– અવાજ કરતાં આઠ ગણી આ મિસાઇલની ગતિ છે
– બ્રહ્મોસ નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કોવા નદી ઉપરથી અપાયું છે સાથે પુરાણોના બ્રહ્માસ્ત્રની યાદ આપે છે
નવી દિલ્હી : ભારત અને રશિયા બ્રહ્મોસ મિસાઇલનું નવું વર્ઝન બનાવી રહ્યા છે. અવાજ કરતાં આઠ ગણી ઝડપે એટલે કે કલાકના ૧૧૦૦૦ કી.મી.ની ઝડપે જનારૃં આ મિસાઇલ તેની ગતિને લીધે રડારમાં પણ ઝડપાય તેમ નથી.