Karnataka Congress MLA Pitches Nitin Gadkari: કોંગ્રેસના ધારાસભ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રિટાયરમેન્ટ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે નીતિન ગડકરીને વડાપ્રધાન બનાવવાની માગ કરી છે. આરએસએસના વડા મોહન ભાગવતના 75 વર્ષે રિટાયરમેન્ટ પર આપવામાં આવેલા નિવેદનને આધાર બનાવતાં કોંગ્રેસના ધારાસભ્યે આ માગ કરી છે.
કર્માટકની સાગર વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્ય બેલૂર ગોપાલકૃષ્ણાએ આરએસએસના વડાના નિવેદનને આવકારતાં કહ્યું છે કે, જો નરેન્દ્ર મોદી આ નિવેદન મુજબ પ્રધાનમંત્રી પદ પરથી નિવૃત્ત થાય છે, તો ગડકરીને પીએમ બનાવવા જોઈએ. તેઓ આ પદ માટે યોગ્ય પસંદગી રહેશે. તમને જણાવી દઈએ કે, મોહન ભાગવતે કહ્યું હતું કે 75 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી નેતાઓએ સત્તા છોડી દેવી જોઈએ.