India-England Test Match : ભારત-ઈંગ્લન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં સુપરસ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એકલા હાથે ઝઝૂમ્યો હતો. જોકે તેમ છતાં ભારતનો 22 રને પરાજય થયો હતો. જાડેજાએ 181 બોલમાં અણનમ 61 રનની લડાયક ઈનિંગ રમી હતી. જાડેજાએ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે શ્રેષ્ઠ ભાગીદારી કરીને ભારતીય ટીમને જીત સુધી પહોંચાડી હતી. છેલ્લી ઘડીએ જાડેજા, બુમરાહ અને સિરાજની બેટિંગ જોઈ ઈંગ્લેન્ડની ટીમ ટેન્શનમાં આવી ગઈ હતી, જોકે શોએબ બશીરે સિરાજને આઉટ કરી ઈંગ્લેન્ડને શાનદાર જીત અપાવી હતી. જોકે હવે પૂર્વ ભારતીય ક્રિકેટર બલવિંદર સંધૂએ જાડેજાની બેટિંગને લઈને ટીકી કરી કહ્યું કે, જાડેજા રનનો પીછો કરતા ડગી ગયો હતો, તેણે બુમરાહ પર વિશ્વાસ ન કર્યો.
બલવિંદર સિંહ સંધૂએ શું કહ્યું?
લૉર્ડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતની હાર બાદ 1983 વર્લ્ડકપ વિજેતા ટીમના સભ્ય રહેલા બલવિંદર સિંહ સંધૂએ જાડેજાની ટીકા કરી છે. તેમણે એક અગ્રણી મીડિયાના રિપોર્ટમાં કહ્યું કે, ‘રવિન્દ્ર જાડેજા છેલ્લી ઘડીએ દબાણમાં આવી ગયો હતો, તેથી જ તે બુમરાહ પર વિશ્વાસ ન કરી શક્યો અને મોટાભાગની સ્ટ્રાઈક પોતાની પાસે રાખી હતી. જોકે જાડેજાએ બુમરાહ પર વિશ્વાસ કરવો જોઈતો હતો અને તેને પણ રન કરવાની તક આપવી જોઈતી હતી.’
આ પણ વાંચો : T20 વિશ્વકપ પહેલા વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો, આન્દ્રે રસેલ લેશે સંન્યાસ
જાડેજાએ બુમરાહ-સિરાજ સાથે 22 ઓવર રમી
ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની 112 રને આઠ વિકેટ પડી ગઈ હતી, ત્યારબાદ જાડેજાએ બુમરાહ અને સિરાજ સાથે મળીને 22 ઓવરમાં 35 રનની મહત્ત્વની ભાગીદારી કરી હતી. 54 બોલમાં પાંચ રન નોંધાવનાર બુમરાહ અને જાડેજાએ ભાગીદારી કરી 138 બોલ રમ્યા હતા અને 30 બોલમાં ચાર રન નોંધાવનાર સિરાજ-જાડેજાએ ભાગીદારી કરીને 85 બોલ રમ્યા હતા.
23 જુલાઈએ ચોથી ટેસ્ટ મેચ
ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચની વાત કરીએ તો પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં ઈંગ્લેનડે 2-1ની લીડ મેળવી લીધી છે. પ્રથમ ટેસ્ટ મેચ અને ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો, જ્યારે બીજી ટેસ્ટ મેચમાં ભારતનો વિજય થયો હતો. હવે બંને દેશો વચ્ચે માન્ચેસ્ટરમાં 23 જુલાઈથી 27 જુલાઈ સુધી ચોથી ટેસ્ટ મેચ રમાશે. ત્યારબાદ ઓવરમાં 31 જુલાઈથી ચાર ઓગસ્ટ સુધી પાંચમી ટેસ્ટ મેચ રમાશે.
આ પણ વાંચો : બાંગ્લાદેશના ખેલાડીએ હરભજનનો રેકોર્ડ તોડ્યો