Air India Plane Crash Compensation : અમદાવાદમાં 12 જૂનના રોજ લંડન જતી એર ઇન્ડિયાની ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનામાં 242 લોકો સવાર હતા, જેમાંથી માત્ર એક જ મુસાફર બચી શક્યો હતો. વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાતા ત્યાં હાજર અનેક લોકોના પણ મોત થયા છે. આ કરુણ ઘટના બાદ એર ઈન્ડિયાએ પીડિત પરિવારોને મદદ કરવાની જાહેરાત કરી છે. એરલાઈન્સે દુર્ઘટનાના પીડિત પરિવારોને તાત્કાલીક રાહત આપવા માટે 25-25 લાખ રૂપિયાની વચગાળાની સહાય આપવાની આજે સત્તાવાર જાહેરાત કરી છે.
ખૂબ જ દુઃખદ ઘટનાથી અમને આઘાત લાગ્યો : એર ઈન્ડિયા