૭૩ ટકા મેળવીને ચોખ્ખો નફો ૪૦ ટકા વૃદ્વિએ રૂ.૩૨૬.૬૩ કરોડ નોંધાવ્યો છે. ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રે બન્ને ભારત અને આંતરરાષ્ટ્રીય બજારમાં બિઝનેસ આઉટલૂક મજબૂત અપેક્ષિત છે. કંપની તેના બિડીંગમાં ખૂબ જ સિલેક્ટિવ છે. યોગ્ય માર્જિન, યોગ્ય ક્લાયન્ટ અને યોગ્ય બજાર પર કંપની કામ કરીને આગળ જતાં નફાકારકતા જાળવવામાં આ વ્યુહ મદદરૂપ થશે એવું તેમનું માનવું છે. કંપનીની અન-એક્ઝિક્યુટેડ ઓર્ડર બુકમાં ટી એન્ડ ડી બિઝનેસ ૯૨ ટકા છે. જેમાં સ્થાનિક ૫૧ ટકા અને બાકી ૪૦ ટકા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ છે. આ વર્ષે કંપનીએ રૂ.૯૬૮૦ કરોડના ઓર્ડર બુક કર્યા છે. જે ૧૨૦ ટકા વધારા સાથે ટ્રાન્સરેલમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ઓર્ડર બુક થયા છે. કંપનીનો ડેટ ટુ ઈક્વિટી રેશીયો નાણા વર્ષ ૨૦૨૪ના ૦.૫૬થી સુધરીને ૩૧, માર્ચ ૨૦૨૫ના અંતે ૦.૩૪ રહ્યો છે. કંપનીના આવકના અંદાજો માટે માર્ચ ૨૦૨૫માં હાંસલ કરાયેલી વૃદ્વિ પર ૨૩થી ૨૫ ટકા આવક વૃદ્વિનો અંદાજ છે. અત્યારે કંપનીનો બજાર હિસ્સો ૮ ટકાથી ૧૦ ટકા જેટલો છે. જે પાવર ગ્રીડ સાથે આ વર્ષે પણ હાંસલ કરવાનો ઉદ્દેશ છે. ટી એન્ડ ડીમાં કંપનીનો બજાર હિસ્સો ૧૦થી ૧૨ ટકા રહી શકવાનો અંદાજ છે. નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં ઈબીટા ૧૨થી ૧૨.૫ ટકા અપેક્ષિત છે.”

આવક : નાણા વર્ષ ૨૦૨૨માં રૂ.૨૩૫૦ કરોડ, નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૩૧૫૨ કરોડ, નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૪૦૭૬ કરોડ, નાણા વર્ષ ૨૦૨૫માં રૂ.૫૩૦૭ કરોડ, અપેક્ષિત નાણા વર્ષ ૨૦૨૬માં રૂ.૬૭૪૫ કરોડ

ચોખ્ખો નફો : નાણા વર્ષ ૨૦૨૨માં રૂ.૬૫ કરોડ, નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૧૦૮ કરોડ, નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૨૩૩ કરોડ, નાણા વર્ષ ૨૦૨૫માં રૂ.૩૨૭ કરોડ, અપેક્ષિત નાણા વર્ષ ૨૦૨૬માં રૂ.૪૬૧ કરોડ

બાકી રહેલી ઓર્ડર બુક : વર્ષ ૨૦૨૧માં રૂ.૫૧૮૦ કરોડ, વર્ષ ૨૦૨૨માં રૂ.૫૯૦૭ કરોડ, વર્ષ ૨૦૨૩માં રૂ.૯૬૧૯ કરોડ, વર્ષ ૨૦૨૪માં રૂ.૧૦,૧૦૦ કરોડ, વર્ષ ૨૦૨૫માં રૂ.૧૫,૯૧૫ કરોડ

બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૮૮, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૧૫, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૨૧, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૪૦, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૧૭૪

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ : ચોખ્ખી આવક  ૨૯.૬૧ ટકા વધીને રૂ.૫૩૫૩ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૬.૧૦ ટકા થકી ચોખ્ખો નફો ૪૦ ટકા વધીને રૂ.૩૨૭ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૫.૫૬ હાંસલ કરી છે.

(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત ચોખ્ખી આવક ૨૬ ટકા વધીને રૂ.૬૭૪૫ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૬.૮૩ ટકા થકી ચોખ્ખો નફો ૪૧ ટકા વધીને રૂ.૪૬૧ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૪.૩૦ અપેક્ષિત છે.

આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ  જવાબદાર રહેશે નહીં. (૨) અજન્મા હોલ્ડિંગ્સ પ્રા. લિ.ના ૭૧.૧૨ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની, ભારતની અગ્રણી ઈપીસી કંપની ટ્રાન્સરેલ લાઈટીંગ લિ., પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત ઈપીએસ રૂ.૩૪.૩૦ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૭૪ સામે રૂ.૨ પેઈડ-અપ શેર એનએસઈ, બીએસઈ પર રૂ.૬૭૦ ભાવે ઉદ્યોગના સરેરાશ ૩૫ના પી/ઇ સામે ૧૯ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો  છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…
Business

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…

May 13, 2026
વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…
Business

વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…

May 13, 2026
નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…
Business

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…

May 13, 2026
Next Post
સોનું રૂ.99,000ની અંદર: ક્રૂડ વધી 66 ડોલર પાર: ડોલર ઝડપી ઉંચકાયો | Gold below Rs 99 000: Crude rises…

સોનું રૂ.99,000ની અંદર: ક્રૂડ વધી 66 ડોલર પાર: ડોલર ઝડપી ઉંચકાયો | Gold below Rs 99 000: Crude rises...

કોર્પોરેટ ઈન્ડિયાની નાણા વર્ષ 2026 અને 2027 માટે કમાણીમાં વૃદ્વિના અંદાજો ઘટાડતા એનાલિસ્ટો | Analyst…

કોર્પોરેટ ઈન્ડિયાની નાણા વર્ષ 2026 અને 2027 માટે કમાણીમાં વૃદ્વિના અંદાજો ઘટાડતા એનાલિસ્ટો | Analyst...

ભારતનું એક માત્ર ટેક્સ-ફ્રી રાજ્ય, જ્યાં નાગરિકોને નથી ચૂકવવો પડતો ઇન્કમ ટેક્સ

ભારતનું એક માત્ર ટેક્સ-ફ્રી રાજ્ય, જ્યાં નાગરિકોને નથી ચૂકવવો પડતો ઇન્કમ ટેક્સ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં 22 વર્ષીય યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેકથી મોત, અચાનક મેદાનમાં જ ઢળી પડ્યો | 22 Year…

રાજકોટમાં 22 વર્ષીય યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેકથી મોત, અચાનક મેદાનમાં જ ઢળી પડ્યો | 22 Year…

9 months ago
સુરતમાં બાંધકામ સ્થળે માટી ધસી, આજુબાજુની ઈમારતો ખાલી કરાવાઈ, તંત્રએ કરી મોટી કાર્યવાહી | surat acci…

સુરતમાં બાંધકામ સ્થળે માટી ધસી, આજુબાજુની ઈમારતો ખાલી કરાવાઈ, તંત્રએ કરી મોટી કાર્યવાહી | surat acci…

5 months ago
મુસ્લિમ કે ખ્રિસ્તી થશે તેને અનામત, એટ્રોસિટી કાયદાનો લાભ નહીં મળે | No one be they Muslim or Christ…

મુસ્લિમ કે ખ્રિસ્તી થશે તેને અનામત, એટ્રોસિટી કાયદાનો લાભ નહીં મળે | No one be they Muslim or Christ…

2 months ago
માંજલપુરમાં ભાડે રહેવા આવેલી યુવતીને રસ્તામાં રોકી ભજવતા કોલેજીયનને પાઠ ભણાવ્યો | A young man who ha…

માંજલપુરમાં ભાડે રહેવા આવેલી યુવતીને રસ્તામાં રોકી ભજવતા કોલેજીયનને પાઠ ભણાવ્યો | A young man who ha…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News