Indian Railways: રેલવે મંત્રાલય દ્વારા ચાર્ટ તૈયારી અને તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં કેટલાક ફેરફાર કર્યા બાદ, હવે ઇમરજન્સી ક્વોટાનો સમય પણ ફેરપાર કર્યો છે. રેલવે મંત્રાલયનું કહેવું છે કે મુસાફરોએ ટ્રેનના પ્રસ્થાનના ઓછામાં ઓછા એક દિવસ પહેલા ઇમરજન્સી ક્વોટા માટે અરજી કરવી પડશે.
આ પણ વાંચો: યુક્રેન સહિત 10 દેશોમાં વસ્તી ઘટી રહી છે : યુક્રેનમાં એક જ વર્ષમાં 8.10 ટકા જેટલી વસ્તી ઘટી ગઈ છે
ઇમરજન્સી ક્વોટાના નિયમોમાં ફેરફાર
રેલવે મંત્રાલય દ્વારા ઇમરજન્સી ક્વોટાના નિયમોમાં ફેરફાર સંબંદિત એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. તેમાં જણાવ્યું છે કે, બપોરે 12 થી 1 વાગ્યાની વચ્ચે ઉપડતી તમામ ટ્રેનો માટે ઇમરજન્સી ક્વોટા વિનંતીઓ મુસાફરીના એક દિવસ પહેલા બપોરે 12 વાગ્યા સુધીમાં EQ સેલ પર પહોંચવી જોઈએ, જેથી બપોરના 2 થી રાતના 12 વાગ્યા દરમિયાન ઉપડતી બાકીની બધી ટ્રેનો માટે ઇમરજન્સી ક્વોટા વિનંતીઓ મુસાફરીના એક દિવસ પહેલા સાંજે 4 વાગ્યા સુધીમાં EQ સેલ પર પહોંચાડવી જોઈએ. ટ્રેનના પ્રસ્થાનના દિવસે પ્રાપ્ત વિનંતીઓ સ્વીકારવામાં આવશે નહીં.
આ ઉપરાંત, પરિપત્રમાં રવિવાર અથવા જાહેર રજાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું છે કે, રજાના દિવસે ચાલતી ટ્રેનો માટે ક્વોટા વિનંતીઓ માત્ર કાર્યકારી દિવસોમાં જ સ્વીકારવામાં આવશે. રવિવાર અથવા તે પછીની રજાઓના ઇમરજન્સી ક્વોટા પણ છેલ્લા કાર્યકારી દિવસના કાર્યાલય સમય દરમિયાન જ માન્ય રહેશે.
આ પણ વાંચો: પાકિસ્તાનનાં ખૈબર પખ્તૂનખ્વામાં આતંકી હુમલામાં 6 જવાનો ઘાયલ, 2025માં 560 આતંકી હુમલામાં 1904ના મોત
પહેલો રિઝર્વેશન ચાર્ટ આઠ કલાક અગાઉ તૈયાર કરાશે
ટ્રેનના પ્રસ્થાનના આઠ કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના તાજેતરના નિર્ણયને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા ઇમરજન્સી ક્વોટા ટિકિટ માટેના નિયમોમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે સવારે 5 થી બપોરે 2 વાગ્યાની વચ્ચે ઉપડતી ટ્રેનોનો પહેલો ચાર્ટ પાછલા દિવસે રાત્રે 9 વાગ્યા સુધીમાં તૈયાર કરવામાં આવશે. એજ પ્રમાણે બપોરે 2 વાગ્યાથી 11:59 વાગ્યા અને બપોરે 12 થી સવારે 5 વાગ્યાની વચ્ચે ઉપડતી ટ્રેનો માટે પહેલો રિઝર્વેશન ચાર્ટ આઠ કલાક અગાઉથી તૈયાર કરવામાં આવશે.