gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોપાલ ઇટાલિયા મોરબીથી ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઇશ, વાંકાનેરના ધારાસભ્યએ આપી ચેલેન્જ | Wanka…

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in GUJARAT
0 0
0
ગોપાલ ઇટાલિયા મોરબીથી ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઇશ, વાંકાનેરના ધારાસભ્યએ આપી ચેલેન્જ | Wanka…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jitu Somani Resignation Challenge: હાલ સોશિયલ મીડિયામાં મોરબી મુદ્દે રાજીનામા આપવાની અને મોરબીની ચૂંટણી જીતવાને લઇને ચેલેન્જ વોર શરૂ થઇ ગયું. વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી કાંતિ અમૃતિયાના સપોર્ટમાં સૂર પુરવતાં તેમણે પણ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપતાં કહ્યું છે કે ‘ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઇશ.’ સોશિયલ મીડિયામાં ચાલી રહેલા રાજીનામા વોરના લીધે આમ જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકીય લડાઇમાં આમ જનતાના પાયા પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. પાણી, રોડ, રસ્તા જેવા પ્રશ્નોની જનતા પીડાઇ રહી છે, પ્રજાના કરોડો રૂપિયાનો ધૂમાડો કરી ચૂંટણી યોજવામાં આવે છે અને હવે રાજીનામા ધરવાની વાતો કરી રહ્યા છે. રાજીનામા આપવાની નહી પણ કામો કરવાની ચેલેન્જ આપો. જેથી પ્રજાનું ભલુ થાય. 

જીતુ સોમાણીએ ગોપાલ ઈટાલિયાને ચૂંટણી લડવા ફેંક્યો ખુલ્લો પડકાર

વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ કહ્યું કે ‘ચૂંટણી લડવાની તાકાત હોય તો આવી, ઇટાલીયા સોમવારે અધ્યક્ષ સમક્ષ રાજીનામું આપીને મોરબીથી ચૂંટણી લડી બતાવે. ગોપાલ ઇટાલિયા મોરબીથી ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઇશ. 

શું હતો સમગ્ર મામલો, કેવી રીતે શરૂ થયું ચેલેન્જ વોર

મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું હતું કે ‘જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે! જો હું હારી જઇશ તો 2 કરોડ રૂપિયા આપીશ.’ તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જનો સ્વીકારતાં કરતાં રાજીનામાની શરત મૂકી હતી. 

આ પણ વાંચો: ચેલેન્જના રાજકારણમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલની એન્ટ્રી, ઇટાલિયા અને અમૃતિયાને કરી ટકોર

ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાના પડકારનો હસતાં મોઢે સ્વિકાર કરતાં એક વીડિયો બનાવ્યો હતો. તેમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે મેં ગઇકાલે મોરબીના ધારાસભ્યનો વીડિયો જોયો તેમાં મોરબી ભાજપના ધારાસભ્ય કહે છે કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મારી સામે ચૂંટણી લડવા આવી જાય. હું રાજીનામું આપી દઇશ અને 2 કરોડ રૂપિયા ઇનામ રૂપે આપીશ. તો મોરબીના ધારસભ્યએ આપેલી આ ચેલેન્જને સહર્ષ રાજીખુશીથી આ સ્વીકારી લઇએ છીએ. શૂર બોલ્યા ન ફરે… જો તમે શૂરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોવ, જબાનના પાક્કા માણસ હોવ… તો આજે 10 તારીખ થઇ છે, મોડામાં મોડું 12 તારીખે 12 વાગ્યા સુધી તમારું રાજીનામું પડી જવું જોઇએ. ગોપાલ ઇટાલિયા વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. 

‘પાટીલ અંકલને પૂછ્યા વિના રાજીનામું આપી દો’

આ અંગે ઈટાલિયાએ એક શરતની વાત કરતા કહ્યું કે, ‘મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા ના જતા. પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઇ ગયું છે, હવે હું રાજીનામું આપુ કે ન આપું. અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નઇ. પાટીલને પૂછ્યા વગર જ તમારા તમારામાં હિંમત હોય, તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી.આર. પાટીલની પરમિશન લીધા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં તમે રાજીનામું આપી દેજો.’ 

આ પણ વાંચો: ‘સોમવારે રાજીનામું આપીએ’, ગોપાલ ઈટાલિયાએ કાંતિ અમૃતિયાને બે કરોડની ચેલેન્જ સ્વીકારી

ગોપાલ ઇટાલિયાએ વીડિયોમાં વધુ વાત કરતાં જણાવ્યું હતું કે, ‘મોરબીની જનતા જાગૃત થઇ એટલે મોરબીના ધારાસભ્યના પેટમાં ગરમ તેલ રેડાયું છે. અત્યાર સુધી મોરબી જનતા અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી, તો કોઇને તકલીફ ન હતી. પરંતુ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું અને રસ્તા,પાણી અને ખાડાના મુદ્દે અવાજ સહિતના મુદ્દાઓને લઇને આમ જનતાએ અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું. 30-30 વર્ષ સુધી આ જ જનતાએ તમને મત આપ્યા અને સળંગ 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી અને ગલગલિયા થયા, ખુશ થયા, આનંદ આવ્યો પણ હવે એ જ જનતા પાણી, રોડ, રસ્તા મુદ્દે સવાલ કરે તો તમને ગમતું નથી.’ 

ગોપાલ ઇટાલીયાના પડકારનો જવાબ 

ઉલ્લેખનીય છે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાના પડકારને જવાબ આપતાં કહ્યું હતું કે, ‘આવતા સોમવારે તમે આવો. તમે વિસાવદરથી રાજીનામું અને હું મોરબીથી રાજીનામું આપું. ચૂંટણી આવે એટલે આપણે બંનેએ સામસામે લડવાનું. અને જો હું હારું તો તમને 2 કરોડ આપવાના. આખા ગુજરાતમાં વિસાવદરની એક સીટ આવી એમાં આપના કાર્યકર્તાઓએ મોટો ઉપાડો લઈ લીધો છે. એક સીટમાં જ ઉશ્કેરવાના ધંધા અને જેમ તેમ બોલવાનું શરૂ કર્યું છે.’ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓનું ગ્રુપ ટેકનોલોજી ફેકલ્ટીને દર વર્ષે 50 લાખની સહાય આપશે | gro…
GUJARAT

એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓનું ગ્રુપ ટેકનોલોજી ફેકલ્ટીને દર વર્ષે 50 લાખની સહાય આપશે | gro…

July 22, 2025
વડોદરાના 569 ગામોના 59439 સર્વે નંબરોની જમીનોને જૂની શરતમાં ફેરવાઈ | Lands with 59439 survey numbers…
GUJARAT

વડોદરાના 569 ગામોના 59439 સર્વે નંબરોની જમીનોને જૂની શરતમાં ફેરવાઈ | Lands with 59439 survey numbers…

July 22, 2025
વડોદરાના સમા સાવલી રોડ પર ‘લોટસ ઓરા’ના વિઝા કન્સલ્ટન્ટે ઓફિસને તાળા માર્યા, બે મહિલાએ 40 લાખ ગુમાવ્ય…
GUJARAT

વડોદરાના સમા સાવલી રોડ પર ‘લોટસ ઓરા’ના વિઝા કન્સલ્ટન્ટે ઓફિસને તાળા માર્યા, બે મહિલાએ 40 લાખ ગુમાવ્ય…

July 22, 2025
Next Post

ઓનલાઈન વસ્તુ ખરીદ્યા બાદ રિટર્ન કરી, પરંતુ રિફંડ ના મળતું હોય તો આ રીતે કરો ફરિયાદ | Online shopping product return and refund rules know how to register complain

ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ સરકારને યાદ આવ્યું જોખમઃ વલસાડમાં એકસાથે 5 બ્રિજ ભારે વાહનો માટે કરાયા બંધ |…

ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ સરકારને યાદ આવ્યું જોખમઃ વલસાડમાં એકસાથે 5 બ્રિજ ભારે વાહનો માટે કરાયા બંધ |...

ઉમરગામના સરીગામની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ | Massive fire breaks out at chemical company…

ઉમરગામના સરીગામની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ | Massive fire breaks out at chemical company...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : સોલાપુરમાં ફેક્ટરીમાં ફરી ભયાનક આગ, માલિક સહિત 8 લોકોના મોત

VIDEO : સોલાપુરમાં ફેક્ટરીમાં ફરી ભયાનક આગ, માલિક સહિત 8 લોકોના મોત

2 months ago
એપ્રિલમાં ખાદ્ય તેલનો સ્ટોક ઘટી પાંચ વર્ષની નીચી સપાટીએ જોવા મળ્યો | Edible oil stocks fell to a fiv…

એપ્રિલમાં ખાદ્ય તેલનો સ્ટોક ઘટી પાંચ વર્ષની નીચી સપાટીએ જોવા મળ્યો | Edible oil stocks fell to a fiv…

2 months ago
સુરત અને વડોદરાથી ભાજપને મળ્યું અઢળક દાન, કોન્ટ્રાક્ટર, યુનિ., સોસાયટીથી માંડી વ્યક્તિગત લોકોએ કર્યુ…

સુરત અને વડોદરાથી ભાજપને મળ્યું અઢળક દાન, કોન્ટ્રાક્ટર, યુનિ., સોસાયટીથી માંડી વ્યક્તિગત લોકોએ કર્યુ…

4 months ago
છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 25 લાખના ઈનામી ટોપ કમાન્ડર સહિત ત્રણ ઠાર

છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 25 લાખના ઈનામી ટોપ કમાન્ડર સહિત ત્રણ ઠાર

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News