– બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડયો
– પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી : પોલીસે પટ્ટમાં પડેલાં રોકડા રૂા. 2.53 લાખ સહિતની મત્તા જપ્ત કરીઃ એક શખ્સ ફરારં
ભાવનગર : ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલાં રોહીદાસ ચોકમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં હાથકાપનો જુગાર રમતા ૧૫ જુગારી રોકડા રૂા.૨.૫૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જયારે, દરોડા દરમિયાન એક શખ્સ ફરાર થઈ ગયો હતો.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર એલસીબી પોલીસ નાઈટ રાઉન્ડમાં પેટ્રોલિંગ કરતી હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલાં ચમારવાસ, રોહીદાસ ચોક પાસે દરોડો પાડયો હતો. અને સ્ટ્રીટ લાઇટના અજવાળે હાથ કાપનો જુગાર રમતા ઇશ્વર ભોથાભાઇ વેગડ (રહે. મુખ્યમંત્રી આવાસ,એરપોર્ટ રોડ,ભાવનગર) જેરામ લાલજીભાઇ મકવાણા (રહે.ચમારવાસ, સંત રોહીદાસ ચોક, આનંદનગર,ભાવનગર ) શિવમ નરેશભાઇ ચાવડા (રહે.ધારશીવાળો ખાંચો,મામાકોઠા રોડ, ક.પરા., ભાવનગર) હર્ષદ રમેશભાઇ ચૌહાણ (રહે.ચમારવાસ,આનંદનગર,ભાવનગર) ગૌતમ ખીમજીભાઇ ચૌહાણ (રહે.ચમારવાસ,આનંદનગર, ભાવનગર), આકાશ ભરતભાઇ વાઘેલા ( રહે.ડાયાભાઇની પાનમાવાની દુકાન સામે,સુર્યાવાળો ચોક,આનંદનગર,ભાવનગર) વિશાલ મનસુખભાઇ ચૌહાણ (રહે.ચમારવાસ,આનંદનગર,ભાવનગર),ધર્મેશ નવનીતભાઇ વાજા ( રહે.૫૦ વારીયા, ખેડુતવાસ,ભાવનગર ) સાગર ધીરૂભાઇ જાદવ (રહે.૫૦ વારીયા, ખેડુતવાસ, ભાવનગર) મનિષ ઉર્ફે છોટુ ચંદુભાઇ બારૈયા (રહે.સાંઇઠફળી, મેંદાની દુકાન પાસે, મામા કોઠા રોડ, ભાવનગર ), નિલેશ સુરેશાભાઇ ગોહેલ (રહે. સવાભાઇનો ચોક, રૂવાપરી રોડ, ભાવનગર) રજની રવજીભાઇ ચૌહાણ (રહે. ઘાણીવાળો ડેલો, મામા કોઠા રોડ,ભાવનગર),સુરેશ અરજણભાઇ મકવાણા ( રહે.ઇન્દીરાનગર, માર્કેટિંગ યાર્ડની પાછળ, ચિત્રા,ભાવનગર), કાવા માલાભાઇ રાઠોડ(રહે.શકિતનગર સોસાયટી, ટોપ થ્રી સીનેમા સામે, ભાવનગર ) અને રોહીત રાજુભાઇ બારૈયા (રહે.લુહારવાડી,રાણીકા, ભાવનગર) ને રોકડા રૂ. ૨,૫૩,૬૫૦ સાથે ઝડપી લીધા હતા,જ્યારે રવિ ઉર્ફે મીંદડો ધીરૂભાઈ જાદવ(રહે.૫૦વારીયા,ખેડુતવાસ, ભાવનગર) ફરાર થઈ ગયો હતો. તમામ વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ફરાર જુગારીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.