Madhya Pradesh: મધ્ય પ્રદેશના વિંધ્ય વિસ્તારમાં લીલા સાહૂના ગામના રસ્તા વકરી રહ્યો છે. સોમવારે રીવામાં ડિલિવરી માટે હોસ્પિટલ જઈ રહેલી પ્રસૂતાનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ગર્ભવતી મહિલાને લઈ જતું વાહન મુશળધાર વરસાદને કારણે ભરાયેલી નદી પાર કરી શક્યું નહીં.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, ભનિગંવા ગામની રહેવાસી પ્રિયા રાની કોલની ગર્ભાવસ્થા દરમિયાન અચાનક તબિયત લથડી હતી. પરિજન તેને જવા ખાતે હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં મહના નદી વરસાદના કારણે છકલાઈ હતી અને તમામ લોકો એક બાજુ અટકી ગયા હતા. આશરે બે કલાક સુધી પ્રિયા રાની પ્રસવ પીડાથી તડપતી રહી. આ દરિમાયન ગામના એક ઝોલા છાપ ડૉક્ટરને બોલાવવામાં આવ્યો હતો, જેણે પ્રસૂતાના મૃત્યુની પુષ્ટિ કરી.
આ પણ વાંચોઃ બિહારમાં મતદાર યાદીમાંથી 35 લાખ લોકોના નામ ‘ડીલિટ’ થશે, ચૂંટણીપંચનો ચોંકાવનારો દાવો
પ્રસૂતાનું રસ્તા વચ્ચે જ નિપજ્યું મોત
પરિજનોએ જણાવ્યું કે, સોમવારે (14 જુલાઈ) અચાનક પ્રિયા રાનીને પ્રસવ પીડા ઉપડી. ત્યારબાદ ઘરના લોકો તેને હોસ્પિટલ લઈ જવા નીકળ્યા. જોકે, પૂરના કારણે હોસ્પિટલમાં પહોંચવામાં મુશ્કેલી આવી અને તબિયત વધુ ખરાબ થતા પ્રસૂતાનું અડધા રસ્તે જ મોત નિપજ્યું.
આ પણ વાંચોઃ શિક્ષક દ્વારા યૌન ઉત્પીડન, કંટાળીને કોલેજ કેમ્પસમાં ખુદને આગ ચાંપનાર વિદ્યાર્થિનીનું મોત
તંત્રને ફરિયાદ છતાં દર વર્ષે આવી જ સ્થિતિ હોય છે
પ્રિયાના સસરાએ જણાવ્યું કે, પૂરના કારણે પરિવારે આશરે 40 કિલોમીટરનો ચક્કર લગાવીને મહિલાના મૃતદેહને પિયરથઈ સાસરે લવાયો, જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ગ્રામીણોએ આ વિસ્તારમાં ખરાબ રસ્તાને લઈને તંત્ર પર આરોપ લગાવ્યો છે. ગ્રામીણોનું કહેવું છે કે, દર વર્ષે વરસાદમાં આ સમસ્યાનો સામનો કરવો પડે છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ સુવિધા પૂરી પાડવામાં નથી આવતી.