જામનગરમાં માજોઠી નગર વિસ્તારમાં ગઈકાલે એક કાર ચાલક બેકાબૂ બન્યો હતો, અને ફુલ સ્પીડમાં આવી સાઈડમાં પાર્ક કરેલા એક ટુ-વ્હીલરને ભટકાડીને તેમાં 70,000નું નુકસાન પહોંચાડ્યું હતું, જ્યારે વીજ પોલને પણ ટક્કર મારી દીધી હતી. જે અંગે બાઈક ના માલિક યુવાને કાર ચાલકને અટકાવવા જતાં તેમાંથી ઉતરેલા સાથીદારે બાઈકના માલીક યુવાન અને તેની માતાને ગાળો ભાંડી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ થઇ છે.
જામનગરના માજોઠીનગરમાં રહેતા આફતાબ હાજીભાઈ માકોડા નામના યુવાને પોતાને તથા પોતાની માતાને ગાળો ભાંડી ધમકી આપવા અંગે તેમજ પોતાના વાહનમાં અને વીજપોલમાં ઈનોવા કારની ટક્કર મારી દઇ નુકસાન પહોંચાડવા અંગે જી.જે. 10 વાય 9410 નંબરની ઇનોવાકારના ચાલક કાદર ઈકબાલભાઈ તેમજ તેમની સાથેના ઈન્દ્રીશ હુસેનભાઇ માકોડા સામે ફરિયાદ નોંધાવી છે.
ઉપરોક્ત બંને આરોપીઓ કાર લઈને માજોઠી નગરમાંથી પસાર થયા હતા, અને બેફામ ગતી એ આવી ને સાઈડમાં પાર્ક કરેલુ પોતાનું બર્ગમેન કંપની નું મોંઘું ટુવિલર તોડી નાખ્યું હતું, અને વિચ પોલને પણ ટક્કર મારી દીધી હતી.
આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી સીટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સોયબભાઈ મકવા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને બનાવાના સ્થળે જ રેઢી પડેલી ઇનોવા કાર કબ્જે કરી લઈ ભાગી છુટેલા બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે, તેમજ સમગ્ર મામલાની વધુ તપાસ ચલાવી રહ્યા છે.