મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ફરી ટ્રેડ વોરની ચિંતામાં લાવી એક તરફ ચાઈના પરની ભીંસ વધારવા તેની ટેરિફ છટકબારીઓ બંધ કરવાના પગલાં લેવા માંડીને હવે વિયેતનામ સાથે ૨૦ ટકા ટેરિફ સાથે ટ્રેડ ડિલ કરતાં ફરી ચાઈના અને અમેરિકા વચ્ચે ટ્રેડ મામલો ગૂંચવાવાની આશંકા અને બીજી તરફ ભારત સાથે ૨૬ ટકાના દરે કે ૧૫ ટકાથી ૨૦ ટકાના ટેરિફ રેટ પર ટ્રેડ ડિલ થશે એના પર બજારની નજર વચ્ચે આજે ભારતીય શેર બજારોમાં ઉછાળે સતત સાવચેતી જોવાઈ હતી. ફંડો, મહારથીઓએ બેંકિંગ-ફાઈનાન્સ શેરો કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ સહિતમાં વેચવાલી કરતાં અને મેટલ-માઈનીંગ શેરોમાં પ્રોફિટ બુકિંગે ઉછાળે આંચકા આવ્યા હતા. આરંભમાં ફંડોની ઓટોમોબાઈલ શેરો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેમ જ મારૂતી સુઝુકી સહિતમાં ખરીદી અને હેલ્થકેર, મેટલ શેરોમાં લેવાલીએ સેન્સેક્સ એક સમયે ૪૪૦.૪૦ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૮૩૮૫૦.૦૯ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ શેરોમાં વેચવાલીએ ઉછાળો ધોવાઈ જઈ નીચામાં ૮૩૧૮૬.૭૪ સુધી આવી અંતે ૧૭૦.૨૨ પોઈન્ટ ઘટીને ૮૩૨૩૯.૪૭ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ઉપરમાં ૨૫૫૮૭.૫૦ સુધી જઈ પાછો ફરી નીચામાં ૨૫૩૮૪.૩૫ સુધી આવી અંતે ૪૮.૧૦ પોઈન્ટ ઘટીને ૨૫૪૦૫.૩૦ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ : કોટક બેંક રૂ.૪૧ ઘટીને રૂ.૨૧૨૬ : પીએનબી, સ્ટેટ બેંક, આવાસ ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૦૬.૧૦ પોઈન્ટ ઘટીને ૬૩૩૮૪.૬૭ બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.૪૧.૫૦ ઘટીને રૂ.૨૧૨૬.૨૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૬.૧૦ ઘટીને રૂ.૮૦૭.૧૦ રહ્યા હતા. આ સાથે પંજાબ નેશનલ બેંક રૂ.૩.૬૫ ઘટીને રૂ.૧૧૦.૨૦, આવાસ ફાઈનાન્શિયર રૂ.૬૦.૨૦ ઘટીને રૂ.૧૯૩૭.૧૦, એસબીઆઈ લાઈફ રૂ.૫૦.૪૦ ઘટીને રૂ.૧૮૦૫.૮૦, ચૌલા હોલ્ડિંગ રૂ.૫૬.૯૦ ઘટીને રૂ.૨૦૮૮.૨૦, બંધન બેંક રૂ.૩.૯૫ ઘટીને રૂ.૧૮૩.૮૫ રહ્યા હતા.
મેટલ શેરોમાં ડિમર્જર અટકતાં વેદાન્તા ઘટયો : જેએસડબલ્યુ સ્ટીલ, જિન્દાલ સ્ટીલ, હિન્દાલ્કો ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં આજે ઉછાળે સાવચેતી જોવાઈ હતી. સ્ટીલની આયાત અંકુશને લઈ આયાત ઘટતાં ભારતીય સ્ટીલ ઉત્પાદકોને ફાયદો થયાના પરિબળે ફંડોની ગઈકાલે ખરીદી સામે ચાઈના અને અમેરિકા વચ્ચે ટ્રેડ મામલે ફરી મડાગાંઠની શકયતાએ અને મિનરલ્સની રોયલ્ટીમાં વધારો કરવામાં આવ્યાના ડેવલપમેન્ટે આજે શેરોમાં ઉછાળે વેચવાલી રહી હતી. વેદાન્તાની ડિમર્જર માટેની સુનાવણી એનસીએલટીમાં અટકતાં શેર રૂ.૧૧.૨૫ ઘટીને રૂ.૪૫૮.૩૫ રહ્યો હતો. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૪.૩૫ ઘટીને રૂ.૧૦૪૬.૦૫, જિન્દાલ સ્ટીલ રૂ.૧૨.૯૫ ઘટીને રૂ.૯૫૬, હિન્દાલ્કો રૂ.૬.૧૫ ઘટીને રૂ.૬૯૨, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૬.૨૦ ઘટીને રૂ.૬૯૭.૬૫, સેઈલ રૂ.૧.૦૫ ઘટીને રૂ.૧૩૬.૪૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૪૬.૯૩ પોઈન્ટ ઘટીને ૩૨૦૦૧.૪૩ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં એસ્ટરડીએમ રૂ.૫૬ ઉછળી રૂ.૬૪૮ : ઈન્ડોકો, નાટકો ફાર્મા, એડવાન્સ એન્ઝાઈમમાં તેજી
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોનું પસંદગીનું વેલ્યુબાઈંગ થયું હતું. એસ્ટર ડીએમ રૂ.૫૬.૧૦ ઉછળીને રૂ.૬૪૮.૫૦, ઈન્ડોકો રેમેડીઝ રૂ.૧૯.૩૦ વધીને રૂ.૩૩૯.૭૦, નાટકો ફાર્મા રૂ.૫૧.૭૦ વધીને રૂ.૯૭૩.૫૫, એરિસ રૂ.૮૮.૯૫ વધીને રૂ.૧૭૧૯.૫૫, જીપીટી હેલ્થ રૂ.૭.૪૫ વધીને રૂ.૧૪૮.૫૦, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૧૫.૨૦ વધીને રૂ.૩૩૮.૭૦, રેઈનબો રૂ.૬૯.૭૫ વધીને રૂ.૧૫૮૭, થાયરોકેર રૂ.૩૮.૧૦ વધીને રૂ.૧૦૨૨, ઓર્ચિડ ફાર્મા રૂ.૨૨.૯૦ વધીને રૂ.૭૪૬.૨૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૨૬.૪૩ પોઈન્ટ વધીને ૪૪૬૦૮.૧૧ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ઉછાળે સાવચેતી : બ્લુ સ્ટારમાં સતત તેજી : વોલ્ટાસ, અંબર વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પસંદગીની ખરીદી સામે કેટલાક શેરોમાં ઉછાળે સાવચેતીમાં ફંડો હળવા થયા હતા. બ્લુ સ્ટારમાં સતત ફંડોની તેજીએ રૂ.૮૪ વધીને રૂ.૧૮૪૧.૬૫, વોલ્ટાસ રૂ.૩૭.૫૦ વધીને રૂ.૧૩૬૯.૯૦, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૧૭.૪૦ વધીને રૂ.૭૬૩, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૦૮.૮૫ વધીને રૂ.૭૩૩૧.૩૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૯.૬૦ વધીને રૂ.૧૫૭૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૬૧.૯૪ પોઈન્ટ વધીને ૬૧૦૪૦.૭૭ બંધ રહ્યો હતો.
ઓટોમોબાઈલ શેરોમાં આકર્ષણ : બોશ રૂ.૧૯૦૪ વધી રૂ.૩૪,૩૭૦ : હીરો મોટોકોર્પ, મારૂતી વધ્યા
ચોમાસાની સારી પ્રગતિ અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં નરમાઈ સાથે એસ એન્ડ પી ગ્લોબલ દ્વારા ભાવમાં ૬૦ ડોલર સુધી ઘટાડાના અંદાજો વચ્ચે આજે ફંડોની ઓટો શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. બોશ રૂ.૧૯૦૪.૨૦ વધીને રૂ.૩૪,૩૭૦, હીરો મોટોકોર્પ રૂ.૭૯.૨૫ વધીને રૂ.૪૩૨૦, મારૂતી સુઝુકી રૂ.૧૨૩.૪૫ વધીને રૂ.૧૨,૭૪૮, મધરસન સુમી રૂ.૧.૩૦ વધીને રૂ.૧૫૪.૨૦, બજાજ ઓટો રૂ.૨૯.૫૫ વધીને રૂ.૮૩૮૪.૧૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૧૪.૨૦ પોઈન્ટ વધીને ૫૩૭૦૨.૭૦ બંધ રહ્યો હતો.
ડીસીએમ શ્રીરામ રૂ.૧૮૬ ઉછળી રૂ.૧૪૨૩ : મોતીલાલ ઓસ્વાલ, લોઈડ એન્જિ., ઓટમમાં તેજી
એ ગુ્રપના આજે પ્રમુખ વધનાર શેરોમાં ડીસીએમ શ્રીરામ રૂ.૧૮૬.૪૫ વધીને રૂ.૧૪૨૩.૨૫, મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટની એયુએમ રૂ.૧.૫ લાખ કરોડને પાર થતાં મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્શિયલનો શેર રૂ.૭૨.૬૦ વધીને રૂ.૯૨૭.૯૦, ઓટમ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૮૧.૫૦ વધીને રૂ.૨૬૭૮, હોનટ રૂ.૨૪૩૮.૩૦ વધીને રૂ.૪૧,૨૪૫, રેટગેઈન રૂ.૨૪.૧૦ વધીને રૂ.૪૬૪.૧૦, લોઈડ્સ એન્જિનિયરીંગ રૂ.૩.૯૯ વધીને રૂ.૭૮.૩૯, લેટેન્ટ વ્યુ રૂ.૨૧.૪૫ વધીને રૂ.૪૪૬.૬૫ રહ્યા હતા.
સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ રહેતાં માર્કેટબ્રેઝથ પોઝિટીવ : ૨૦૦૯ શેરો પોઝિટીવ બંધ
આજે હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની પસંદગીની ખરીદી રહેતાં અને એ ગુ્રપના શેરોમાં સિલેક્ટિવ ખરીદીએ માર્કેટબ્રેડથ ફરી સાધારણ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૬૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૩૬થી વધીને ૨૦૦૯ અને ઘટનારની સંખ્યા ૨૨૭૭થી ઘટીને ૨૦૦૧ રહી હતી.
FPIs/FIIની રૂ.૧૪૮૧ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૩૩૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે ગુરૂવારે શેરોમાં કેશમાં રૂ.૧૪૮૧.૧૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી.જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૧૩૩૩.૦૬ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫૫ હજાર કરોડ ઘટીને રૂ.૪૬૦.૨૬ લાખ કરોડ
શેરોમાં ઉછાળે વેચવાલી રહેતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૫૫ હજાર કરોડ ઘટીને રૂ.૪૬૦.૨૬ લાખ કરોડ રહ્યું હતું.