સેલિબ્રિટી મહેમાનોની સાથે સ્થાનિય હુનરને મળ્યું મંચ, વડોદરાના યુવાઓમાં ઉત્સાહની લહેર
વડોદરાના સયાજીગંજ સ્થિત હોટેલ સફાયર રિજેન્સીમાં 20 જુલાઈના રોજ આયોજિત કાર્યક્રમમાં અંકિત રાજ, સબા ખાન અને દર્શિના બારોટે ઉપસ્થિતિ આપી
વડોદરાના યુવાનોને મંચ આપીને તેમની પ્રતિભાને માન્યતા આપવાના હેતુથી ‘ગુજરાત ટેલેન્ટ એવોર્ડ 2025’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન બ્યુરો ભારતના ઉપક્રમે યોજાતો આ વિશિષ્ટ કાર્યક્રમ 20 જુલાઈ, 2025ના રોજ સાંજના 4 વાગ્યે, હોટેલ સફાયર રિજેન્સી, સયાજીગંજ, વડોદરા ખાતે યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે ટીવી અને ફિલ્મ જગતના જાણીતા અભિનેતા અંકિત રાજ, ભોજપુરી એક્ટર્સ સબા ખાન અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી દરશિના બારોટ વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા.
આ પ્રેરણાદાયી કાર્યક્રમના સફળ આયોજન પાછળ જૂબર ઇંદોરી, કમલેશ પ્રજાપતિ અને ચિરાગ પંચાલ જેવી ઉત્સાહી અને પ્રતિભાશાળી ત્રિમૂર્તિનો મહત્વનો ફાળો રહ્યો. તેઓએ જણાવ્યું હતું કે, “ગુજરાતના યુવાનોમાં અમૂલ્ય પ્રતિભા છે, અને આવા એવોર્ડના માધ્યમથી તેમને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે છે.”
આ કાર્યક્રમને વિવિધ સંસ્થાઓનું સહયોગ મળ્યો હતો જેમાં Vadodara Message News, Smash Energy Drink, President Hotel & Banquet સહિત અનેક સંસ્થાઓ સામેલ રહી હતી.
શહેરના પ્રતિભાશાળી યુવાનો, કલાકારો અને વિવિધ ક્ષેત્રે કામ કરતાં વ્યક્તિઓને સન્માનિત કરીને તેમના પ્રયત્નોને સાચો માન આપવાનો પ્રયાસ થયો. યુવાઓમાં ઉત્સાહ, સમાજમાં સકારાત્મકતા અને પ્રેરણા ફેલાવતી આવી ઘટનાઓ વડોદરાની સંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવે છે.
રિપોર્ટર અંકિતા પારગી વડોદરા