– ટેરિફ અનિશ્ચિતતા અને જીઓપોલિટીકલ ટેન્શન વધવાના સંકેત વચ્ચે
– નિફટી પોઈન્ટ વધીને 25212 : સ્મોલ, મિડ કેપ શેરોમાં જળવાયેલું આકર્ષણ : FPIs/FIIની રૂ.1858 કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.1224 કરોડની ચોખ્ખી ખરીદી
મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વને એક તરફ ટેરિફ મામલે અનિશ્ચિતતામાં રાખતાં રહી જીઓપોલિટીકલ ટેન્શન વધારતાં રહી રશીયા પર હુમલો કરવા યુક્રેનને ઉક્સાવ્યા બાદ ફેરવી તોળતાં અનિશ્ચિતતાના આ માહોલમાં વૈશ્વિક બજારોમાં સતત સાવચેતી રહી હતી. જો કે અમેરિકા સાથે ભારતની ટ્રેડ ડિલ મામલે વાટાઘાટનો નવો દોર ચાલુ થયો હોઈ અને ટ્રમ્પે ઈન્ડોનેશિયા પર ૧૯ ટકા ટેરિફ અને ૫૦ બોઈંગ જેટ ખરીદવાની શરતી ડિલ કર્યાની જેમ ભારત સાથે પણ આવી શરતી ડિલ કરી ટેરિફ દરો નીચા રાખશે એવી અટકળોને લઈ ભારતીય શેર બજારોમાં આજે સિલેક્ટિવ ખરીદી ચાલુ રહી હતી. ફંડોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ ઓટોમોબાઈલ, બેંકિંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. સેન્સેક્સ ૮૨૭૮૫થી ૮૨૩૪૨ની રેન્જમાં સાંકડી વધઘટના અંતે ૬૩.૫૭ પોઈન્ટ વધીને ૮૨૬૩૪.૪૮ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ નીચામાં ૨૫૧૨૧.૦૫ અને ઉપરમાં ૨૫૨૫૫.૩૦ સુધી જઈ અંતે ૧૬.૨૫ પોઈન્ટ વધીને ૨૫૨૧૨.૦૫ બંધ રહ્યા હતા.
આઈટી શેરોમાં વધતું વેલ્યુબાઈંગ : ક્વિક હિલ, ઈમુદ્રા, ઓનવર્ડ ટેકનો, મેક્લિઓડ, સાસ્કેન, યુનિઈકોમ, વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોનું આજે વેલ્યુબાઈંગ વધતું જોવાયું હતું. મેક્લિઓડ રૂ.૧૫.૭૪ વધીને રૂ.૯૭.૨૪, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૧૭.૮૦ વધીને રૂ.૩૭૪.૫૫, ક્વિક હિલ રૂ.૧૪.૪૫ વધીને રૂ.૩૯૩.૯૫, સાસ્કેન રૂ.૪૩.૩૫ વધીને રૂ.૧૪૮૩.૪૦, યુનિઈકોમ રૂ.૩.૫૦ વધીને રૂ.૧૩૩.૬૦, ઈમુદ્રા રૂ.૨૧.૩૦ વધીને રૂ.૮૧૯.૭૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૯ વધીને રૂ.૮૨૮.૨૫, રામકો સિસ્ટમ રૂ.૯.૦૫ વધીને રૂ.૪૦૩, વિપ્રો રૂ.૫.૨૦ વધીને રૂ.૨૬૨.૭૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૨૧ વધીને રૂ.૧૦૯૪.૮૫, ટેક મહિન્દ્રા ત્રિમાસિક પરિણામ પાછળ રૂ.૩૦.૬૦ વધીને રૂ.૧૬૦૯, ઈન્ફોસીસ રૂ.૨૩.૮૦ વધીને રૂ.૧૬૦૮.૬૦, ડાટામેટિક્સ રૂ.૧૧.૧૫ વધીને રૂ.૭૫૭.૯૦ રહ્યા હતા.
ઓટો શેરોમાં સતત મજબૂતી : મહિન્દ્રા રૂ.૬૫ વધીને રૂ.૩૧૯૫ : ઉનો મિન્ડા, એમઆરએફ, બોશમાં તેજી
ભારતમાં ટેસ્લાના આગમન સાથે ઓટોમોબાઈલ ક્ષેત્રે હરિફાઈ તીવ્ર બનવાની શકયતાએ અને ચોમાસાની સારી પ્રગતિએ વાહનોની ખરીદી વધવાની અપેક્ષાએ આજે ફંડોની સતત પસંદગીની ખરીદી રહી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૫.૬૫ વધીને રૂ.૩૧૯૫.૩૦, ઉનો મિન્ડા રૂ.૧૭.૩૫ વધીને રૂ.૧૧૨૩, એમઆરએફ રૂ.૧૪૮૪.૬૫ વધીને રૂ.૧,૫૨,૩૩૮, બોશ રૂ.૨૦૭.૬૫ વધીને રૂ.૩૮,૫૧૮.૧૦, ટીવીએસ મોટર રૂ.૧૩.૯૫ વધીને રૂ.૨૮૯૯, આઈશર મોટર્સ રૂ.૨૦.૮૦ વધીને રૂ.૫૬૧૨.૩૦, મારૂતી સુઝુકી રૂ.૨૫.૦૫ વધીને રૂ.૧૨,૫૬૦ રહ્યા હતા.
બેંકિંગ શેરોમાં સિલેક્ટિવ ખરીદી : બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક, ફેડરલ બેંક, આધાર હાઉસીંગ, ચોઈસ વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. બેંક ઓફ બરોડા રૂ.૪.૭૦ વધીને રૂ.૨૪૯.૦૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૪.૮૦ વધીને રૂ.૮૩૧.૫૫, ફેડરલ બેંક રૂ.૨.૯૫ વધીને રૂ.૨૧૪.૬૫ રહ્યા હતા. ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં પણ પસંદગીની ખરીદી રહી હતી. માસ ફાઈનાન્શિયલ રૂ.૩૧.૦૫ વધીને રૂ.૩૪૬.૪૫, એડલવેઈઝ રૂ.૬.૯૫ વધીને રૂ.૧૨૦.૭૫, ચોઈસ ઈન્ડિયા રૂ.૪૨.૭૦ વધીને રૂ.૭૪૮, આધાર હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૬.૭૫ વધીને રૂ.૫૦૪.૫૫, રેપકો હોમ રૂ.૨૧.૫૦ વધીને રૂ.૪૫૩.૩૦, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૮.૧૫ વધીને રૂ.૬૩૭, આઈડીબીઆઈ બેંક રૂ.૨.૫૦ વધીને રૂ.૧૦૦.૬૫, જે એન્ડ કે બેંક રૂ.૩.૧૦ વધીને રૂ.૧૧૫.૫૦ રહ્યા હતા.
ડિક્સનના ચાઈનીઝ કંપની સાથે કરારે શેર રૂ.૨૭ વધ્યો : પીજી ઈલેક્ટ્રો, બર્જર, એશીયન પેઈન્ટ વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. ડિક્સન ટેકનોલોજી દ્વારા પાર્ટસ માટે ચાઈનીઝ કંપની સાથે સહયોગ કરાર કર્યાના અહેવાલે શેર રૂ.૨૭૯ વધીને રૂ.૧૬,૦૯૭.૨૦, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૧૮.૯૫ વધીને રૂ.૮૨૭.૮૦, બર્જર પેઈન્ટ્સ રૂ.૪.૬૫ વધીને રૂ.૫૬૫.૭૫, એશીયન પેઈન્ટ્સ રૂ.૧૭.૪૫ વધીને રૂ.૨૪૧૦.૪૦ રહ્યા હતા.
પતંજલિ રૂ.૧૧૯ ઉછળી રૂ.૧૮૬૨ : ગોપાલ સ્નેક્સ, ટીઆઈ, ગોદાવરી બાયો, એડીએફમાં આકર્ષણ
એફએમસીજી શેરોમાં આજે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. ટીઆઈ રૂ.૪૦.૯૫ વધીને રૂ.૩૯૩.૪૫, પતંજલિ ફૂડ્સ રૂ.૧૧૯.૨૦ વધીને રૂ.૧૮૬૨.૩૫, ગોપાલ સ્નેક્સ રૂ.૧૯.૧૦ વધીને રૂ.૩૭૫.૫૫, ગોદાવરી બાયો રૂ.૧૪.૩૫ વધીને રૂ.૩૦૧.૫૦, એડીએફ ફૂડ્સ રૂ.૧૨.૪૦ વધીને રૂ.૨૭૭.૯૦, ગોકુલ એગ્રો રૂ.૧૩.૦૫ વધીને રૂ.૩૨૯.૩૫, બિકાજી રૂ.૨૬ વધીને રૂ.૭૫૦.૫૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૪૫.૯૦ વધીને રૂ.૨૪૬૨.૬૫ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં પ્રોફિટ બુકિંગ છતાં યુનિકેમ, મેટ્રોપોલિસ, ગ્લેન્ડ, આરપીજી લાઈફમાં ફંડો લેવાલ
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં આજે ઘણા શેરોમાં નફારૂપી વેચવાલી છતાં પસંદગીના શેરોમાં ખરીદી જળવાઈ હતી. યુનિકેમ લેબ. રૂ.૪૬.૬૫ વધીને રૂ.૬૪૬.૨૫, મેટ્રોપોલિસ રૂ.૧૧૦.૫૦ વધીને રૂ.૧૯૮૧.૮૦, એનજીએલ ફાઈન રૂ.૬૮.૬૫ વધીને રૂ.૧૪૪૨.૦૫, ગ્લેન્ડ ફાર્મા રૂ.૭૪.૬૫ વધીને રૂ.૧૯૭૦.૭૫, આરપીજી લાઈફ રૂ.૯૯ વધીને રૂ.૨૬૫૫.૯૫, શેલબી રૂ.૬.૫૦ વધીને રૂ.૧૯૮.૭૫, થાયરોકેર રૂ.૩૫.૮૫ વધીને રૂ.૧૧૯૯.૩૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં જળવાયેલું આકર્ષણ : એનએસઈમાં ૧૬૬૦ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં આજે ફંડોની ખરીદીનું આકર્ષણ જળવાયું હતું. જેથી માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૩૦૧૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૬૬૦ અને ઘટનારની સંખ્યા ૧૨૬૯ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૧૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૩૩૮ અને ઘટનારની સંખ્યા ૧૭૧૮ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૧૮૫૮ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૨૨૩ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે બુધવારે શેરોમાં કેશમાં રૂ.૧૮૫૮.૧૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૧,૦૦૨.૪૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૮૬૦.૬૪ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૧૨૨૩.૫૫ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૨,૭૮૬.૪૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૫૬૨.૮૯ કરોડની વેચવાલી કરી હતી.