વડોદરાના સમા સાવલી રોડ પર એક કારમાંથી કિંમતી ચીજ વસ્તુઓની ઉઠાંતરીનો બનાવ બનતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આજવા રોડ મન્સૂરી મંઝિલ ખાતે રહેતા અને ખાનગી લેબમાં ફરજ બજાવતા નીલોફરબાનું મન્સૂરી પોલીસને કહ્યું છે કે, ગત તા. 4ના રોજ બપોરે 2:30 વાગ્યે સમા સાવલી રોડ પર આશીર્વાદ હોસ્પિટલમાં કામ અર્થે થઈ હતી અને 40 મિનિટમાં પરત ફરી મારી કારનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો.
તપાસ કરતા કોઈ ચોર કારમાંથી લેપટોપ, ચાર્જર, ટચપેન, ચશ્મા, રોકડા રૂ. 4 હજાર સહિતની રૂ. 70,000 થી વધુની કિંમતની ચીજ વસ્તુઓ ચોરી ગયો હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી સામા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ કરી છે.