વડોદરાના વાસણા હરીનગર રોડ ઉપર આવેલા ડીમાર્ટની બાજુમાં આવેલા કોમ્પ્લેક્સના મિટરોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જેના કારણે વેપારીઓ તથા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે આગ વધુ વખતે પહેલા જ ફાયર બ્રિગેડના જવાનોએ તુરંત સ્થળ પર આવી પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે આગમાં મીટરો બળીને ખાખ થઈ ગયા હતા. જેથી વીજ કંપની દ્વારા પુનઃ વીજ પુરવઠો ચાલુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વડોદરા શહેરના વાસણા હરીનગર રોડ આસ્થા હોસ્પિટલની બાજુમાં ઇસ્કોન રોડ ડી માર્ટ રોડની બાજુમાં આવેલા કોમ્પલેક્ષના મીટરમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી ગઈ હતી. આ મીટર પેટીઓ માંથી ધુમાડા સાથે આગની જવાળાઓ બહાર નીકળતા કોમ્પ્લેક્સ માં દુકાન ધરાવતા તથા રેસીડેન્સમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. કોમ્પ્લેક્સ માં રહેતા રાજેશભાઈએ ફાયર બ્રિગેડને ફોન કરી જાણ કરતા ટીમના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ઉપરાંત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી તેઓએ વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. ત્યારબાદ પાણીનો સતત મારો ચલાવીને મીટરમાં લાગેલી આગ પર કાબુ મેળવવાનું શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે કોમ મીટર મળીને ખાસ થઈ ગયા હોય વીજ પુરવઠો બંધ હોય વીજ કંપની દ્વારા તેને ચાલુ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.