Vadodara Social Media Harassment : વડોદરાની એક મહિલાનું સોશિયલ મીડિયા ઉપર ફેક એકાઉન્ટ બનાવી તેને પરેશાન કરવામાં આવી રહ્યો હોવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પરિણીતા ઉપર તેના પરિચિતોના ફેસબુક ઉપર તેના મોફૅ કરેલા ન્યૂડ ફોટા મુકાયા હોવાના ફોન આવતા તે ચોકી ઉઠી હતી. તપાસ કરતા તેના ફોટાનો ઉપયોગ કરીને કોઈએ બોગસ એકાઉન્ટ બનાવ્યું હોવાનું જણાઈ આવ્યું હતું.
એકાઉન્ટ બનાવનારે ન્યુડ ફોટાની સાથે બીભત્સ કોમેન્ટ્સ પણ કરી હતી. જેથી પરિણીતાની સમાજમાં બદનામી થતા તેણે પરિવારજનોની મદદ લઈ વડોદરા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપી એડ્રેસ સહિતની વિગતો મંગાવી તપાસ હાથ ધરી છે.