gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 677 પોઈન્ટ ઉછળી 81796 | Sensex jumps 677 points to 81796

G METRO NEWS by G METRO NEWS
June 17, 2025
in Business
0 0
0
સેન્સેક્સ 677 પોઈન્ટ ઉછળી 81796 | Sensex jumps 677 points to 81796
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્વની સ્થિતિ રોજબરોજ વકરી રહી હોઈ આ યુદ્વ મહાયુદ્વમાં પરિણમવાની અને વિશ્વને ત્રીજા વિશ્વ યુદ્વમાં ધકેલવાનું જોખમ એક તરફ ઝળુંબી રહ્યું છે, ત્યારે બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્વમાં સમાધાન થવાનું નિવેદન આપતાં અને જી-૭ દેશોની કેનેડામાં યોજાઈ રહેલી મીટિંગ પણ વિશ્વ શાંતિ કેન્દ્રિત બની રહેવાની અપેક્ષાએ આજે વૈશ્વિક બજારોમાં મજબૂતી પાછળ ભારતીય શેર બજારોમાં પણ તેજીનો ટ્રેન્ડ  જોવાયો હતો. ઈન્ડેક્સ બેઝડ આરંભિક કલાકોમાં વોલેટીલિટી જોવાયા બાદ ફંડો, મહારથીઓ બજારને આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોના સથવારે તેજી તરફી દોરી ગયા હતા. ટેકનોલોજી શેરો સાથે ફ્રન્ટલાઈન બેંકિંગ, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, સિમેન્ટ, મેટલ, ઓટો શેરોમાં ખરીદી નીકળી હતી. સેન્સેક્સ ૮૧૦૧૨થી ૮૧૮૬૬ વચ્ચે અથડાઈને અંતે ૬૭૭.૫૫ પોઈન્ટ ઉછળીને ૮૧૭૯૬.૧૫ અને નિફટી ૫૦ સ્પોટ ૨૪૭૦૩થી ૨૪૯૬૮ વચ્ચે ફંગોળાઈ અંતે ૨૨૭.૯૦ પોઈન્ટ વધીને ૨૪૯૪૬.૫૦ બંધ રહ્યા હતા.

આઈટી ઈન્ડેક્સ ૫૬૮ પોઈન્ટ ઉછળ્યો

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ ટેક મહિન્દ્રાની આગેવાનીએ તેજી કરી હતી. ડાયનાકોન્સ સિસ્ટમ્સ રૂ.૮૪.૮૦ વધીને રૂ.૧૧૪૦.૮૦, ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૨૪.૪૦ વધીને રૂ.૩૬૯.૪૦, જેનેસિસ રૂ.૧૭.૬૫ વધીને રૂ.૬૯૨.૯૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૦૨.૪૫ વધીને રૂ.૯૬૭૭.૯૫, એમ્ફેસીસ રૂ.૫૬.૩૦ વધીને રૂ.૨૭૦૧.૬૦, ટેક મહિન્દ્રા રૂ.૩૫.૧૫ વધીને રૂ.૧૬૯૪.૧૦, કોપોર્જ રૂ.૩૭.૨૦ વધીને રૂ.૧૮૨૯.૮૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૬૮.૩૧ પોઈન્ટ એટલે કે ૧.૫૦ ટકા ઉછળીને ૩૮૪૦૭.૩૫ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં ફંડો ઘટાડે લેવાલ બન્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડો ઘટાડે લેવાલ બનતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૬૦.૭૮ પોઈન્ટ ઉછળીને ૬૩૦૩૧.૨૨ બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૭.૬૫ વધીને રૂ.૨૧૩૮.૪૫, એચડીએફસી બેંક રૂ.૧૭.૮૦ વધીને રૂ.૧૯૩૫.૦૫, એક્સિસ બેંક રૂ.૯.૭૦ વધીને રૂ.૧૨૧૫.૬૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૦.૬૫ વધીને રૂ.૧૪૨૬.૮૫ રહ્યા હતા. આઈઆઈએફએલ રૂ.૧૫.૮૦ વધીને રૂ.૪૮૪.૬૫, યુટીઆઈ એએમસી રૂ.૪૦.૦૫ વધીને રૂ.૧૨૬૪.૬૫ રહ્યા હતા.

બજાજ ફાઈનાન્સના શેરનું રૂ.૧૦થી રૂ.૫માં વિભાજન થતાં અને એક શેર દીઠ ચાર શેર બોનસ થતાં શેર આજે રૂ.૪.૩૫ વધીને રૂ.૯૩૭.૭૫ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૬૯ પોઈન્ટ વધ્યો

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ વધતાં તેજી રહી હતી. જીએમઆર એરપોર્ટ રૂ.૨.૬૫ વધીને રૂ.૮૩.૬૦, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૯.૪૫ વધીને રૂ.૪૦૩.૭૫, કેઈન્સ રૂ.૧૨૩.૭૦ વધીને રૂ.૫૫૯૭.૦૫, કલ્પતરૂ પાવર રૂ.૧૬.૧૦ વદીને રૂ.૧૧૭૬.૬૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૪૧.૨૫ વધીને રૂ.૩૬૨૯.૫૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૩૪.૩૦ વધીને રૂ.૫૦૬૧.૬૫, આરવીએનએલ રૂ.૨.૫૫ વધીને રૂ.૪૦૯.૪૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૬૯.૫૦ પોઈન્ટ ઉછળીને ૭૦૩૩૬.૯૫ બંધ રહ્યો હતો.

ક્રુડના ભાવ વધતાં અટકતાં ઓઈલ શેરોમાં મજબૂતી

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઈરાન-ઈઝરાયેલ યુદ્વના ચાલતાં ઝડપી વધી આવ્યા બાદ આજે વધતાં અટકી ઘટાડા તરફી રહેતાં ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૧૩.૪૦ વધીને રૂ.૨૧૨.૨૫, એચપીસીએલ રૂ.૮.૭૦ વધીને રૂ.૩૯૫.૪૫, ઓએનજીસી રૂ.૫ વધીને રૂ.૨૫૬.૪૦, બીપીસીએલ રૂ.૩.૬૦ વધીને રૂ.૩૧૬.૨૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦.૯૦ વધીને રૂ.૧૪૩૮.૫૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૩૦.૮૬ પોઈન્ટ ઉછળીને ૨૭૪૯૩.૧૦ બંધ રહ્યો હતો.

રોકાણકારોની સંપતિ રૂ.૩.૩૧ લાખ કરોડ વધી

સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સાથે ઘટાડે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૩.૩૧ લાખ કરોડ વધીને રૂ.૪૫૦.૫૨  લાખ કરોડ રહ્યું હતું.

FPIs/FIIની કેશમાં રૂ.૨૫૩૯ કરોડની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે સોમવારે શેરોમાં કેશમાં રૂ.૨૫૩૯.૪૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૦,૦૨૯.૬૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૫૬૯.૦૬ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૫૭૮૦.૯૬ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૪,૧૪૭.૬૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૩૬૬.૬૯ કરોડની વેચવાલી કરી હતી.

ખુલતાંમાં ડાઉ જોન્સ ૪૨૫ પોઈન્ટ, નાસ્દાક ૨૫૫ પોઈન્ટ ઉછળ્યા

ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્વ વકર્યા સામે જી-૭ દેશોની મીટિંગ અને યુદ્વનો અંત લાવવા પર ફોક્સની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં આજે એશીયા, યુરોપ, અમેરિકી બજારોમાં રિકવરી આવી હતી. એશીયા-પેસેફિક દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ૪૭૭ પોઈન્ટ ઉછળ્યા સાથે હોંગકોંગનો હેંગસેંગ ૧૬૮ પોઈન્ટ અને ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૧૦ પોઈન્ટ વધ્યા હતા. યુરોપના દેશોના બજારોમાં જર્મનીનો ડેક્ષ ૪૧ પોઈન્ટ, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૪૦ પોઈન્ટ ઘટયા હતા. અમેરિકી શેર બજારો ખુલતામાં ડાઉ જોન્સમાં ૪૨૪ પોઈન્ટ અને નાસ્દાકમાં ૨૫૭ પોઈન્ટનો ઉછાળો બતાવતા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rule Change : 1 ઓક્ટોબરથી દેશભરમાં લાગુ થશે 5 ફેરફાર, દરેકના ખિસ્સા પર થશે અસર | rule change from 1s…
Business

Rule Change : 1 ઓક્ટોબરથી દેશભરમાં લાગુ થશે 5 ફેરફાર, દરેકના ખિસ્સા પર થશે અસર | rule change from 1s…

September 27, 2025
સપ્ટેમ્બરમાં IPO બજારમાં તેજી, 1997 પછી ઇશ્યૂની સૌથી વધુ સંખ્યા | IPO market booms in September high…
Business

સપ્ટેમ્બરમાં IPO બજારમાં તેજી, 1997 પછી ઇશ્યૂની સૌથી વધુ સંખ્યા | IPO market booms in September high…

September 27, 2025
સેન્સેક્સ 733 પોઈન્ટ તૂટી 80426 | Sensex falls 733 points to 80 426
Business

સેન્સેક્સ 733 પોઈન્ટ તૂટી 80426 | Sensex falls 733 points to 80 426

September 27, 2025
Next Post
મેમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 0.39 ટકા : 14 મહિનાના તળિયે | Wholesale inflation falls to 0 39% in May:…

મેમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 0.39 ટકા : 14 મહિનાના તળિયે | Wholesale inflation falls to 0 39% in May:...

કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ | Net debt of companies increases by 6% to Rs 37 4…

કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ | Net debt of companies increases by 6% to Rs 37 4...

ચાલુ માસમાં એશિયન ચલણો સામે રૂપિયાનું સૌથી ખરાબ પ્રદર્શન | Rupee’s worst performance against Asian c…

ચાલુ માસમાં એશિયન ચલણો સામે રૂપિયાનું સૌથી ખરાબ પ્રદર્શન | Rupee's worst performance against Asian c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર મંડળમાં અંદાજે રૂ. 350 કરોડના ખર્ચે બનશે 40 રોડ અન્ડર બ્રિજ

ભાવનગર મંડળમાં અંદાજે રૂ. 350 કરોડના ખર્ચે બનશે 40 રોડ અન્ડર બ્રિજ

3 weeks ago
દેશમાં આજે કોરોનાના 16 નવા કેસ, બેંગલુરૂ અને થાણેમાં એક-એક મોત, કુલ એક્ટિવ કેસ 350ને પાર

દેશમાં આજે કોરોનાના 16 નવા કેસ, બેંગલુરૂ અને થાણેમાં એક-એક મોત, કુલ એક્ટિવ કેસ 350ને પાર

4 months ago
વઢવાણના ગુંદીયાળામાં પતિએ પથ્થર અને ઈંટના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી | Husband kills wife by pelting…

વઢવાણના ગુંદીયાળામાં પતિએ પથ્થર અને ઈંટના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી | Husband kills wife by pelting…

4 weeks ago
આણંદ શહેરમાં અમૂલ રોડ પર આવેલી સહયોગ હોટેલ સીલ | Sahayot Hotel Seal on Amul Road in Anand city

આણંદ શહેરમાં અમૂલ રોડ પર આવેલી સહયોગ હોટેલ સીલ | Sahayot Hotel Seal on Amul Road in Anand city

7 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News