New Income Tax Bill 2025: ભારતીય કર માળખામાં મોટા ફેરફારોની પ્રક્રિયા હમણાં જ શરૂ થવાની છે અને નવા આવકવેરા બિલ, 2025ની સમીક્ષા કરતી સંસદીય સમિતિનો અહેવાલ સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ નવું બિલ છ દાયકા જૂના આવકવેરા કાયદા, 1961 માં મોટા ફેરફાર લાવશે. તે પહેલાં કરતા ઓછા વિભાગો સાથે સરળ ભાષામાં ઉપલબ્ધ હશે.
285 ફેરફારો સાથેનું આ નવું બિલ
મીડિયા રિપોર્ટ મુજબ, 13 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા નવા આવકવેરા બિલ, 2025ની સમીક્ષા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ભાજપના નેતા બૈજયંત પાંડાની આગેવાની હેઠળની 31 સભ્યોની પસંદગી સમિતિ બનાવી હતી. આ સમિતિએ નવા આવકવેરા બિલમાં 285 ફેરફારો કરવા ભલામણ કરી છે. તે સંબંધિત સમીક્ષા રિપોર્ટ આવતીકાલે રજૂ કરવામાં આવશે.
816 ના બદલે 536 કલમો
નવું સરળ બિલ ખાસ કરીને અડચણોમાં ઘટાડો કરવા માટે સરળ ભાષામાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા રજૂ કરાયેલા FAQ અનુસાર, આ નવા બિલમાં શબ્દોની સંખ્યા હવે હાલના કાયદામાં 5.12 લાખની સરખામણીમાં ઘટીને 2.6 લાખ થઈ છે. આ ઉપરાંત, કલમની સંખ્યા પણ 819 થી ઘટાડીને 536 કરવામાં આવી છે, જ્યારે ચેપ્ટર પણ 47 થી ઘટાડીને 23 કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ચાઈનીઝ કંપનીઓને 24% રોકાણ મુક્તિનો પ્રસ્તાવ
અસેસમેન્ટ યર નહીં…હવે ટેક્સ યર
નવા આવકવેરા બિલ-2025માં કરના લાભો અને TDS/TCS નિયમોને સ્પષ્ટ કરવા માટે 57 કોષ્ટક છે, જ્યારે હાલના કાયદામાં, ફક્ત 18 હતા. આ સાથે, 1,200 જોગવાઈ અને 900 સ્પષ્ટીકરણ દૂર કરવામાં આવી છે. બીજો મોટો ફેરફાર એ છે કે કરદાતાઓ માટે આ બિલમાં અત્યાર સુધી અપનાવવામાં આવેલા ‘અસેસમેન્ટ યર’ અને ‘પાછલા વર્ષ’ ના ખ્યાલને એકીકૃત કરી ‘ટેક્સ યર’ સાથે બદલવાનો પ્રસ્તાવ છે.
તમને જણાવી દઈએ કે હાલમાં, પાછલા વર્ષની આવક પર કર ચૂકવણી અસેસમેન્ટ યરમાં કરવામાં આવે છે. 2023-24 માં કમાયેલી આવક પર 2024-25માં કર લાદવામાં આવે છે. નોંધનીય છે કે નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યા પછી તેને 31 સભ્યોની પસંદગી સમિતિ સમક્ષ સમીક્ષા કરવામાં આવી હતી અને હવે તેનો સમીક્ષા રિપોર્ટ સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે રજૂ કરવામાં આવશે, જે 21 જુલાઈથી શરૂ થશે અને 21 ઓગસ્ટ, 2025 સુધી ચાલશે.