અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી સંસ્થા “કલાતીર્થ ટ્રસ્ટ” દ્વારા તાજેતરમાં શ્રી સ્વામિનારાયણ વિશ્વ પ્રતિસ્થાનમ્ (છારોડી – ગુરુકુળ) અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યના પૂર્વમુખ્ય સચિવ પી.કે. લહેરીના અધ્યક્ષ સ્થાને અને પ. પૂ. ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીની પાવન ઉપસ્થિતિમાં એવોર્ડ અર્પણ સમારોહ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વર્ષોથી ઇતિહાસ અને પુરાતત્વવિદ્ તરીકે કાર્યરત રહીને ભારતીય કલા,શિલ્પો, સ્થાપત્યો, દેવાલયોને ઉજાગર કર્યો છે તેવા 10 કલાસાધકોને શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણી પુરસ્કૃત રોકડરાશિ સાથે “સંસ્કૃતિ સંવર્ધક સન્માન- 2025” શાલ , અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું. શ્રીમતી પન્નાબેન હેમાણી પુરસ્કૃત રોકડરાશિ બે લાખ વીસ હજારના પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા .
કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે નવી પેઢી ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાનું સંવર્ધન કરતી થાય, આ દિશામાં કાર્યરત બનીને સંશોધન ક્ષેત્રે આગળ વધી શકે તેવા શુભ આશયથી “કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન પકલ્પ- 2025” નું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર ગુજરાતમાંથી સરકારી રાહે કાર્ય કરતી યુનિવર્સિટીઓ અને ખાનગી યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાયા હતા, તેમાંથી 13 જેટલા શ્રેષ્ઠ મહાનિબંધોનું ચયન કરીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિજેતા વિદ્યાર્થીઓને “કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન -2025” ના માનપત્ર સાથે શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણી પુરસ્કૃત રોકડ પુરસ્કારો- પ્રમાણપત્રો ઉપસ્થિત મહાનુભાવના હસ્તે એનાયત કરવામાં આવ્યા
આ પ્રસંગે 13 સંશોધન લેખોનુ દસ્તાવેજીકરણ આ પ્રકલ્પના મુખ્ય સંયોજક અને ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્ય સર્જક, સંશોધક , લેખક નિસર્ગ આહિર દ્વારા સંપાદિત “કલા – અન્વેષણા” સંશોધનગ્રંથ સાથે “અક્ષરયાત્રા- ધન્ય ધરોહર” (ડાયરી)નું લોકાર્પણ કરવામાં આવ્યું .
આ સમારંભનુ ઉદ્ઘાટન પ. પૂ. ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિ સહીત ગુજરાત રાજ્યના સનદી અધિકારી, પૂર્વમાહિતી નિયામક વી.એસ. ગઢવી, ગુજરાત વિશ્વકોશના અધ્યક્ષ- કુમારપાળ દેસાઈ તથા જાણીતા ઉદ્યોગપતિ દેવેન્દ્રભાઈ શાહ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાના હસ્તે બંને ગ્રંથોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુપ્રસિદ્ધ સાહિત્ય સર્જક, અધ્યાપક, સંચાલક- ડો અશ્વિન આણદાણી દ્વારા કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિ અને કલાના સંવર્ધન માટે કાર્યરત મહાનુભાવો અને સંસ્થાઓના યોગદાનને બિરદાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો
આ પ્રસંગે પુરસ્કાર દાતા શ્રીમતી પન્નાબેન હેમાણી, ભગિની દક્ષાબેન લાલસોદાગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે ભાવનગરની માઈક્રોસાઈનના એમ.ડી. નિશિત મહેતા, સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ- જીતેન્દ્રભાઈ મોદી, મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના જે. બી. પટેલ , સુરત. મુંબઈના અગ્રણી ઉદ્યોગપતિ અરવિંદ ગડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા .
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇતિહાસવિદ નરેશ અંતાણી, સંજય ઠાકર, દૂરદર્શનના પૂર્વ અધિકારી કિશોર જોશી, પત્રકાર અને ચિત્રકાર જીગર પંડ્યા, ચિત્રકાર વિનય પંડ્યા, ચિત્રકાર કમલેશ ગજ્જર અને ચિત્રકાર અનિલ શ્રીમાળીએ સંકલન કર્યું હતું .