gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક બજારોમાં તેજી : સેન્સેક્સ 303 પોઈન્ટ વધીને 84059, નવ મહિનાની ટોચે | Global markets rally: Se…

G METRO NEWS by G METRO NEWS
June 28, 2025
in Business
0 0
0
વૈશ્વિક બજારોમાં તેજી : સેન્સેક્સ 303 પોઈન્ટ વધીને 84059, નવ મહિનાની ટોચે | Global markets rally: Se…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન હાલ તુરત દૂર થતાં અને અમેરિકી રાષ્ટ્રપતિ ફરી ઈરાન પરના પ્રતિબંધો નોન-એનરિચમેન્ટ ન્યુક્લિયર પ્રોગ્રામ સાથે શરતી દૂર કરવાની પહેલ કર્યાના અહેવાલ અને ચાઈના સાથે ટ્રેડ ડિલ કર્યાના અહેવાલે અને યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ આજે વૈશ્વિક બજારોમાં સપ્તાહના અંતે સાર્વત્રિક તેજી રહી હતી. ભારતીય શેર બજારોમાં પણ મેગા ડિલ્સ સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં ગુરૂવારે રૂ.૧૨,૫૯૪ કરોડની ચોખ્ખી ખરીદી કરતાં અને મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની શેરોમાં સતત ધૂમ ખરીદીએ આજે સેન્સેક્સે ૮૪૦૦૦ની સપાટી ફરી કુદાવી નવ મહિનાની નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવ પણ ઘટી આવ્યાના પોઝિટીવ પરિબળે ફંડો શેરોમાં લેવાલ રહ્યા હતા. બજારમાં સતત ચોથા દિવસે તેજી જોવાઈ હતી. કેપિટલ ગુડઝ ફ્રન્ટલાઈન શેરોમાં મોટી ખરીદી થવા સાથે ઓઈલ-ગેસ, બેંકિંગ, હેલ્થકેર-ફાર્મા, ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. આરંભિક સાંકડી વધઘટ બાદ સેન્સેક્સ સુધારાની ચાલે વેગ પકડતાં અંતે ૩૦૩.૦૩ પોઈન્ટ વધીને ૮૪૦૫૮.૯૦ અને નિફટી ૫૦ સ્પોટ ૮૮.૮૦ પોઈન્ટ વધીને ૨૫૬૩૭.૮૦ બંધ રહ્યા હતા.

ટ્રેડ ડિલ, યુ.એસ. ફેડરલના વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં અવિરત સાર્વત્રિક તેજી

અમેરિકાની ચાઈના સહિત સાથે ટ્રેડ ડિલની તૈયારી અને યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની મૂકાતી શકયતાએ આજે વૈશ્વિક બજારોમાં સતત તેજી રહી હતી. એશીયા-પેસેફિક દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૫૬૬ પોઈન્ટ ઉછળ્યો હતો. જ્યારે યુરોપના દેશોના બજારોમાં લંડન શેર બજારનો ફુત્સી ૪૮ પોઈન્ટનો સુધારો, જર્મનીનો ડેક્ષ ૧૬૬ પોઈન્ટનો સુધારો અને ફ્રાંસનો કેક-૪૦ ઈન્ડેક્સ ૧૦૨ પોઈન્ટનો સુધારો બતાવતા હતા.

હેલ્થકેર શેરોમાં ઈન્દ્રપ્રસ્થ રૂ.૪૨, નારાયણ હ્યુદાલ્યા રૂ.૧૯૯, બ્લિસ રૂ.૮, અબોટ રૂ.૧૬૫૫ ઉછળ્યા

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડોની આજે ખરીદી વધી હતી. ઈન્દ્રપ્રસ્થ મેડીકલ કોર્પોરેશન રૂ.૪૧.૮૫ ઉછળીને રૂ.૪૫૧, નારાયણ હ્યુદાલ્યા રૂ.૧૯૯.૩૫ ઉછળીને રૂ.૨૨૭૦.૧૫, બ્લિસ જીવીએસ રૂ.૮.૨૫ વધીને રૂ.૧૫૭.૦૫, અબોટ ઈન્ડિયા રૂ.૧૬૫૪.૭૫ ઉછળીને રૂ.૩૪,૮૦૦.૯૫, ગ્લેક્સો ફાર્મા રૂ.૧૬૦.૩૫ વધીને રૂ.૩૪૫૭.૭૦, ટોરન્ટ ફાર્મા રૂ.૧૪૯.૩૦ વધીને રૂ.૩૩૭૫, ઈન્ડોકો રેમેડીઝ રૂ.૧૦.૪૦ વદીને રૂ.૩૦૫, લૌરસ લેબ રૂ.૨૧.૧૫ વધીને રૂ.૭૦૧.૭૦, જેબી કેમિકલ્સ રૂ.૫૧.૧૫ વધીને રૂ.૧૮૦૨.૯૦, અપોલો હોસ્પિટલ રૂ.૨૦૪.૩૦ વધીને રૂ.૭૩૦૫.૯૫, હેસ્ટરબાયો રૂ.૫૧.૨૫ વધીને રૂ.૧૮૬૮ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૦૦.૩૫ પોઈન્ટ વધીને ૪૪૦૧૪.૭૦ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં તેજી : સુઝલોન, ભારત ડાયનામિક્સ, પાવર ઈન્ડિયા, મઝગાંવ ડોકમાં તેજી

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ આજે ફ્રન્ટલાઈન શેરોમાં ફરી મોટી ખરીદી થઈ હતી. સુઝલોન એનજીૅ રૂ.૨.૭૬ વધીને રૂ.૬૭.૩૦, ભારત ડાયનામિક્સ રૂ.૬૩.૮૦ વધીને રૂ.૧૮૯૧.૪૫, પાવર ઈન્ડિયા રૂ.૫૩૧.૪૦ વધીને રૂ.૧૯,૯૩૯, હોનટ રૂ.૯૨૨.૧૦ વધીને રૂ.૩૯,૬૪૬.૪૦, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૧૯.૭૫  વધીને રૂ.૯૬૦.૨૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૮૦.૮૦ વધીને રૂ.૪૮૯૬.૬૦, મઝગાંવ ડોક રૂ.૪૮ વધીને રૂ.૩૧૬૯.૫૦, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૮.૩૫ વધીને રૂ.૫૩૭.૧૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૯૧.૫૮ પોઈન્ટ વધીને ૭૧૫૪૮.૭૮ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણ વધ્યું : એચપીસીએલ રૂ.૧૯ વધી રૂ.૪૩૯ : ઈન્દ્રપ્રસ્થ ગેસ, રિલાયન્સ વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડા તરફી ટ્રેન્ડને લઈ ઓઈલ-ગેસ શેરોમાં પણ ખરીદી વધી હતી.  અદાણી ટોટલ ગેસ રૂ.૩૬.૫૦ વધીને રૂ.૬૮૨.૨૦, એચપીસીએલ રૂ.૧૮.૮૫ વધીને રૂ.૪૩૯.૧૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૫.૪૦ વધીને રૂ.૨૧૩.૭૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૦.૮૫ વધીને રૂ.૧૫૧૬.૦૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૪.૦૫ વધીને રૂ.૩૦૩.૯૫, બીપીસીએલ રૂ.૩.૪૫ વધીને રૂ.૩૩૩.૦૫ રહ્યા હતા.બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૩૩.૯૬ પોઈન્ટ વધીને ૨૭૯૧૯.૮૩ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં પસંદગીની તેજી : ઈન્ડસઈન્ડ બેંકમાં નવા એમડીની તૈયારી વચ્ચે શેર રૂ.૨૨ વધ્યો

બેંકિંગ શેરોમાં સતત પસંદગીની ખરીદી જળવાઈ હતી. ઈન્ડસઈન્ડ બેંકમાં નવા મેનેજિંગ ડિરેકટર અને સીઈઓની પસંદગી થવાની તૈયારીએ શેર રૂ.૨૧.૮૫ વધીને રૂ.૮૫૭.૭૫ રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૨.૫૦  વધીને રૂ.૧૪૬૧.૭૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૮.૪૦ વધીને રૂ.૮૦૫.૪૦, બેંક ઓફ બરોડા રૂ.૨.૦૫ વધીને રૂ.૨૪૧.૩૫ રહ્યા હતા.  બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૫૦.૩૪ પોઈન્ટ વધીને ૬૪૫૫૬.૦૨ બંધ રહ્યો હતો.

પિલાની રૂ.૩૨૫, જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૧૦૫૩ ઉછળ્યા : જિયો ફાઈનાન્શિયલ, આઈડીબીઆઈ વધ્યા

ફાઈનાન્શિયલ સર્વિસિઝ, અન્ય બેંકિંગ શેરોમાં પિલાની ઈન્વેસ્ટમેન્ટ રૂ.૩૨૪.૭૦ વધીને રૂ.૫૫૮૭.૫૫, આઈડીબીઆઈ બેંક રૂ.૫.૮૦ વધીને રૂ.૧૦૧.૨૪, હોમ ફર્સ્ટ રૂ.૮૩.૮૫ વધીને રૂ.૧૪૭૦.૨૫, એડલવેઈઝ રૂ.૫.૯૦ વધીને રૂ.૧૧૫.૧૫, જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૧૦૫૩.૩૫ વધીને રૂ.૨૨,૧૯૦, મોનાર્ક રૂ.૧૫.૦૫ વધીને રૂ.૩૪૧.૬૦, જિયો ફાઈનાન્શિયલ રૂ.૧૧.૧૫ વધીને રૂ.૩૨૩.૫૫ રહ્યા હતા.

હ્યુન્ડાઈ રૂ.૬૭ વધીને રૂ.૨૧૯૩ : ટીઆઈ ઈન્ડિયા, ઉનો મિન્ડા, ભારત ફોર્જ, હીરો મોટોકોર્પમાં મજબૂતી

ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોની પસંદગીની ખરીદી જળવાઈ હતી. હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૬૭.૨૫ વધીને રૂ.૨૧૯૨.૬૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૭૮.૯૫ વધીને રૂ.૩૦૮૩.૧૦, ઉનો મિન્ડા રૂ.૨૭.૯૫ વધીને રૂ.૧૧૦૮.૫૦, ભારત ફોર્જ રૂ.૨૨.૨૫ વધીને રૂ.૧૩૦૯.૨૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૨.૯૫ વધીને રૂ.૨૪૬૭.૭૫, બોશ રૂ.૩૫૦ વધીને રૂ.૩૨,૪૮૯.૯૫, આઈશર મોટર્સ રૂ.૪૦.૫૦ વધીને રૂ.૫૬૫૨.૬૫, એમઆરએફ રૂ.૮૮૭.૫૫ વધીને રૂ.૧,૪૩,૩૪૧.૧૦, ટાટા મોટર્સ રૂ.૩.૭૦ વધીને રૂ.૬૮૬.૭૦ રહ્યા હતા. 

સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં વ્યાપક તેજીએ માર્કેટબ્રેડથ વધુ મજબૂત બની : ૨૨૫૧ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે અવિરત ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની ખરીદી વધતાં અને એ ગુ્રપના પણ ઘણા શેરોમાં લેવાલીએ માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૬૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૨૫૧ અને ઘટનારની સંખ્યા ૧૭૬૦  રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૧૩૯૭ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૫૮૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે શુક્રવારે શેરોમાં કેશમાં રૂ.૧૩૯૭.૦૨  કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૯,૭૪૦.૮૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૮,૩૪૩.૭૯ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૫૮૮.૯૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૂ.૪૧,૨૦૧.૯૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૧,૭૯૦.૯૨ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૫૭ લાખ કરોડ વધીને રૂ.૪૬૦.૦૯ લાખ કરોડ

ફોરેન ફંડોની સક્રિયતાએ સેન્સેક્સ, નિફટી તોફાની તેજી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં વ્યાપક ખરીદી થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૨.૫૭ લાખ કરોડ વધીને રૂ.૪૬૦.૦૯  લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rule Change : 1 ઓક્ટોબરથી દેશભરમાં લાગુ થશે 5 ફેરફાર, દરેકના ખિસ્સા પર થશે અસર | rule change from 1s…
Business

Rule Change : 1 ઓક્ટોબરથી દેશભરમાં લાગુ થશે 5 ફેરફાર, દરેકના ખિસ્સા પર થશે અસર | rule change from 1s…

September 27, 2025
સપ્ટેમ્બરમાં IPO બજારમાં તેજી, 1997 પછી ઇશ્યૂની સૌથી વધુ સંખ્યા | IPO market booms in September high…
Business

સપ્ટેમ્બરમાં IPO બજારમાં તેજી, 1997 પછી ઇશ્યૂની સૌથી વધુ સંખ્યા | IPO market booms in September high…

September 27, 2025
સેન્સેક્સ 733 પોઈન્ટ તૂટી 80426 | Sensex falls 733 points to 80 426
Business

સેન્સેક્સ 733 પોઈન્ટ તૂટી 80426 | Sensex falls 733 points to 80 426

September 27, 2025
Next Post
Explainer: કોલ્હાપુરી ચંપલોની નકલનો વિવાદ: હા, અમે કોલ્હાપુરી ચંપલોની ડિઝાઇન પરથી ‘પ્રેરણા’ લીધી હતી…

Explainer: કોલ્હાપુરી ચંપલોની નકલનો વિવાદ: હા, અમે કોલ્હાપુરી ચંપલોની ડિઝાઇન પરથી ‘પ્રેરણા’ લીધી હતી...

ભારતે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો, વધુ એક વસ્તુ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શા માટે લેવાયો નિર્ણય

ભારતે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો, વધુ એક વસ્તુ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શા માટે લેવાયો નિર્ણય

બંધારણના આમુખમાંથી ‘સમાજવાદ’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવવા આસામના CMની અપીલ, જુઓ શું કહ્યું?

બંધારણના આમુખમાંથી 'સમાજવાદ' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ હટાવવા આસામના CMની અપીલ, જુઓ શું કહ્યું?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાટક : SBIમાં હથિયારધારી લૂંટારાઓ ત્રાટક્યા, 58 કિલો સોનું અને 8 કરોડ રોકડની લૂંટ | Karnataka : S…

કર્ણાટક : SBIમાં હથિયારધારી લૂંટારાઓ ત્રાટક્યા, 58 કિલો સોનું અને 8 કરોડ રોકડની લૂંટ | Karnataka : S…

1 week ago
GIS ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમદાવાદની ૨૬ લાખ રહેણાંક, કોમર્શિયલ મિલકતને યુનિક નંબર અપાશે | Using GIS…

GIS ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમદાવાદની ૨૬ લાખ રહેણાંક, કોમર્શિયલ મિલકતને યુનિક નંબર અપાશે | Using GIS…

6 months ago
ઓપરેશન સિંદૂર બાદ દુનિયા સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલવા 7 ટીમ તૈયાર, જુઓ કઈ ટીમ ક્યાં જશે | Govt forms …

ઓપરેશન સિંદૂર બાદ દુનિયા સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલવા 7 ટીમ તૈયાર, જુઓ કઈ ટીમ ક્યાં જશે | Govt forms …

4 months ago
અમરેલી: ધામેલ ગામના શહીદ જવાન મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા |…

અમરેલી: ધામેલ ગામના શહીદ જવાન મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા |…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News