gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈટાલિયા બાદ કડીથી પેટાચૂંટણી જીતેલા ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડાએ ધારાસભ્ય પદના લીધા શપથ | Gopal Italia…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
ઈટાલિયા બાદ કડીથી પેટાચૂંટણી જીતેલા ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડાએ ધારાસભ્ય પદના લીધા શપથ | Gopal Italia…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kadi-Visavadar MLA: ગુજરાતમાં 19 જૂન ગુજરાતની બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદરમાં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા અને કડી બેઠક પરથી ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડા વિજેતા થયા હતા. આ બંને ધારાસભ્યોએ બુધવારે (16 જુલાઈ) ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. વિધાનસભાના અધ્યક્ષે બંને ધારાસભ્યોને શપથ લેવડાવ્યા.

કડી અને વિસાવદરની બેઠક  કેમ ખાલી થઈ હતી બેઠક?

કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ સિવાય વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતાં, જેના કારણે વિસાવદર બેઠક ખાલી થઈ હતી. વિસાવદર બેઠકની ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 17,554 મતોના માર્જિનથી હરાવીને વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ગુજરાત વિધાનસભામાં AAPની ધારાસભ્યોની સંખ્યા ફરીથી પાંચ થઈ ગઈ છે.

ગુજરાત વિધાનસભામાં AAPના 5 ધારાસભ્યો

1- ગોપાલ ઈટાલિયા, વિસાવદર

2- ચૈતર વસાવા, દેડિયાપાડા 

3- સુદિપ કુમાર રમેશચંદ્ર કિકાણી, લાઠી

4- હેમંત ખવા, જામજોધપુર

5- ઉમેશ મકવાણા, બોટાદ ( AAPમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે) 

AAP એ ઉમેશ મકવાણાને પક્ષમાંથી  5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે

મહત્ત્વનું છે કે, બોટાદથી AAPમાંથી ચૂંટાયેલા ઉમેશ મકવાણાએ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ તેમને AAP દ્વારા પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે AAP પછાત સમુદાયોના નેતાઓ અને કાર્યકરોને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં નિષ્ફળ રહી છે. એટલે કે ઉમેશ મકવાણા હજુ પણ બોટાદના ધારાસભ્ય છે, પરંતુ તેમને AAP માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં હજુ 39 બ્રિજ પડું પડું, 97 પુલ પર વાહનવ્યવહાર બંધ, દુર્ઘટના બાદ સરકારને સુઝ્યું

22માં દિવસે લીધા શપથ

15મી વિધાનસભામાં પેટાચૂંટણીમાં વિસાવદરમાંથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટી- આપના ગોપાલ ઈટાલિયા અને કડી (અનુસૂચિત જાતિ અનામત) બેઠકમાંથી ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડા આજે શપથ લીધા. ચૂંટાયા તે દિવસથી લઈને આજે 22માં દિવસે ગોપાલ ઈટાલિયાને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા. 

ધારાસભ્યોને શું લાભ મળે? 

ધારાસભ્ય તરીકે શપથ લીધા બાદ ગોપાલ ઈટાલિયા અને રાજેન્દ્ર ચાવડાને નીચે મુજબના લાભ મળશે.

1. માસિક પગાર 

પગારને દરેક રાજ્યમાં અલગ-અલગ નિયમો હોય છે, પણ સામાન્ય રીતે ધારાસભ્યને સરકાર નિયમિત માસિક પગાર આપે છે. (ઉદાહરણ તરીકે ગુજરાતમાં ધારાસભ્યોને અંદાજે 70,000થી 1,00,000 રૂપિયા માસિક પગાર મળે છે.)

2. ભથ્થા અને સુવિધાઓ 

  • દૈનિક ભથ્થું (Daily Allowance): દરેક ધારાસભ્યને સત્ર દરમિયાન હાજરી માટે દૈનિક ભથ્થું મળે છે.
  • મુસાફરી ભથ્થું (Travel Allowance): ધારાસભ્યોને ટ્રાવેલ ખર્ચ માટે સરકારી સહાય મળે છે. એરલાઈન, ટ્રેન અથવા સરકાર દ્વારા મોકલેલ વાહન મળે છે.
  • રહેઠાણ (Accommodation): વિધાનસભા શહેરમાં રહેવા માટે સરકારી બંગલો કે ફ્લેટ મળે છે.

આ પણ વાંચોઃ સત્તાધીશોનો પરિસ્થિતિ પર અંકુશ ના હોય તો કાયદાનું પાલન બંધ કરી દો, બિસ્માર રસ્તા-ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ

3. ફોન, ઇન્ટરનેટ, ઇલેક્ટ્રિસિટી, વોટર બિલ

સરકાર દ્વારા મફત કે સબસિડી દરે ટેલિફોન, ઇન્ટરનેટ, વીજળી અને પાણીની સુવિધા આપવામાં આવે છે.

4. કર્મચારીઓ અને ઓફિસ ખર્ચ 

ધારાસભ્ય પોતાના કચેરી માટે સહાયક કર્મચારીઓ અને ઓફિસ ખર્ચ માટે નક્કી થયેલું ભથ્થું મેળવી શકે છે.

5. પેન્શન

વિશિષ્ટ સમયગાળા માટે ધારાસભ્ય રહી ચૂક્યા પછી જીવનભર પેન્શન મળતું હોય છે.

6. આરોગ્ય સુવિધાઓ

ધારાસભ્યો તથા તેમના પરિવારજનો માટે ખાસ આરોગ્ય યોજનાઓ તથા મફત સારવારની સુવિધા ઉપલબ્ધ હોય છે.

7. MLA LAD ફંડ 

દરેક ધારાસભ્યને તેમના મતવિસ્તારના વિકાસ માટે પ્રતિ વર્ષ ફંડ મળતુૂં હોય છે (જુદાં જુદાં રાજ્ય પ્રમાણે અલગ કદ). તેઓ આ ફંડથી રસ્તા, શાળાઓ, પાણીની લાઈનો વગેરે માટે ખર્ચ કરી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લંડનથી અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી આવેલા પાર્સલમાંથી રૂ.52 લાખનો હાઇબ્રિડ ગાંજો નીકળ્યો | Hybrid…
GUJARAT

લંડનથી અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી આવેલા પાર્સલમાંથી રૂ.52 લાખનો હાઇબ્રિડ ગાંજો નીકળ્યો | Hybrid…

September 27, 2025
સાવરકુંડલામાં પૈસાની ઉઘરાણી મામલે કિન્નરો-વેપારીઓ વચ્ચે ભારે બબાલ | Transgender asking for money fro…
GUJARAT

સાવરકુંડલામાં પૈસાની ઉઘરાણી મામલે કિન્નરો-વેપારીઓ વચ્ચે ભારે બબાલ | Transgender asking for money fro…

September 27, 2025
કાલાવડમાં બે રાજકીય આગેવાનો વચ્ચે ફેસબુક પર અપશબ્દોનો પ્રયોગ કરવાના મામલે તકરાર : બંને પક્ષે સામ સામ…
GUJARAT

કાલાવડમાં બે રાજકીય આગેવાનો વચ્ચે ફેસબુક પર અપશબ્દોનો પ્રયોગ કરવાના મામલે તકરાર : બંને પક્ષે સામ સામ…

September 27, 2025
Next Post
વડોદરાના મકરપુરામાં રહેણાંક વિસ્તારમાંથી વધુ એક મગરનું રેસ્ક્યુ, ચોમાસામાં સાવચેતી જરૂરી | People we…

વડોદરાના મકરપુરામાં રહેણાંક વિસ્તારમાંથી વધુ એક મગરનું રેસ્ક્યુ, ચોમાસામાં સાવચેતી જરૂરી | People we...

ક્લાઈમેટ ચેન્જ દુનિયાએ અનુભવેલી સૌથી મોટી સમસ્યા, વિશ્વના 136 દેશોમાં કરાયેલા સર્વેક્ષણનું તારણ | Cl…

ક્લાઈમેટ ચેન્જ દુનિયાએ અનુભવેલી સૌથી મોટી સમસ્યા, વિશ્વના 136 દેશોમાં કરાયેલા સર્વેક્ષણનું તારણ | Cl...

નવાયાર્ડ રેલ્વે ગોદી ખાતે શેડના અભાવે માલ સામાનને નુકશાનની ભીતિ | Fear of loss of goods due to lack …

નવાયાર્ડ રેલ્વે ગોદી ખાતે શેડના અભાવે માલ સામાનને નુકશાનની ભીતિ | Fear of loss of goods due to lack ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેટેલાઇટમાંથી ૪૬ લાખની ચોરી કરનાર રીઢા ગુનેગારને ઝડપી લેવાયો | DCP Zone 7 LCB nabbed nortorious thef…

સેટેલાઇટમાંથી ૪૬ લાખની ચોરી કરનાર રીઢા ગુનેગારને ઝડપી લેવાયો | DCP Zone 7 LCB nabbed nortorious thef…

5 months ago
હિંદ મહાસાગરમાં ચીન-પાકિસ્તાનની જુગલબંધીથી ભારત એલર્ટ, ઇન્ડિયન નેવીએ કરી ચોંકાવનારી વાત | Dangerous …

હિંદ મહાસાગરમાં ચીન-પાકિસ્તાનની જુગલબંધીથી ભારત એલર્ટ, ઇન્ડિયન નેવીએ કરી ચોંકાવનારી વાત | Dangerous …

2 months ago
વડોદરામાં દુષ્કર્મ પીડિત સગીરાએ બાળકને જન્મ આપ્યો, બે નરાધમોએ કર્યું હતું કુકર્મ | Vadodara Minor Gi…

વડોદરામાં દુષ્કર્મ પીડિત સગીરાએ બાળકને જન્મ આપ્યો, બે નરાધમોએ કર્યું હતું કુકર્મ | Vadodara Minor Gi…

1 week ago
RBIએ રેપો રેટ યથાવત્ રાખ્યો : EMI નહીં ઘટે | RBI keeps repo rate unchanged: EMI will not decrease

RBIએ રેપો રેટ યથાવત્ રાખ્યો : EMI નહીં ઘટે | RBI keeps repo rate unchanged: EMI will not decrease

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News