Retired Teachers Recruitment : ગુજરાતમાં કચ્છ સહિતના જિલ્લાના અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, ત્યારે કાયમી શિક્ષકો, જ્ઞાન સહાયકોની નિમણૂક બાદ હવે ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની ભરતી કરવાને લઈને શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.
નિવૃત શિક્ષકોને માનદવેતનથી ભરતી કરવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય
રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત શિક્ષકોને માનદવેતનથી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે ચાલો જાણીએ શું છે ભરતીના નિયમ.
ભરતીના નિયમો
– નિવૃતી બાદ લેવામાં આવતા શિક્ષકોની મહત્તમ વય મર્યાદા 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
– જે-તે શાળામાં કાયમી શિક્ષક અથવા જ્ઞાન સહાયકની ભરતી ન થાય ત્યાં સુધી નિવૃત શિક્ષકે કામગીરી કરવાની રહેશે અને શૈક્ષણિક વર્ષના અંતે તેમને છૂટા કરાશે.
– આ શિક્ષકોને જ્ઞાન સહાયકને ચૂંકવવાતા વેતન જેટલું માનદ વેતન મળશે.