વડોદરા શહેરના વીઆઈપી રોડ ઉપર આવેલી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બની આવેલો ચોર જોવા માટે આપેલી ચેનમાંથી મહિલા કર્મચારીની નજર ચૂકવીને રૂપિયા 30,000ની એક ચેન ચોરી કરી લઈ ગયો હતો. એટીએમ માંથી રૂપિયા ઉપાડીને આવું છું તેમ કહીને ગયેલો શખ્સ પરત આવ્યો ન હતો. જેથી સ્ટોર મેનેજરે આ ગઠિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ખાતે રહેતા ઐયાનખાન અહેમદખાન પઠાણે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરીયાદ હું વી.આઈ.પી.રોડ વીરનગર સોસાયટી પાસે કેરેટલેન જવેલર્સ નામની કંપનીમા છેલ્લા બે વર્ષથી સ્ટોર ઈંચાર્જ તરીકે નોકરી કરુ છું.
ગત 19 જૂનના રોજ સવારમાં વીઆઇપી રોડ પર આવેલા જ્વેલર્સ ના સ્ટોર પર હું મારી નોકરી ઉપર હાજર હતો. તે વખતે બપોરના સમયે દરમિયાન એક ઇસમ અમારા સોનાના શો રૂમના આવ્યો હતો અને તેણે સોનાની ચેન જોવાની માંગણી કરતા અમારા શો રૂમમા નોકરી કરતા બહેન પુર્ણીમા ત્રીપાઠીએ તેઓને સોનાની ચેનો ટ્રેમા બતાવી હતી. ત્યારબાદ તે ઇસમે તે મહેનને હું એ.ટી.એમ.માથી પૈસા ઉપાડી આવુ છું તેમ કહી જતો રહયો હતો. ત્યારબાદ પુર્ણીમા બહેને ચેનવાળી ટ્રેમાની ચેન ગણતા એક ચેન ઓછી હોવાનું જણાયુ હતું. ત્યારબાદ અમે એ જે તે વખતે ફરીયાદ આપેલ નહી પરંતુ તેની તપાસ માટે અરજી આપી હતી અને અરજી આપ્યા બાદ અમે અમારા શો રૂમમા લાગેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમા અમારી દુકાનમા આવેલ ઇસમને પૂર્ણિમા બેનએ બતાવેલ સોનાની ચેનમાથી એક ચેન આશરે 2 ગ્રામ અને 759 મીલીગ્રામ વજનની જેની આશરે કિંમત રૂ. 30 હજારની તપાસ કરતા આજદીન સુધી કોઈ ચોર મળી આવી ન હતી.જેથી આ ચેનની નજર ચુકવી ગ્રાહક બની આવેલો ચોરી ગયો હતો. જેથી પોલીસે સીસીટી ફૂટેજ ના આધારે આગઠિયાને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.