– અનેક ટ્રેનો રદ : ભારે વરસાદથી ઓપ્ટિકલ ફાઇબરને નુકસાન થતાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા ઠપ
– 14 ઘાયલ, મૃતકોમાં વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનની ચપેટમાં આવેલા 6 તીર્થયાત્રીઓ પણ સામેલ, વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત : અનેક ટ્રેનો રદ કરાઈ
જમ્મુ-કાશ્મીર : જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે ઉંચાઇવાળા વિસ્તારો પરથી પથ્થરો, વૃક્ષો અને ખડકો નીચે પડતા ૧૦ લોકોનાં મોત થયા છે. જેમાં વૈષ્ણો દેવી માર્ગ પર ભૂસ્ખલનની ચપેટમાં આવેલ ૬ તીર્થયાત્રીઓ પણ સામેલ છે.
સતત વરસાદને કારણે જમ્મુની સાથે કાશ્મીર ખીણમાં પણ નુકસાન થયું છે.