Ahmedabad Plane Crash : અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી ભયાવહ પ્લેન ક્રેશની દુર્ઘટનાનું કારણ જાણવા માટે અત્યંત ઉપયોગી બ્લેક બૉક્સને અમેરિકા મોકલવાની તૈયારી થઈ રહી છે. પરંતુ હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)ને આ જાણકારીને નકારી કાઢીને ખોટી અને ગેરમાર્ગે દોરનારી ગણાવી છે. મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે, આ પ્રકારની સંવેદનશીલ તપાસ પ્રક્રિયા પર અટકળો ન લગાવો અને ચાલી રહેલી તપાસને ગંભીરતાથી કામગીરી કરવા દે.
નાગરિક ઉડ્ડયન મંત્રીએ શું કહ્યું?
આ વર્ષે એપ્રિલમાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ નવી દિલ્હીના ઉડાન ભવનમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) કેમ્પસમાં ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર (DFDR) અને કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) વિશ્લેષણ લેબનું ઉદ્ઘાટન કર્યું હતું.