વડોદરાઃ છાણી કેનાલ પાસે સહયોગ બંગ્લોઝના ભાડાના મકાનમાં ગઇરાતે દારૃની મહેફિલ માણતા એક ફાર્મા કંપનીના ૧૫ કર્મચારીઓને છાણી પોલીસે ઝડપી પાડયા હતા.
સહયોગ બંગ્લોઝના મકાનના પહેલા માળે સુનિલ માલી સાથે ભાડેથી રહેતા અને વડોદરા નજીક મંજૂસર જીઆઇડીસીમાં મેડિકલ ઇક્વિપમેન્ટ બનાવતી મેડિનોવા સિસ્ટમ પ્રા.લિ.માં ફરજ બજાવતા કૌશલ વિનોદભાઇ મિસ્ત્રીને સુપર વાઇઝર તરીકે પ્રમોશન મળતાં અન્ય સહ કર્મચારીઓ સાથે પાર્ટી યોજી હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ છે.
છાણીના પીઆઇ આર એમ પ્રજાપતિ અને ટીમને માહિતી મળતાં ગઇરાતે મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો.જે દરમિયાન કુંડાળુ વળીને દારૃની મહેફિલ માણતા કૌશલ મિસ્ત્રી સહિત ૧૫ જણા પકડાયા હતા.
પોલીસે બનાવના સ્થળેથી દારૃની પેક ચાર બોટલ,એક ખાલી બોટલ,બે ખાલી ટીન,૧૫ ખાલી ગ્લાસ,પાણીની ચાર બોટલ, નાસ્તાના ૭ પેકેટ્સ,૧૫ મોબાઇલ,ચાર સ્કૂટર મળી કુલ રૃ.પોણા બે લાખની મત્તા કબજે કરી હતી.પકડાયેલા તમામ દારૃના નશામાં હોવાનું જણાઇ આવતાં મહેફિલનો કેસ કરી તમામની અટકાયત કરવામાં આવી હતી.
દારૃની મહેફિલ માણતા પકડાયેલાઓના નામ
નામ સરનામું
કૌશલ વિનોદભાઈ મિી સહયોગ બંગ્લોઝ,સિતારામ કોમ્પ્લેક્સ પાછળ,છાણી
સુનિલ રઘુનાથ માલી સહયોગ બંગલોઝ,છાણી મૂળ દલોદા,મંદસૌર,એમપી
વિમલ જયંતીભાઈ પટેલ સમન્વય સિક્વન્સ,માંજલપુર
દીર્ઘ શૈલેષભાઈ દવે સાગર રેસિડેન્સી,રાયસણ ગામ,ગાંધીનગર
માહિર દિલીપસિંહ ટાટોડ ખોડીયાર વગો દોડકા,તા.વડોદરા
જિગ્નેશ જયેશભાઈ ઓડ વૃંદાવન પાર્ક સોસાયટી,ભાદરવા ચોકડી,સાવલી
ગૌતમ મણિલાલ પરમાર દરૃણિયા ગામ,વણકરવાસ,ગોધરા
કૃણાલ દિનેશભાઈ દરજી અશ્વમેઘ ટેનામેન્ટ શ્રીહરિ પાર્ટી પ્લોટ પાસે માંજલપુર
પાર્થ રાજેશભાઈ ગોહિલ વ્રજલીલા એપાર્ટમેન્ટ,પરિવાર ચોકડી,વાઘોડિયા રોડ
રાજ વિનોદભાઈ પંચાલ વરિયા કોલોની,હાલોલ,જિ.પંચમહાલ
હષત અનિલકુમાર ધિમાણ શ્રી સ્વામિનારાયણ નિકેતન ફ્લેટ,વાઘોડિયા રોડ
નોમિશ અનિલ કુમાર દુબે અંબિકા નગર,કંસારી ગામ,ખંભાત
જૈનમ પ્રવિણભાઈ પટેલ શક્તિ પાર્ક,જીઆઇપીસીએલ સર્કલ પાસે સમા
પાર્થ મનોજભાઇ પટેલ કુલદીપ સોસાયટી,સીટીએમ,અમદાવાદ
ધુ્રવ પ્રતીકભાઈ પારેખ જયંત પાર્ક સો.,હીરાભાઈ ટાવર,ઇસનપુર,અમદાવાદ