જામનગર શહેર અને જિલ્લામાં શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાજ જુગારની મોસમ શરૂ થઈ ગઈ છે, અને મહિલાઓ સહિતના જુગારીયા તત્વો અંજીપાના વડે જુગારની રમતમાં ગોઠવાઈ ગયા છે. ગઈકાલે પોલીસે જામનગર જિલ્લામાં ચાર સ્થળોએ જુગાર અંગે દરોડા પાડ્યા છે, અને 8 મહિલાઓ સહિત 17 પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર અંગેનો પ્રથમ દરોડો જામનગરમાં દિગ્વિજય પ્લોટ ભાનુપરા શેરી નંબર-2માં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી વર્ષાબેન હિતેશભાઈ ભદ્રા, શાંતુબેન માધુભાઈ પઢીયાર, આરતીબેન દીપકભાઈ કારિયા, સાવિત્રીબેન વાલજીભાઈ દામા, અને પ્રફુલ્લાબેન જયંતીભાઈ કટારમલની અટકાયત કરી લઈ તેઓ પાસે રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર અંગેનો બીજો દરોડો જામનગરમાં સાંઢીયા પૂલ નજીક સરદાર નગર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ગંજી પાના વડે જુગાર રમી રહેલી શોભનાબા બળદેવસિંહ ગોહિલ, જયદીપાબેન વિજયભાઈ ગોસ્વામી, સોનલબેન વિજયભાઈ શ્રીમાળી, તેમજ બ્રિજરાજસિંહ સુભાષસિંહ જાડેજા ક્રિપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા અને ભાવેશ શાંતિલાલ સોનગરા ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 33,620ની રોકડ રકમ, મોબાઈલ ફોન અને બાઈક સહિત 1,73,260ની માલમતા કબજે કરી છે.
જુગાર અંગેનો ત્રીજો દરોડો કાલાવડ ધોરાજી રોડ પર મીઠી વીરડીના પુલ પાસે પાડવામાં આવ્યો હતો ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા સંજય અરજણભાઈ કાકરીયા સહિત ચાર આરોપીઓની અટકાયત કરી રહી તેવો પાસેથી રૂપિયા 5,380ની રોકડ રકમ કબજે કરી છે.
આ ઉપરાંત જુગાર અંગેનો ચોથો દરોડો જામજોધપુર તાલુકના બુટાવદર ગામમાં પાડવામાં આવ્યો હતો ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા કારાભાઈ ગોવિંદભાઈ મકવાણા અને કિશોર જીવાભાઇ મકવાણાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.