Suryakumar Yadav: ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપમાંથી મળનારી પૂરી મેચ ફી ભારતીય સશસ્ત્ર દળો અને પહલગાન આતંકી હુમલાના પીડિતોને દાન કરવાનો નિર્ણય કર્યો છે. એશિયા કપમાં પાકિસ્તાનને સાથે રમેલી મેચ પછી આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવને ચેલેન્જ કરી હતી. હવે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવ્યા પછી ભાજપના નેતાએ સૌરભ ભારદ્વાજ પર નિશાન સાધ્યું છે.
આ પણ વાંચો : એશિયા કપમાં ધમાકેદાર જીત બાદ હવે ભારત-વેસ્ટઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ સીરિઝ, પહેલી મેચ અમદાવાદમાં
ભાજપે સૌરભ ભારદ્વાજને આપી ચેલેન્જ
ભાજપ નેતા અજય આલોકે X પર સૌરભ ભારદ્વાજનો જૂનો વીડિયો શેર કર્યો છે. જેમાં AAP નેતા કહી રહ્યા છે કે, ‘સૂર્યકુમાર યાદવ, જો તમારામાં હિંમત હોય તો હું તને ફરી બીજી ચેલેન્જ આપું છું કે, ક્રિકેટ વ્યવસાયમાં તમે જે પૈસા કમાયા છો તે બધા તે 26 વિધવાઓને આપી દો, અમે પણ માનીશુ.’ તેના પર ભાજપના નેતાએ જવાબ આપ્યો, ‘ સૌરભ બાબુ, જો તમારામાં હિંમત હોય તો એક મહિનાનો પગાર દાન કરો. ભારતીય કેપ્ટને તો કરી બતાવ્યું.’
SKY મેચ ફી દાન કરવાનો નિર્ણય કર્યો
ભારતે રવિવારે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને એશિયા કપ જીત્યો છે. મેચ પછી સૂર્યકુમાર યાદવે X પર લખ્યું, ‘મેં આ ટુર્નામેન્ટમાંથી મારી સંપૂર્ણ મેચ ફી આપણા સશસ્ત્ર દળો અને પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને દાનમાં આપવાનો નિર્ણય કર્યો છે. તમે હંમેશા મારા વિચારોમાં છો. જય હિંદ.’
આ પણ વાંચો : ‘ટ્રોફી પાછી આપો નહીંતર….’, એશિયા કપ ટુર્નામેન્ટમાં જીત બાદ BCCIનું પાકિસ્તાનને અલ્ટિમેટમ
ભારતીય ખેલાડીઓને T20 મેચ દીઠ ₹400,000 મળે છે, એટલે કે સૂર્યકુમાર યાદવને ટુર્નામેન્ટની સાત મેચ માટે 28 લાખ રુપિયા મળશે. ભારતીય ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે 14 સપ્ટેમ્બરના રોજ પ્રથમ ગ્રુપ મેચમાં પાકિસ્તાન પરની જીત પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો અને ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત કરી હતી.