Russian woman Rescue form Gokarna cave : ભારતમાં બાળકો સાથે જંગલની ગુફામાં રહેતી રશિયન મહિલા અને તેના બે બાળકોને કર્ણાટકની ગોકર્ણ ગુફામાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, મહિલા બિઝનેસ વિઝા માટે ભારત આવી હતી. જેના વર્ષ 2017માં વિઝા એક્સપાયર થયા હતા. મહિલાએ જણાવ્યું કે, તે હિંદુ ધર્મ અને અધ્યાત્મથી પ્રેરિત થઈને ગોવાના ગોકર્ણ પહોંચી હતી.
ગોકર્ણ ગુફામાંથી રશિયન મહિલા અને તેના બે બાળકોનું રેસ્ક્યૂ
મળતી માહિતી મુજબ, 40 વર્ષ મહિલાની ઓળખ મોહી તરીકે થઈ છે. મોહી છેલ્લા બે અઠવાડિયાથી ઉત્તર કન્નડ જિલ્લામાં સ્થિત રામતીર્થ ટેકરીઓમાં આવેલી એક પ્રાકૃતિક ગુફામાં રહેતી હતી. મહિલાની સાથે તેની બે બાળકી પ્રેયા (ઉં.વ. 6) અને અમા (ઉં.વ. 4) પણ ગુફાની અંદર સામાન્ય ઘર બનાવીને રહેતા હતા. મહેલાએ જણાવ્યું કે, તે પોતાનો મોટાભાગનો સમય ધ્યાન અને પૂજામાં વિતાવતી હતી.
પોલીસે શું કહ્યું?
ગોકર્ણ પોલીસે સમગ્ર મામલે જણાવ્યું હતું કે, પોલીસ જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે તેમને એક ગુફાની બહાર કપડાં ટીંગાયેલા જોવા મળ્યા હતા. આ પછી પોલીસ અધિકારી જંગલમાં આવેલી એ ગુફા સુધી પહોંચ્યા, જ્યાં તેમને રશિયન મહિલા મોહી અને તેના બે બાળકો મળ્યા. જ્યારે હવે આ મહિલાને ગોકર્ણથી બેગલુરુ અને પછી ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરી છે. એક સ્થાનિક NGOની મદદથી રશિયાના દૂતાવાસનો સંપર્ક કરવામાં આવ્યો છે.
આ મામલે જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે, ‘આ એક આશ્ચર્યજનક વાત છે કે, પરિવાર જંગલમાં જીવિત કઈ રીતે રહ્યો અને ખોરાકમાં શું લેતા હશે. જોકે, આ દરમિયાન તેમને કોઈ નુકસાન પણ થયું નથી.’
આ પણ વાંચો: VIDEO: ભયાવહ દ્રશ્યો! પહાડોમાં અચાનક ભૂસ્ખલન, પૂર્વ CM જીવ બચાવી દોડ્યા
પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, રશિયન મહિલા મોહી બિઝનેસ વિઝા પર ગોવામાં આવી હતી. ગુફામાંથી રેસ્ક્યૂ કર્યા બાદ તેમને એક મહિલા સાધ્વી સંચાલિત આશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે પોલીસે જણાવ્યું હતું કે, મહિલા ભારતમાં કેટલા સમયથી રહેતી હતી, તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી મળી નથી.